• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

શિણાય ગામની સીમમાંથી 1.92 લાખનાં સાઉન્ડ સિસ્ટમનાં સાધનોની ચોરી

ગાંધીધામ, તા. 9 : આદિપુર નજીક આવેલી શિણાય ગામની સીમ સ્થિત એક વાડીના રૂમનું તાળું તોડી અજાણ્યા શખ્સોએ સાઉન્ડ સિસ્ટમના વિવિધ વાયર, મિક્સર અને સોકેટ સહિત કુલ રૂ. 1,92,700ની કિંમતનો સામાન ચોરી ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.  આ ચોરી અંગે આદિપુરની જેપાર સોસાયટીમાં રહેતા અને સાઉન્ડ સિસ્ટમનો વ્યવસાય કરતા મોહનભાઇ કરમણભાઇ મહેશ્વરી (ઉં.વ. 45) દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મોહનભાઇ શિણાઇ ગામની સીમમાં સર્વે નં. 496માં આવેલી તેમની ફેન્સિંગવાળી વાડીના રૂમમાં સાઉન્ડ સિસ્ટમના રિપારિંગ માટે વાયારિંગ, કેબલ વાયર તથા મિક્સર જેવાં સાધનો રાખતા હતા. ગત તા. 30/9/2026ના તેઓ તથા તેમના સાથી કામદારો કરણ અને રોહિત રિપારિંગ કામ પતાવી સાંજના આશરે 6 વાગ્યાના સુમારે રૂમને તાળું મારી ઘરે પરત ફર્યા હતા ત્યારબાદ તા. 8/10/2026ના સવારે 9 વાગ્યે જ્યારે મોહનભાઇ વાડીએ આંટો મારવા ગયા, ત્યારે રૂમના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. રૂમની અંદર તપાસ કરતાં રૂા. 66,000ની કિંમતનો 300 મીટર સ્પીકર વાયર (4-કોર), રૂા. 1,500 ના 15 નંગ સ્પીકર સોકેટ, રૂા. 9,600નો 400 મીટર માઇક વાયર, રૂા. 4,800નું એક મિક્સર, રૂા. 12,000ના 80 નંગ સ્પીકોન એસ.આર., રૂા. 32,000નો 200 મીટરના બે નંગ સ્પીકર વાયર (4-કોર), રૂા. 26,000ના 400 મીટરના 40 નંગ માઇક વાયર તથા રૂા. 40,800ની કિંમતનો 200 મીટરના બે નંગ ચાર એમ.એમ. કેબલ (2-કોર) ગાયબ મળ્યા હતા. આમ, કુલ મળીને રૂ. 1,92,700ની કિંમતના સામાનની ચોરી થયાનું માલૂમ પડતાં, ફરિયાદીએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd