ભુજ, તા. 6 : મુંદરા પોલીસ મથકના ચર્ચાસ્પદ
કસ્ટોડિયલ ડેથ કેસમાં મુખ્ય આરોપીઓ પૈકીના ફરજમોકૂફ પોલીસ કર્મચારી શક્તિસિંહ યોગેન્દ્રસિંહ
ગોહિલ દ્વારા કરવામાં આવેલી વચગાળાના એક મહિનાના જામીનની માગણી જિલ્લા અદાલતે ખાસ ખર્ચ
સાથે નામંજુર કરી હતી. આ પ્રકરણમાં શક્તિસિંહ ગોહિલે માતાની બીમારી અન્વયે ટૂંકાગાળાના આ જામીન માગ્યા હતા. આરોપીઓને કેસને
સંલગ્ન ઈતિહાસ સહિતના પાસા અને પ્રોસિક્યુકયુશન અને ફરિયાદીના વાંધા કેન્દ્રમાં રાખીને
માગણી ઠુકરાવી દેવાઈ હતી. આવી અરજી દ્વારા અદાલતનો સમય બગાડવા બદલ શક્તિસિંહને છ હજાર
રૂપિયા ખાસ ખર્ચના ચૂકવવા પણ ન્યાયાધીશે આદેશ કર્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી ખાસ
નિયુક્ત સરકારી વકીલ અનિલભાઈ આર. દેસાઈ તથા ફરિયાદ પક્ષ તરફથી અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી
ડી.વી. ગઢવી સાથે વાય.વી. વોરા, એ.એન.
મહેતા, એચ.કે. ગઢવી, એસ.કે. ગઢવી તથા ગઢવી-ચારણ
સમાજના ભુજના તમામ વકીલો હાજર રહ્યા હતા.