ગાંધીધામ, તા. 26 : શહેરની ભાગોળે મચ્છુનગર પુલિયા
સામે જાહેરમાં દારૂ વેંચતા એક શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂા.14,520નો દારૂ જપ્ત કર્યો હતો, પરંતુ રાબેતા મુજબ દારૂ ક્યાંથી આવ્યો તે ખુલ્યું
નથી. અહીંના મચ્છુનગર પુલાયા સામે એ.આર.સી. હોટેલની બાજુમાં દ્વિચક્રીય વાહનમાં એક
શખ્સ જાહેરમાં શરાબ વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી હતી. લોકોને
નશો પીરસનારા ગળપાદર ભવાની નગરના મયૂર પૂનમ હીરાણીને પકડી પાડી ગાડી નં. જીજે-39-એ-9515માંથી બ્લેન્ડર્સ પ્રાઈડ, રેડ લેબલની 8 બોટેલ તથા પાર્ટી સ્પેશિયલ અને 8 પીએમના 35 ક્વાર્ટરિયા એમ કુલ રૂા.14,520નો શરાબ જપ્ત કરાયો હતો.
આ શખ્સ કોનો માલ વેચવા આવ્યો હતો? દારૂ કોનો હતો ? ક્યાંથી આવ્યો હતો ? તે સહિતની વિગતો કડક પોલીસ ઓકાવી શકી નથી.