• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ભુજમાં ધાણીપાસાનો જુગાર રમતા ત્રણ ખેલી પકડાયા : એક નાસ્યો

ભુજ, તા. 12 : શહેરમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા ત્રણ ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા, જ્યારે એક નાસી છૂટયો હતો. આજે બપોરે બી-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, શેખ ફળિયાની પાછળ તળાવ ફળિયામાં ઓટલા ઉપર જુગાર રમાઈ રહ્યો છે. પોલીસે દરોડો પાડતાં ધાણીપાસા વડે જુગાર રમતા આમદ મામદ ગગડા, સુલેમાન ઉર્ફે સલીમ અલીમામદ મેર અને હુસેનશા સુમારશા શેખડાડા (રહે. ત્રણે ભુજ)ને ઝડપી પાડયા હતા, જ્યારે શંકર વેલજીભાઈ આહીર નાસી છૂટયો હતો. દરોડા દરમ્યાન પોલીસે રોકડા રૂા. 16,090 તથા એક મોબાઈલ કિં. રૂા. પાંચ હજાર એમ કુલ રૂા. 21,090ના મુદ્દામાલ જપ્ત કરી ચારે તથા તપાસમાં જે નીકળી તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

Panchang

dd