• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

આદિપુરમાં જાહેરમાં જુગાર રમતા સાત ખેલી પાંજરે પુરાયા

ગાંધીધામ, તા. 9 : આદિપુરમાં જાહેરમાં જુગાર રમતા સાત ખેલીઓની પોલીસે ધરપકડ કરી હતી. શહેરના જી.આઈ.ડી.સી પાછળ બાવળની ઝાડીઓમાં જાહેરમાં રમાતા જુગારના પડ ઉપર પોલીસ ત્રાટકી હતી. આ કાર્યવાહીમાં આરોપી સાવન સોમનાથ નાથબાવા, સંદિપકુમાર કારૂમંડલ કુર્મી, મહેશકુમાર મનિષકુમાર મહંતો, નરેશ રતન મકવાણા, સીપીનકુમાર અનુજરામ કહાર, સુનિલ છગનભાઈ વાલ્મીકી, કરમવીર જલંઘર મહંતોની જુગાર રમવાના આરોપસર ધરપકડ થઈ હતી. આ કાર્યવાહીમાં રોકડા રૂા. 20400 તથા પાંચ મોટર સાઈકલ કિં.રૂા.2 લાખ  સાથે કુલ રૂા.2,20,400નો મુદામાલ હસ્તગત લેવાયો હતો. દરોડો દરમ્યાન  મોટર સાયકલ જીજે.39.કે.9507 નો ચાલક નાસી છૂટયો હતો. જેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Panchang

dd