ગાંધીધામ, તા. 12: આદિપુરના
વોર્ડ-3-એ વિસ્તારમાં એક કિશોરીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ
ગુજારવાના બનાવમાં શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આદિપુરમાં ગત તા. 9/1નાં આ
ચકચારી બનાવ બન્યો હતો. આરોપી નરેશ જેસંગ ઠાકોર નામના શખ્સે એક કિશોરીનો મોબાઈલમાં
સંપર્ક કરી વારંવાર ફોન કરી વાતચિત કરી વિશ્વાસમાં લીધી હતી. આ શખ્સે કિશોરીને
લલચાવી, ફોસલાવી
લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું. તેને જુદી-જુદી જગ્યાએ લઈ જઈ આ શખ્સે
દુષ્કર્મ ગુજાર્યો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.