• મંગળવાર, 18 ફેબ્રુઆરી, 2025

કોટડા (જ.)ની લૂંટના ત્રણે આરોપી ચાર દિ'ના રિમાન્ડ તળે

નખત્રાણા, તા. 25 : તાલુકાના કોટડા (જ.)માં ગત શનિવારે સોની નીલેશકુમાર બસ સ્ટેશન ખાતેની તેમની સોનાં-ચાંદીની દુકાન બંધ કરી સોનાં-ચાંદીના ઘરેણાના બે થેલા લઇ ઘેર જઇ રહ્યા હતા, દરમ્યાન, રસ્તામાં ત્રણ શખ્સે છરીની અણીએ લૂંટ ચલાવી એક થેલો ઝડપી નાસી ગયા હતા. દરમ્યાન, પોલીસ તંત્ર દ્વારા પકડાયેલા ત્રણેય બદમાશને આજે નખત્રાણા કોર્ટમાં રજૂ કરાતાં આ ત્રણે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. નખત્રાણાના પી.આઇ. એ. એમ. મકવાણાએ આરોપીઓ અબ્દુલા આમદ હિંગોરજા, નાલે મીઠા શકુર સમા અને મુસ્તાક પચાણ મલુક સમાને નખત્રાણાની કોર્ટમાં સાત દિવસની રિમાન્ડની માંગ સાથે રજૂ કરાયા હતા. મામલતદાર કચેરીએ ઓળખવિધિ-પંચનામું કરી બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. દરમ્યાનલૂંટ વખતે વાપરેલી છરી, પહેરેલાં કપડાં ગુનેગારોએ જ્યાં સંતાડયા હતા ત્યાંથી પોલીસે તેનો કબજો લીધો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd