• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

નાના અંગિયાની સીમમાંથી વીજ તારની ચોરીના પ્રયાસમાં 90 હજારની નુકસાની

ભુજ, તા. 16 : નખત્રાણા તાલુકાના નાના અંગિયાની સીમમાં લાગેલા વીજ થાંભલા ઉપરથી વીજતાર ચોરવાના પ્રયાસમાં તારના ટુકડાઓ કરી 90 હજારની નુકસાની કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે નખત્રાણા પોલીસ મથકે સિક્યુરિટી કંપનીના સુપરવાઇઝરે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 15/12ના રાતે ત્રણ વાગ્યે સિક્યુરિટી ગાર્ડે ફોનથી જણાવ્યું કે, નાના અંગિયાની સીમમાં વીજપોલ પાસે અજાણી ગાડી આવી છે અને વીજપોલને નુકસાન પહોંચાડે છે. આથી સિક્યુરિટી ગાર્ડ ત્યાં જતાં વીજતાર પટમાં પડયા હતા, પરંતુ કોઇ હાજર ન હતા. આ વીજતારની ચોરીના પ્રયાસમાં આશરે 90 હજારની નુકસાની કર્યાની ફરિયાદ નોંધાવી છે. 

Panchang

dd