• રવિવાર, 07 જૂન, 2026

પશ્ચિમ કચ્છમાંથી 1.98 કરોડની વીજચોરી ઝડપાઈ

ભુજ, તા. 6 : કચ્છમાં વીજચોરો પર પીજીવીસીએલ પ્રશાસન દ્વારા તવાઈ જારી રાખવામાં આવી છે. વીજતંત્રની આ કામગીરીનાં પગલે વીજચોરી કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. પશ્ચિમ કચ્છમાં જૂનના પ્રથમ સપ્તાહમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં 1.98 કરોડની વીજચોરી ઝડપાઈ છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભુજ શહેર, ભુજ ગ્રામ્ય, ભુજોડી, ખાવડા, માંડવી શહેર, માંડવી ગ્રામ્ય, મુંદરા શહેર, મુંદરા ગ્રામ્ય, ગુંદાલા, નખત્રાણા, રવાપર, નલિયા, દયાપર સહિતના વિસ્તારોમાં આ કામગીરી હાથ ધરાઈ હતી. 27 જેટલી ટીમોએ 3026  જોડાણો ચેક કર્યાં જેમાંથી 280 વીજજોડાણમાં ગેરરીતિ જણાતાં વીજચોરી કરતાં તત્ત્વોને 1.98 કરોડનાં બિલ આપવામાં  આવ્યાં હતાં. 

Panchang

dd