• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

પગીવાંઢમાં દેશી બંદૂક સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 31 : રાપરના પગીવાંઢ નજીકથી એક શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂા. 5000ની દેશી બંદૂક જપ્ત કરી હતી. રાપરના પાલનપરથી પગીવાંઢ જતા રોડ પર  રવિયાળો ડેમના પાળા નજીક લૂંગી સાથે આગળ રહેલો નરશી રામજી કોળી નામનો શખ્સ પોલીસને જોઇ નાસવાની કોશિશ કરી રહ્યો હતો. દરમ્યાન પોલીસે તેને પકડી પાડયો હતો. અને લૂંગીમાં વીંટાળેલ લોખંડના કટાઇ ગયેલા સિંગલ નાળચાવાળી 41 ઇંચની દેશી બંદૂક જપ્ત કરાઈ હતી. 5000ની આ દેશી બંદૂક તે શેના ઉપયોગમાં લેતો હતો તથા તેની પાસે ક્યાંથી આવી તે સહિતની વિગતો બહાર આવી નહોતી. 

Panchang

dd