• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

માધાપર : વાંદરા નહીં, ગાંડાના હાથમાં તલવાર

ભુજ, તા. 12: એક કહેવત છે... વાંદરાના હાથમાં તલવાર... પણ માધાપરમાં ગાંડાના હાથમાં તલવાર આવી જતાં માર્ગ વચ્ચે ગુમાવી શરૂ કરી કરતા લોકજોણું સાથે ભય ફેલાયો હતો. જો કે પોલીસે તેને ઝડપી લીધો હતો. બે દિવસ પહેલાં માધાપરના ગાંધી સર્કલ પાસે એક યુવાન હાથમાં તલવાર લઈ ગુમાવતો હતો અને માર્ગની વચ્ચો-વચ્ચે રાજાશાહી મુદ્રામાં બેસી તલવાર ખભે રાખી અને ઉચી કરી બોલ-બોલ કરતો હતો. આથી પસાર થતાં લોકો માટે આ લોકજોણું થયું હતું. સાથો-સાથ ભયનો પણ માહોલ સર્જાતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આ કામના શખ્સ પપ્પુ છગન કોળીને ઝડપી લીધો હતો. પપ્પુના માતા-પિતા ગુજરી જતાં તે એકલવાયુ જીવન જીવે છે અને તેની માનસિક સ્થિત બરાબર ન હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે તેને ઝડપી માફી મગાવી હતી. આ બનાવના વિડિયોએ વાયરલ થયા હતા.

Panchang

dd