ભુજ, તા. 16 : મુંદરા તાલુકાનાં લુણી ગામની
સીમમાં પાંજરાપોળની બાજુમાં કરંટ લાગવાનાં કારણે 38 વર્ષીય યુવાન કાસમ ઇલિયાસ લુહારનું મોત થતાં અરેરાટી ફેલાઇ હતી.
આ બાબતે મુંદરા મરીન પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ હાલે ગુંદાલા ગામમાં
રહેતા અને મૂળ નખત્રાણાના કોટડા (રોહા)ના યુવાન કાસમ ઇલિયાસ લુહાર આઇવાગાડી હાઇડ્રોલિક
કરેલી હાલતમાં રિવર્સમાં લેતા હતા, એ દરમ્યાન ઉપર 11 કે.વી.ની
જીવંત વીજલાઇન સાથે આઇવા અડી જતાં વીજકરંટનાં કારણે કાસમનું કરુણ મોત થતાં અરેરાટી
ફેલાઇ હતી. મુંદરા મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.