• રવિવાર, 07 જૂન, 2026

મુંદરા કોકેઈન કેસમાં ત્રણેય આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં

મુંદરા, તા. 6 : મુંદરાને કાંઠે જહાજમાંથી રૂા. 1150 કરોડની કિંમતના 118.97 કિલો કોકેઈનના જથ્થાના કેસમાં મુંદરામાં જહાજમાંથી ઝડપાયેલા એક અને દિલ્હીથી ઝડપાયેલા બે સહિત ત્રણેય આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં મુંદરા કોટમાં રજૂ કરાયા હતા, જ્યાં કોર્ટે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા.  અગાઉ જહાજમાંથી ઝડપાયેલા જુમા નાસીર ઉમરના વધુ છ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા અને કોકેઇનનો જથ્થો ઝડપાયાના બીજા દિવસે વિદેશી આરોપીઓ બ્યારૂંગા જેમ્સ (યુગાન્ડા) અને કેલ્વિન ચૂકવુમા (નાઈજિરિયા)ને મુંદરા કોર્ટમાં રજૂ કરાયા બાદ એટીએસની 14 દિવસની રિમાન્ડની માગણી સામે 10 દિનના રિમાન્ડ મંજૂર થયા હતા. હવે ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. 

Panchang

dd