• ગુરુવાર, 13 માર્ચ, 2025

વોંધમાં બાવળની ઝાડીમાંથી શરાબ ઝડપાયો

ગાંધીધામ, તા. 9 : ભચાઉના વોંધમાં બાવળની ઝાડીમાંથી પોલીસે રૂા. 12,943નો દારૂ શોધી કાઢયો હતો, પરંતુ આરોપી ગેરહાજર મળ્યો હતો. વોંધની મહારાષ્ટ્ર કોલોનીમાં રહેનાર અકબર ફકીરમામદ ખલીફાએ બાવળની ઝાડીમાં દારૂ સંતાડયો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી હતી અને ઝાડીમાં શોધખોળ કરી રોયલ સ્ટેગની 750 મિ.લિ.ની સાત તથા રોયલ ચેલેન્જર્સની 750 મિ.લિ.ની 12 એમ કુલ રૂા. 12,943નો શરાબ જપ્ત કર્યો હતો, પરંતુ અહીં અકબર હાજર મળ્યો નહોતો. તેને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd