• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ભુજમાં પોલીસ-આરોપીની પૂરપાટ ગાડીનાં ફિલ્મી દૃશ્યો

ભુજ, તા. 13 : ફિલ્મો અને મોટા શહેરોમાં આરોપીને ઝડપવા તેની કારની પાછળ પોલીસની ગાડી દોડતી હોવાનાં દૃશ્યો જેવો જ માહોલ આજે ભુજમાં સર્જાયો હતો. વાત જાણે એમ છે કે, આજે બપોરે એલ.સી.બી.ને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, ઇમ્તિયાઝ અબ્દુલ જુણેજા (રહે. રામનગરી, ભુજવાળો) તેની સ્વિફટ ગાડી નં. જી.જે.-12-ડી.એ.-1891વાળીથી વરનોરાથી ગૌમાંસ લઇને આવે છે અને પોતાના રહેણાક તરફ જશે. આથી એલ.સી.બી.ના કર્મચારીઓ પોતાની બે અલગ-અલગ ટીમ બનાવી વોચમાં હતા ત્યારે બાતમીવાળી ગાડીનો પીછો કરતા હતા. ઇમ્તિયાઝ સાથે અન્ય માણસો પણ બેઠેલા હતા. ઇમ્તિયાઝ અગાઉ ગૌમાંસના કેસમાં ઝડપાઇ ચૂક્યો હોવાથી તેમજ અવારનવાર તેના વાહનની તલાશી થતી હોવાથી એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ઓળખી જતાં તેણે પોલીસની ગાડી નં. જી.જે.-08-ડી.એમ.-8642ને  અથડાવી તેની ગાડી પૂરપાટ  દોડાવી  ભુજિયાની તળેટીથી આર.ટી.ઓ. સર્કલમાં રોંગસાઇડ બાજુ નાખી મિલીટરીના ગેટ સામે કેમ્પ એરિયા તરફ જતા રસ્તા પર ભગાડી, કેમ્પ પોલીસ ચોકીથી લાલ ટેકરી, કચ્છમિત્ર સર્કલથી ડીવાય.એસ.પી. બંગ્લોઝ સામેથી યુ-ટર્ન લઇ ફરી કચ્છમિત્ર સર્કલ પાસે આવી યુ-ટર્ન લઇ જ્યુબિલી સર્કલ તરફ દોડાવી હતી અને ભુજ ઇંગ્લિશ સ્કૂલ તરફ જઇ હોસ્પિટલ રોડ પર ગાડીચાલકને પોલીસે ફરી ઊભો રાખવા કહેતાં ચાલકે હે.કો. નવીનભાઇ જોશીની ગાડી નં. જી.જે.-12-એફ.સી. -6258વાળીને ટક્કર મારતાં ગાડી બંધ થઇ ગઇ હતી. જ્યારે એલ.સી.બી.ની અન્ય ગાડીએ પીછો ચાલુ રાખ્યો હતો. આ દરમ્યાન હોસ્પિટલ રોડ તથા કેમ્પ વિસ્તારમાં પાર્ક કરેલા તથા રસ્તામાં ચાલતાં વહાનોને નુકસાન કર્યા હતા. આરોપીઓ તેની ગાડી કેમ્પ એરિયામાંથી ફન એન્ડ ફૂડ હોટેલ થઇ આત્મારામ સર્કલ બાજુથી નજર ચૂકવી નાસી ગયા હતા. આમ ઇમ્તિયાઝએ પોતાની ધરપકડ ટાળવા પોતાની ગાડી પૂરપાટ દોડાવી એલ.સી.બી.ના હે.કો. શક્તિસિંહ ગઢવી અને નવીન જોશીની ગાડીને ટક્કર મારી એક લાખ અને 70 હજારનું નુકસાન કર્યાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. 

Panchang

dd