• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ભીમાસરની કંપનીમાંથી ચોરી અંગે ત્રણ શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 13 : અંજારના ભીમાસરમાં આવેલી કંપનીમાંથી થયેલી રૂા. 1,83,750ની ચોરી પ્રકરણમાં પોલીસે કંપનીમાં કામ કરતા કર્મચારી સહિત ત્રણ શખ્સને પકડી પાડી રૂા. 1,47,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભીમાસરની મેટનેર પ્રા. લિમિટેડ નામની કંપનીમાં ગત તા. 11-1ના છ વાગ્યાથી તા. 12-1 દરમ્યાન ચોરીનો આ બનાવ બન્યો હતો. આ કંપનીમાંથી રૂા. 1,83,750ના એલ્યુમિનિયમ ભંગારના 25 બોક્સની ચોરી થઇ હતી. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વરસામેડી ફાટકથી કાચા રસ્તે થઇ મેઘપર બાજુ જતાં બોલેરો ગાડી નંબર 5790માં ચોરીનો માલ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે આ વાહન રોકાવ્યું હતું અને તેમાંથી હાર્દિક પ્રકાશ હાંસકર તથા મહોમદ સલીમ ગુલાબશા ફકીરને પકડી પાડયો હતો. આ બંનેની પૂછપરછ કરાતાં કંપનીનો કામદાર  ઇન્દ્રકુમાર કનૈયા ઉપાધ્યાય તેમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું. આ કર્મચારીએ આ બંને શખ્સને ચોરી કરવા જણાવ્યું હતું અને બાદમાં કૃત્યને અંજામ અપાયો હતો. તેમની પાસેથી રૂા. 1,47,000ના 20 બંડલ તથા ગાડી તૈયાર નંબર જીજે-39-ટીએ-5790 જપ્ત કરવામાં આવી હતી. 

Panchang

dd