સસ્તાં સોનાં, એકના ડબલ-ત્રિપલમાં સપડાવી ઠગાઈનો ગુનાહિત ઈતિહાસ ધરાવતા આવા ઈસમોને એલસીબીએ
આજે કચેરીએ બોલાવ્યા હતા ત્યારે જ આરોપી રફીક
જુસબ સોઢા (રહે. રહીમનગર, ભુજ)ના મોબાઈલમાં સૂરજ પટેલનાં નામની
ખોટી ફેસબુક આઈ.ડી. હતી, જેમાં બજારભાવ કરતાં સસ્તાં સોનાંની
લોભામણી જાહેરાતો વહેતી કરી હતી. આથી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં
આવી છે.