• રવિવાર, 31 મે, 2026

ખીજડીયા વાંઢમાં બંદુક સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ,તા.30 : આડેસર પોલીસે ખીજડીયા વાંઢ થી પદમપર માર્ગ પાસેથી દેશી બંદુક સાથે સાથે શખ્સની ધરપકડ કરી હતી. ભીમાસરનો આરોપી બચુ અમરાભાઈ કોળી-સાલાણી  ખીજડીયા વાંઢ થી પદમપર જતા  કાચા માર્ગ ઉપર તલાવડી પાસે બાવળની ઝાડી પાસેથી ગેરકાયદેસર રીતે દેશી દારૂ વેચાણ કરતો હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડયો હતો.દરમ્યાન આરોપી બચુ  પાસેથી  પરવાના વિનાની દેશી હાથ બનાવટની સિંગલ નાળ વાળી  બંદુક મળી આવી હતી.જેની કિંમત રૂા. 5 હજાર આંકવામાં આવી હતી. પોલીસે હથિયાર ધારા તળે  ગુન્હો નોંધી વધુ તપાસ આરંભી છે.  

Panchang

dd