• બુધવાર, 15 એપ્રિલ, 2026

જૂના કટારિયામાં પઠાણી ઉઘરાણી અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 14 : ભચાઉના જૂના કટારિયામાં યુવાનને ઊંચા વ્યાજે પૈસા આપી રૂપિયા મળ્યા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરાતાં શખ્સ સામે ફરિયાદ થઇ હતી. જૂના કટારિયામાં રહેનાર આમદ કાસમ રાઉમાના પત્નીનો અકસ્માત સર્જાતાં દવા માટે પૈસાની જરૂરિયાત ઊભી થઇ હતી. આ યુવાને ગામના નાસીર જુસબ રાઉમા પાસેથી રૂા. 50,000 વ્યાજે લીધા હતા જે તેણે પરત આપી દીધા હતા. બાદમાં રૂા. બે લાખ માગતાં આરોપીએ 10 ટકા વ્યાજ કાપી રૂા. 1,80,000 આ ફરિયાદીને આપ્યા હતા જેની અવેજીમાં ફરિયાદીએ ઓનલાઇન તથા રોકડેથી રૂા. બે લાખ પરત આપી દીધા હોવા છતાં આ શખ્સ પઠાણી ઉઘરાણી કરતો હતો અને પૈસા ન આપે તો મકાન હડપ કરવાની ધમકીઓ આપતો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd