ગાંધીધામ, તા. 19 : 100 કલાકનાં અલ્ટિમેટમ બાદ પૂર્વ
કચ્છ પોલીસે આશ્ચર્યજનક તપાસ કર્યા બાદ આ કાર્યવાહીને અવિરત ચાલુ રાખી હતી, જેના કારણે અસામાજિક તત્ત્વો તથા ટ્રાફિકના
નિયમોનો ભંગ કરનારા શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો. પૂર્વ કચ્છ પોલીસે છેલ્લા બે-ત્રણ દિવસથી
સરખી દોડધામ આદરી છે. આજે કરેલી કાર્યવાહી દરમ્યાન જુદી જુદી જગ્યાએ 96 લિસ્ટેડ બુટલેગરની તપાસ કરવામાં
આવી હતી, જેમાં દારૂના 17 કેસ નોંધવામાં આવ્યા હતા તેમજ
નિલ દરોડા 56 કરવામાં આવ્યા હતા. 24 જાણીતા જુગારીની તપાસ કરવામાં
આવી હતી. 69 જેટલા શરીર, મિલકત સંબંધી ગુના આચરેલા શખ્સોની તલાશી લેવામાં
આવી હતી. ખંડણી માગનારા છ શખ્સની પણ તપાસ કરવામાં આવી હતી. 20 વાહન ડિટેઇન કરવામાં આવ્યાં
હતાં. સ્થળ ઉપર 57 લોકોને 21,200નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જુદા જુદા માર્ગો ઉપર 342 વાહનની તલાશી
લેવામાં આવી હતી. મકાન ભાડુઆત જાહેરનામા ભંગના બે કેસ કરાયા હતા. જી.પી. એક્ટ 135ના બે તથા એમ.વી. એક્ટ 185નો એક કેસ કરાયો હતો. 57 એમ.સી.આર.ની તપાસ કરાઇ હતી.
પાંચ હિસ્ટ્રીશીટરની તલાશી લેવાઇ હતી. 49 શકમંદ શખ્સને પણ તપાસવામાં આવ્યા હતા. 12 હોટેલ-ઢાબા તપાસવામાં આવ્યાં
હતાં. 68 એ અને બી રોલ ભરવામાં આવ્યા
હતા. આ આશ્ચર્યજનક તપાસ દરમ્યાન કુલ 665 જેટલા શખ્સની તલાશી લેવામાં આવી હતી. પોલીસની આવી કડક કાર્યવાહીના
પગલે અસામાજિક તત્ત્વો ભૂગર્ભમાં ઊતરી ગયાં હતાં.