• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

ભચાઉમાં દેશી બંદૂક સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 16 : ભચાઉના જૂનાવાડાથી ગણેશ ટીંબા જતા કાચા માર્ગે બાવળની ઝાડીમાંથી એક શખ્સને દેશી બંદૂક સાથે પોલીસે પકડી પાડયો હતો. ભચાઉમાં જૂનાવાડાથી ગણેશ ટીંબા જતાં જમણી બાજુ આવેલા કાચા માર્ગ પાસે બાવળની ઝાડીમાં ઊભેલા શખ્સ પાસે દેશી બંદૂક હોવાની સચોટ બાતમીના આધારે પોલીસ અહીં દોડી આવી હતી. અહીંથી હિંમતપુરા વિસ્તારના સાજીદ હુશેન ઘાંચી નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો.  બંદૂક કાઢી આપી હતી. આ શખ્સ પાસેથી રૂા. 5000ની 43 ઇંચની હાથ બનાવટની દેશી બંદૂક જપ્ત કરવામાં આવી હતી. તેણે આ અગ્નિશત્ર ક્યાંથી લીધું હતું તે બહાર આવ્યું નથી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd