ભુજ, તા. 14 : ગત તા. 10મીના રાત્રે હોથીપર-થરાવડા વચ્ચે બાઇકચાલકને રોકાવી અલ્ટોમાં આવેલા ત્રણ શખ્સે
છરી બતાવી મોબાઇલની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં એક આરોપીને ઝડપી આ લૂંટનો ભેદ ઉકેલી
લીધો હતો. આ વચ્ચે આ
ગુનાનો નાસતો વધુ એક આરોપી જાવેદ લતીફ બાફણ (રહે. નાગિયારી, તા. ભુજ)ને પણ એલસીબીએ ઝડપી પદ્ધર પોલીસને સોંપ્યો
હતો.