• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ભદ્રેશ્વરમાં પત્નીની હત્યા કરનારો પતિ ઝડપાયો

ભુજ, તા . 13 : મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ખાતે રહેતા દંપતી વચ્ચે કામધંધો કરવાની બાબતે થયેલા ડખામાં પત્નીની હત્યા કરવામાં આવી હતી, જેમાં આરોપી પતિને ઝડપી લેવામાં આવ્યો છે.  ભદ્રેશ્વરમાં રહેતા 55 વર્ષીય અભુ મામદ ગોધા અને તેમના પત્ની હવાબાઈ વચ્ચે રાત્રે અભુ કાંઈ કામધંધો કરતો ન હોઈ તે બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. ક્રોધમાં આવીને પતિએ પત્ની પર છરીના અનેક ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. દીકરી અલ્ફાનાએ  મુંદરા મરીન પોલીસમાં પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો.  આ બનાવમાં એલસીબીએ આરોપી અભુ મામદ ગોધાને રાવડી તળાવ પાસે આવેલી બાવળોની ઝાડીમાંથી પકડી આગળની કાર્યવાહી માટે મુંદરા મરીન પોલીસને સોંપ્યો છે.  

Panchang

dd