ગાંધીધામ, તા. 12 : અંજાર
તાલુકાના ભીમાસરમાં દશેક મહિના અગાઉ એસ.ઓ.જી.એ દ્વારા રૂા. 21,219નું
હર્બલ ટોનિક ઝડપી પાડયું હતું. તેના આધારે અંજાર દબડા વિસ્તારમાં એક દુકાનમાંથી
રૂા. 53,118નું હર્બલ ટોનિક જપ્ત કરાયું હતું, જેમાં પૃથક્કરણ થઈને છેક
હવે આવતા આ પ્રકરણમાં ત્રણ શખ્સ સામે ગુનો નોંધાયો હતો. પૂર્વ કચ્છ એઁસ.ઓ.જીની
ટીમે ગત તા. 25/3/2025ના ભીમાસરમાં લાયબ્રેરી પાસે
આવેલી મોમાઈ કૃપા સ્ટોર નામની દુકાનમાં કાર્યવાહી કરી હતી. અહીં હર્બલ ટોનિક વેચતા
બાબુ હકુ કોળીની આ દુકાનમાંથી યુસીર અસાવાની 375 એમ.એલ.ની 41 બોટલ, ફૈથિક ઓરેન્જ હેન્ડરબની 110 એમ.એલ.ની
107 બોટલ
એમ કુલ રૂા. 21,219નો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બોટલો
તેણે અંજારના દબડા રોડ હરિકૃપા કોમ્પલેક્સ,
દુકાન નંબર-3 ચલાવતા જીવરાજ કરમણ ગઢવી પાસેથી
લીધી હોવાનું બહાર આવતાં પોલીસે જીવરાજ ગઢવીની દુકાનમાં કાર્યવાહી કરી હતી. અહીંથી
યુસિર અસાવા 375 એમ.એલ.ની 716 બોટલ, ફૈથિક ઓરેન્જ હેન્ડરબ 110 એમ.એલ.ની
50 બોટલ
તથા 400 એમ.એલ.ની 40 બોટલ જેના ઉપર યુરિસન તથા
મેન્યુફેકચરર લેજર ફાર્માસ્યુટિકલ કંપની ગ્રાઉન્ડ ફ્લોર સેક્ટર-1-એ પ્લોટ
નં. 96 ગાંધીધામ વગેરે લખાવાવાળી આ બોટલો એમ કુલ રૂા. 53,118નું
હર્બલ ટોનિક જપ્ત કરવામાં આવ્યું હતું. આ બોટલો પૃથક્કરણ અર્થે રાજકોટ ખાતે
મોકલવામાં આવી હતી. જે અંગે ત્રણેક વખત પત્ર લખ્યા અને બે વખત પોલીસે રૂબરૂ જઈને
અભિપ્રાય રિપોર્ટ બાકી હોવાનું રાજકોટની કચેરીને જણાવ્યા બાદ હાલમાં તેનો અભિપ્રાય
આવ્યો હતો અને આ બન્ને કાર્યવાહી દરમ્યાન જપ્ત કરાયેલ બોટલોમાં ઈથાઈલ આલ્કોહોલ, આઈસો પ્રોપઈન આલ્કોહલનું
પ્રમાણ હોવાનું બહાર આવ્યું હતું. જે-તે વખતે જીવરાજ ગઢવી, ભીમાસરના
બાબુ કોળીને માલ વેચતો હોવાનું અને પોતે કોડાયના કરશન ગઢવી નામના શખ્સ પાસેથી
બોટલો ખરીદતો હોવાનું બહાર આવતાં આજે આ ત્રણેય શખ્સ સામે એસ.ઓ.જી.એ ગુનો નોંધાવી
આગળની તપાસ હાથ ધરી છે.