• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

દાડમ વેચાણની બાકી રકમના ચેક પરતમાં આરોપીને એક વર્ષની સજા

ભુજ, તા. 26 : ગોકુલ ફ્રૂટ્સના જયપાલસિંહ મંગુભા જાડેજાને વેચાણે આપેલા દાડમની બાકી રકમનો ચેક પરત ફરતાં થયેલા કેસમાં આરોપી જયપાલસિંહને કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. ખેડૂત નાનજી મનજી ડબાસિયાએ તેમની જમીનની પેદાશ દાડમ રતનાલ મધ્યે ગોકુલ ફ્રૂટ્સનો ધંધો કરતા જયપાલસિંહ મંગુભા જાડેજાને વેચાણ આપ્યા હતા, જેની બાકી રકમ રૂા. 6,13,458નો જયપાલસિંહે આપેલો ચેક પરત ફરતાં કેસ દાખલ કરાયો હતો, જેમાં ત્રીજા અધિક ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા ફરિયાદીને વળતર પેટે રૂા. 7,23,880 ચૂકવી આપવા હુકમ કર્યો છે. ફરિયાદી તરફે એડવોકેટ તરીકે રાજેન્દ્રસિંહ જે. કુંપાવત હાજર રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd