ગાંધીધામ, તા. 30 : આદિપુરમાં આંક ફરકનો જુગાર
રમતા તહોમદારને પોલીસે પકડી પાડયો હતો. શહેરના હનુમાન મંદિર ત્રણ રસ્તા પાસે જી.આઈ.ડી.સી.
આદિપુર પાસેથી પોલીસે આરોપી કાલુ ગણેશ ચમારની વરલી-મટકા આંક ફરકનો જુગાર રમી રમાડવાના આરોપસર ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં
આરોપી પાસેથી રોકડા રૂા. 410 સહિતનો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. પોલીસે આ અંગે વિધિવત રીતે
ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે.