• મંગળવાર, 14 જુલાઈ, 2026

મુંદરામાં વધુ એક કરોડની કિંમતી જમીન ખુલ્લી

મુંદરા, તા. 13 : શહેરમાં ગત શુક્રવારે થયેલી દબાણ હટાવો કાર્યવાહી બાદ વધુ એક પગલાંમાં મુંદરા-બારોઇ નગરપાલિકા દ્વારા રૂા. એક કરોડથી વધુની કિંમતનાં દબાણ દૂર કરાયાં હતાં. શહેરમાં આવેલી કિંમતી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી પરવાનગી મેળવ્યા વિના બાંધકામ કરી સ્થાનિક કે ગુનાહિત પ્રવૃત્તિ આચરનાર ઈસમોનાં દબાણ દૂર કરાયાં હતાં. આ કાર્યવાહીમાં સુખપરવાસમાં સરકારી જમીન પર વંડોવાળી દબાણ કરનાર હુસેન રમજાન સમેજાનું 850 ચો. મી. જમીન પરનું અંદાજે રૂ. 51 લાખનું, સરકારી જમીન પર મકાન બનાવનાર ઇસ્માઈલ યુસુફ શેખનું 100 ચો. મી. જમીન પરનું રૂા. 6 લાખનું અને અંબિકાનગરમાં સાર્વજનિક પ્લોટમાં 2095 ચો.મી. જમીન પર અંદાજે રૂા. 48.18 લાખની જંત્રી કિંમતનું રામ વિરમ ગઢવીએ કરેલું દબાણ હટાવવામાં આવ્યું હતું. યાદી મુજબ, કલેકટર-કચ્છ તથા મુંદરા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ થયેલી કાર્યવાહીમાં મુંદરા સિટી પોલીસ સ્ટેશન દ્વારા પ્રોડક્શન ફાળવવામાં આવ્યું હતું. પીજીવીસીએલ મુંદરા કચેરી દ્વારા સહયોગ અપાયો હતો. મામલતદાર દ્વારા સ્થાનિક એક્ઝિ મેજિસ્ટ્રેટની નિમણૂક કરાઈ હતી. આ કામગીરીમાં નગરપાલિકાના ચીફ ઓફિસર વૈભવ વ્યાસ, એન્જિનીયર રાજેશ ગઢવી, સુખદેવાસિંહ જાડેજા અને ઋષિરાજાસિંહ ચૂડાસમા તથા મહેંદી જત અને અન્ય સ્ટાફ હાજર રહ્યો હતા. સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એમ રાણા, પીએસઆઇ શ્રી ચાવડા અને એએસઆઇ રવુભા તથા અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો.

Panchang

dd