મોરબી, તા. 9 : મોરબીના માળિયા નજીક ભુજ રેન્જની
ટીમે બાતમીના આધારે પાઉડરની આડમાં છુપાવેલો 9.37 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
છે. આ અંગેની વિગતો મુજબ સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાના માર્ગદર્શન
હેઠળ ક્રાઈમ-બે સરહદી રેન્જ ભુજની ટીમ પેટ્રાલિંગમાં હતી. દરમિયાન માળિયા ત્રણ રસ્તાથી
મોરબી તરફ બ્રિજ પાસે સર્વિસ રોડ પર ટ્રકને ઝડપી લઈ તલાશી લેતાં તેમાં પ્લાસ્ટિક બોરીઓમાં
સફેદ પાઉડર ભરેલો હતો. જેની નીચે દારૂનો જથ્થો છુપાવેલો હતો. પોલીસે દારૂની નાની-મોટી
અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ 4092 (રૂા. 9,37,500), ટ્રક અને સફેદ પાઉડરની બોરીઓ
30 ટન અને ટ્રક મળી કુલ રૂા. 19,52,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે ટ્રકચાલક તેમજ તપાસમાં ખૂલે તે આરોપી વિરુદ્ધ માળિયા (મિં.) પોલીસ મથકમાં ગુનો
નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઇ એલ.પી. બોડાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ
એ.પી. વાઘેલા, એસએસઆઇ રસિકભાઇ પટેલ,
હે.કો. પૃથ્વીરાજસિંહ જાડેજા, મોહિતભાઇ ચાવડા જોડાયા
હતા.