• મંગળવાર, 14 જુલાઈ, 2026

સમાધાન ન કરતાં પરિણીત પુત્રીને પિતાની ધાકધમકી

ભુજ, તા. 13 : પરિણીત પુત્રીએ મહિલા પોલીસ મથકમાં પિતા વિરુદ્ધ અરજી કરી હતી, જેનું સમાધાન પુત્રીએ ન કરતાં પિતાએ ધાકધમકી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે કોઠારા પોલીસ મથકે મૂળ કોઠારા હાલે નુંધાતડ રહેતી પરિણીતા નિશા સોહિલ પઠાણે ગઈકાલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે આરોપી એવા તેના પિતા સિકંદર મીઠુ પડયાર (રહે. ઓધવ વંદના પાર્ક, ભુજ) વિરુદ્ધ ભુજના મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેનું સમાધાન ફરિયાદીએ ન કરતાં તે બાબતનું મનદુ:ખ રાખી આરોપી પિતા સિકંદર ગત તા. 2/7ના સાંજે ફરિયાદીના ઘરે નુંધાતડ આવી ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. મુસ્લિમ સમાજ અને આગેવાનોમાં ચર્ચાસ્પદ આ બનાવ અંગે સંબંધિતો પાસેથી મળતી પૂરક વિગતો મુજબ સિકંદરે ત્રણ લગ્ન કરેલા છે. પહેલી પત્ની અને તેના સંતાનો જેમાં ફરિયાદી સહિતનાને તે સતત માનસિક ત્રાસ આપતો, મકાન ખાલી કરવા ધાકધમકી કરતો હતો, જેને લઈને પીડિતાએ પોલીસને જાણ કરતાં તે પીડિતા પાસે જઈ ધાકધમકી કરતો હતો. અગાઉ અનેક વખત આગેવાનોએ સમાધાન કરાવ્યા છતાં સિકંદર સતત ત્રાસ આપતો હોવાથી ફરિયાદ અરજી કરાઈ હતી. નોંધનીય છે કે, સિંકદરનો ગુનાહિત ઈતિહાસ ખરડાયેલો છે. વિવિધ પોલીસ મથકોમાં એક કરતાં વધુ ગુના નોંધાયેલા છે.

Panchang

dd