• રવિવાર, 31 મે, 2026

પૂર્વ કચ્છ એલસીબીએ ક્રિકેટનો સટ્ટો રમતા બે જણને દબોચ્યા

ગાંધીધામ, તા. 30 : પૂર્વ કચ્છ એલસીબી પોલીસે રાપરમાં આઈપીએલ ક્રિકેટ મેચમાં ઓનલાઈન સટ્ટો રમતા બે આરોપીને પકડી પાડયા હતા. પોલીસે રાપરમાં શ્રીજી ગાર્ડન સોસાયટીમાં રહેતા  આરોપી પ્રકાશ ઉર્ફે લંગડા નવીનભાઈ ઠક્કરના કબજા ઘર  પાસે દરોડો પાડયો હતો. દરમ્યાન  આરોપી  પ્રકાશ અને અન્ય આરોપી પીયૂષભાઈ નવીનભાઈ ઠક્કર ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ ઉપર  ઓનલાઈન  મોબાઈલ વડે સટ્ટો રમતા ઝડપાયા હતા. કાયદાના સંકજામાં આવેલા ખેલીઓ પાસેથી રૂા. 20 હજારના ચાર મોબાઈલ ફોન કબજે લેવાયા હતા. પકાયેલા આરોપીએ ગાંધીધામના આરોપી આશાબેન ઠક્કર પાસેથી સટ્ટો રમવા માટે ઓનલાઈન આઈડી લીધી હોવાનું બહાર આવ્યું હતું. આ પ્રકરણમાં  કૃપેશભાઈ ઠક્કર (રાપર)નું પણ નામ ખુલ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે. 

Panchang

dd