• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

ચાઇનાક્લે ભરતાં 14 ડમ્પર પકડી લેવાયાં

ભુજ, તા.26 : કચ્છમાં ખનિજચોરી થતી હોવાની જાણ પૂર્વ-પશ્ચિમ વિભાગની ખાણ ખનિજ વિભાગની કચેરી હોય કે ફ્લાઇંગ સ્કવોડને છતાં તસ્કરી અટકાવવા ટીમો સ્થળ પર પહોંચી જાય છે.આજે સવારે રાપર તાલુકાના ગાગોદર સીમ વિસ્તારમાંથી મોટાપાયે ચાઇનાક્લેના જથ્થાની ધરાર ગેરકાયદે ચોરી થાય છે અને સાધનો વગેરે ગોઠવાઇ ગયા હોવાની ખાણ ખનિજ વિભાગના મદદનીશ નિયામકની ફ્લાઇંગ સ્કવોડને બાતમી મળી હતી.મોટા પ્રમાણમાં ખનિજચોરી થાય છે, તેની ગંભીરતા લઇ ટીમો રવાના કરવામાં આવી હતી.ફ્લાઇંગ સ્કવોડના અધિકારી શ્રી શાહના જણાવ્યા પ્રમાણે તપાસ દરમ્યાન પણ ગેરકાયદે ખનન ચાલતું હતું.ભૂગર્ભમાં ધરબાયેલાં ચાઇનાક્લેના ખનિજને  બહાર કાઢવા એસ્કેવેટર મશીન કામે લાગ્યું હતું અને ખનિજ ભરવા માટે એકસાથે 14 ડમ્પર લાઇનમાં ગોઠવાયેલાં જોવાં મળ્યાં હતાં. ગેરકાયદે ખનિજ ભરવા માટે આવેલા 14 ખાલી ડમ્પરની અટક કરવામાં આવી હતી.તપાસ ટીમ દ્વારા રૂપિયા 4.45 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.તમામ વાહનોને સીઝ કરી ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે મુકાવવામાં આવ્યાં હતાં.તપાસ અંગે આગળની નિયમોનુસારની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang