ભુજ, તા. 30 : ચેક પરત થવાના કેસમાં માધાપરના
આરોપી મુંજા વેજા સાદિયાને એક વર્ષની સજા કોર્ટે ફટકારી છે. આ કેસની ટૂંક વિગત મુજબ
ફરિયાદી પ્રહલાદસિંહ સુરસિંહ જાડેજા (માધાપર) પાસેથી આરોપી મુંજા વેજા સાદિયા (માધાપર)એ
હાથઉછીના રૂા. 82000 લીધા હતા જે અંગે લખાણ કરી
આપી અને ચેક આપ્યો હતો. ફરિયાદીએ ચેક બેંકમાં વટાવતાં તે પરત ફર્યો હતો. આથી કેસ દાખલ
કરાવ્યો હતો જેમાં ત્રીજા અધિક ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને તક્સીરવાન ઠેરવી એક વર્ષની
સજા તથા ચેકની રકમ રૂા. 82 હજાર ફરિયાદીને
વળતર તરીકે ચૂકવવા અને જો વળતર ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજા જાહેર કરી છે. ફરિયાદી
તરફે ધારાશાત્રી સતીષ આર. બુદ્ધભટ્ટી, હેતા એસ. વૈદ્ય, સંદીપ કે. શાહ હાજર રહ્યા હતા.