ભુજ, તા. 26 : ભગત કી કોઠીથી ગાંધીધામ આવેલી
ટ્રેનમાં બિનવારસુ મળેલી વજનદાર બેગની રેલવે પોલીસે તપાસ કરતા તેમાંથી 37 હજારનો શરાબનો જથ્થો મળી આવ્યો
હતો. આજે સવારે ગાંધીધામ રેલવે મથકે પ્લેટફોર્મ નં. 1 ઉપર ભગત કી કોઠીથી અહીં આવેલી ટ્રેનના એમ-7 કોચમાં એક ભારે બેગ બિનવારસુ હાલતમાં રેલવે
પોલીસને મળતા પંચોની હાજરીમાં તેને ખોલતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી શરાબની
બોટલો તથા બિયરના ટીન એમ કુલ્લે રૂા. 37,140નો શરાબ તથા એક હજારની બેગ એમ કુલ્લે રૂા. 38,140નો મુદામાલ પોલીસે જપ્ત કરી
તપાસ હાથ ધરી છે.