• શનિવાર, 18 જુલાઈ, 2026

અવસાન નોંધ

ગાંધીધામ : ઉત્તમભાઈ જીવણભાઈ વિસરિયા (ઉ.વ. 62) તે સ્વ. ડેમાબાઈ જીવણભાઈ દેવજીભાઈના પુત્ર, ખીમીબેનના પતિ, અજયભાઇ, સવિતાબેન, કાંતાબેન, ભારતીબેન, સ્વ. ભરતના પિતા, દિનેશભાઇ, રમેશભાઈ (કેડીસીસી બેંક ગાંધીધામ), પંકજભાઈ, ગંગાબેન વેલજી ફફલ (આદિપુર), જમનાબેન પૂંજાભાઈ થારુ (સિનુગ્રા), પ્રકાશ, દિનેશ, સવિતાબેન, ગીતાબેનના મોટા ભાઈ, કાનજીભાઈ મુરજીભાઈ વિસરિયા (સિનુગ્રા), આસમલ દેવજી (આદિપુર), મેઘબાઈ નારણ થારુ, સુમલબેન લધુ સિજુ (નારાણપર)ના ભત્રીજા, સ્વ. ગોપાલભાઈ ધુઆ (પૂર્વ ધારાસભ્ય મુંદરા)ના જમાઈ, સ્વ ભાણજીભાઈ ધુઆ, સ્વ. બાલુભાઈ ધુઆ (અંજાર)ના ભાણેજ, માવજીભાઈ ધુઆ, નરાસિંહભાઇ ધુઆ, અતુલભાઈ ધુઆ, સ્વ. સુમારભાઈ ધુઆ, મોહનભાઇ ધુઆ, ધીરજભાઈ ધુઆ (અંજાર)ના બનેવી, લક્ષમણભાઇ પાતારિયા, ગાવિંદ ડુંગરખિયા, આનંદ ફફલ, રેખાબેન અજયભાઇ વિસરિયાના સસરા, રોશની, નંદની, કોમલ, જયેશ, અમન, હંશિકા, પ્રિયાંશી, પ્રાચી, હિતાંશીના મોટાબાપુ, સ્વ. મોહનભાઇ નિંઝાર (સપનાનગર), દેવજીભાઈ બળિયા (કોટડા ચકાર), દેવજીભાઈ વિસરિયા (અંજાર), નરેશભાઈ રોલા (ભુજ), પચાણભાઈ બળિયા (કોટડા ચકાર)ના સાઢુભાઈ, માનબાઈ, લીલાબેન, હંસાબેન, દક્ષાબેનના જેઠ, અંશુ, રિદ્ધિના દાદા, જિયા, શ્રેયા, અક્ષયા, સાજન, આરતી, હિતાક્ષીના નાના તા. 16-7-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થયેલ છે, લૌકિક વ્યવહાર નિવાસસ્થાન સેક્ટર 7, પ્લોટ નં. 224, સત્યા ટાવર, ગાંધીધામ ખાતે.

અંજાર : રાયમા કાસમ (ઉ.વ. 70) તે મ. ઉમર કેસર રવાણીના પુત્ર, મ. હાજી રમજાન, મ. ઇબ્રાહિમ ઉમરના ભાઇ, મ. ઇમ્તિયાઝ, દિલાવર, રફીક (ટીઆરબી), દિનમામદના પિતા, અસગર હાજી જાફરના સસરા, હાજી ઇલિયાસ, હાજી મામદ (પેટન), હાજી નૂરમામદ, અબ્દુલ, ફકીરમામદ, રજાક, અસગર, અ. હમજા (પ્લમ્બર), દિલાવરના કાકાઇ ભાઇ, અબ્દુલ, હનીફ, ઓસમાણ, ઇશા, અબ્બાસ, હસન, અલતાફ, અશરફ, સલીમ (પ્રમુખ આર.વાય.સી.), અખ્તર (એડવોકેટ), ઉમરના કાકા, મ. કાંયા હાલા (અંજાર)ના જમાઇ, તૌસિફ, અયાન, અફઝલ, આહિલ, ઇમ્તિયાઝના દાદા, સમીર (સામખિયાળી), જાવેદ (મોરગર)ના દાદાસસરા તા. 15-7-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 19-7-2026ના રવિવારે સવારે 10થી 11 ખત્રી સમાજવાડી, વૈકુંઠધામ, મેઘપર રોડ ખાતે.

નખત્રાણા (નવાનગર) : મૂળ સુજાપરના રતનબેન મુરા ખોખર (ઉ.વ. 85) તે રેમુ મુરા, દાદુ મુરાના માતા, વિશાલ, ગોવિંદ, રાજેશ, પ્રકાશના દાદી, ધનજી દેવજી જેપાર (ભુજ)ના સાસુ, પુના ભીમા જેપાર (સાભડા)ના ભાભી, હીરજી જેઠાના ફઇ, ખીમજી મગાભાઇ ગોરડિયા (નખત્રાણા)ના માસી, મનજી મીઠુ સંજોટ (નલિયા)ના બહેન તા. 16-7-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 20-6-2026ના સાંજે કોટ, તા. 21-7-2026ના પાણીઢોળ નિવાસસ્થાન નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ સાંધાણના ગં.સ્વ. સુશીલાબેન તે શાંતિલાલ ભવાનીશંકર ભટ્ટના પત્ની, સ્વ. દયાબેન વ્રજલાલ દવે (ગજોડ)ના પુત્રી, સ્વ. સવિતાબેન મયાશંકર ત્રિવેદી, સ્વ. જયસુખલાલ, સ્વ. ભૂપતરાય, સ્વ. ઘનશ્યામભાઈના મોટા ભાભી, ગજેન્દ્રભાઈ, નયનાબેન, સીમાબેન, ગીતાબેન (દીપા)ના માતા, જાગૃતિબેન, ગિરીશકુમાર આર. ત્રિવેદી, અતુલકુમાર એમ. પંડ્યા, ભાવેશકુમાર એ. દવેના સાસુ, હસ્ત, જીતના દાદી, પ્રતીક, કિશન, યોગ, અંકિતાના નાની, શિવાનીના નાનીજી, બાલમુકુંદભાઈ દવે, જનકરાય દવેના મોટા બહેન, સ્વ. રંજનબેન, હંસાબેનના નણંદ, સ્વ. જ્યોત્સ્નાબેન, ગં.સ્વ. દમયંતીબેન, સ્વ. જ્યોતિબેનના જેઠાણી તા. 16-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-7-2026ના શનિવારે સાંજે 4.30થી 5.30 નારાયણ વાડી, કચ્છમિત્ર સર્કલ પાસે, જી.ઈ.બી. ઓફિસ સામે, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ લખપતના ઉર્મિલાબેન હરીશભાઇ પુરોહિત (ઉ.વ. 78) તે સ્વ. હરીશભાઇ ભાનુશંકર પુરોહિતના પત્ની, પ્રકાશભાઇ (જી.ઇ.બી.), હેમંતભાઇ (આશાપુરા)ના માતા, મૌલિકાબેન, જેલમબેનના સાસુ, પલક, હર્ષ, શૌર્ય, બ્રિંદાના દાદી, સ્વ. કસ્તૂરબેન ગૌરીશંકર હર્ષના પુત્રી, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. મધુકાંત, સ્વ. ચંદ્રસેન હર્ષના બહેન, મનીષ, જયેશ, કલ્પનાબેન, મનોજભાઇ, ધર્મેન્દ્ર, શૈલેશ, આરતીબેનના ફઇ, સ્વ. મંજુલાબેન બચાણી, સુરેશભાઇ ભાનુશંકર પુરોહિત (લખપત), સ્વ. મહેશ ભાનુશંકર પુરોહિત, ગં.સ્વ. જ્યોતિબેન ભરતભાઇ પુરોહિત (ના. સરોવર)ના ભાભી, જેલમ, દિવ્યા, નિશા, ચિરાગના મોટા કાકી, ઉર્વીના મોટા સાસુ, દૈવય, માધવના મોટા દાદી તા. 15-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-7-2026ના શુક્રવારે સાંજે 4થી 5 ઔદિચ્ય બ્રહ્મસમાજ નારાયણ વાડી, નવી જી.ઇ.બી. ઓફિસ સામે, માધાપર ખાતે.

કુકમા (તા. ભુજ) : સૈયદા હાજરામા ઈસ્માઈલશાહ (ઉ.વ. 62)  તે સૈયદ અકબરશાના માતા, સૈયદ પીરશાહ આલમશાહ, સૈયદ આલીશાહ, સૈયદ કાસમશાહ સૈયદ ગુલાબશાહ (ખીરઇ)ના બહેન, સૈયદ હૈદરશાહ મામદશા (નવાગામ), સૈયદ સાલેશાહ આલીશાહ (ખીરઇ)ના સાસુ તા. 15-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-7-2026ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાને દાતાર પીર સોસાયટી, કુકમા ખાતે.

બળદિયા (તા. ભુજ) : જયાબેન (ઉ.વ. 53) તે ગં.સ્વ. પાર્વતીબેન મૂરજી સુથારના પુત્રી, સ્વ. લખમશી, રતિલાલ, અશ્વિન, સ્વ. સુંદરબેન રામજી સુથાર (કોટડા-જ.), કસ્તૂરબેન માવજી સુથાર (માધાપર), તુલસાબેન દિનેશ સુથાર (લુડવા), દમયંતીબેન હંસરાજ સુથાર (વિથોણ)ના બહેન, ગં.સ્વ. દમયંતીબેન, કમળાબેન, લક્ષાબેનના નણંદ, શિલ્પા, જયેશ, આરતી, કમલેશ, હેતલ, હેમાન્દ્રી, પૂજા, હેન્ની, દિયાનના ફઇ, દીપિકાબેન, હિનાબેનના ફઇજી, ઉમરશી શિવજી સુથારના ભત્રીજી, સ્વ. લાલજી જીવરામ, કાનજી જીવરામ (રસલિયા)ના ભાણેજી તા. 16-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-7-2026ના શનિવારે સવારે 9થી 5 આશાપુરા સત્સંગ હોલ, છતેડી રોડ, બળદિયા ખાતે.

લોડાઇ (તા. ભુજ) : મણકા હાજિયાણી આઇશાબાઇ ઓસમાણ (ઉ.વ. 95) તે મામદ ઓસમાણ, સિધીક ઓસમાણ, નૂરમામદ ઓસમાણ, મુશા ઓસમાણ, મ. હુશેન ઓસમાણના માતા, રહીમ, હસણ, રજાક, અબ્બાસ, ઓસમાણ, ચાંદના દાદી તા. 16-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-7-2026ના શનિવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન  લોડાઇ ખાતે.

બાગ (તા. માંડવી) : મોંગીબેન દેવજી નાગુ (ઉ.વ. 87) તે સ્વ. હીરબાઈ ઉકેડા નારણજી નાગુના પુત્રવધૂ, સ્વ. દેવજી ઉકેડા નાગુના પત્ની, રવિલાલ, હંસાબેન, ધનસુખલાલ, હીરાલાલના માતા, જયેશ, અર્જુન, અલ્પેશ, મેહુલ (કાનો), નિરાલી, અવની, અંજલિ, અલ્પા, મયુરી, બિંદિયાના દાદી, સ્વ. ભારતીબેન, મીનાબેન, સ્વ. પ્રભુલાલ બચુભાઈ મોતા (ભુજ), નીતાબેન, હેમલતાબેનના સાસુ, ભક્તિબેન, ભૂમિબેન, રિંકલબેનના દાદીસાસુ, વ્રજ, ગ્રંથાના પરદાદી, નીલેશ, આશિષ, ભક્તિના નાની, સ્વ. મીઠુભાઈ, સ્વ. શંકરજી, સ્વ. શિવજીભાઈ સ્વ. વેજબાઈ (મસ્કા), સ્વ. પૂરબાઈ (બિદડા), ગં.સ્વ. બચુબાઈ (બાગ)ના ભાભી, સ્વ. પાર્વતીબાઈ, ગં.સ્વ. પદ્માબાઈ, ગં.સ્વ. લક્ષ્મીબાઈના જેઠાણી, સતીશભાઈ, દામજીભાઈ, પ્રવીણભાઈ, અરાવિંદભાઈ, પ્રેમજીભાઈ (કાન), રમીલાબેન, વિમળાબેન, રાધાબેન, ગીતાબેન, મંજુલાબેન, નીતાબેન, મંજુલાબેન, વિજયાબેનના કાકી, સ્વ. મમીબાઈ રામજી રણછોડજી નાકરના પુત્રી, સ્વ. દામોદર, સ્વ. કલ્યાણજી, સ્વ. મોહનલાલ, સ્વ. મણિબાઈ, ગં.સ્વ. દેવકાબાઈ, ગં.સ્વ. લક્ષ્મીબાઈના બહેન, સ્વ. પ્રભુલાલ, સ્વ. હરિલાલ, મણિશંકર, ધીરજ, અશ્વિન, ધનસુખના ફઈ તા. 16-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 19-7-2026ના રવિવારે સાંજે 3.30થી 5 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : લીલાબેન પ્રહલાદ પોકાર (ઉ.વ. 62) તે પ્રહલાદ માવજી પોકારના પત્ની, હિરેન, ભાવના, અવનીના માતા, મિત્તલબેન, તુષાર (ભેરૈયા), હિરેન (પદમપુર)ના સાસુ, રમણીકભાઈના નાના ભાઈના પત્ની, પ્રેમિલાબેનના દેરાણી, રસીલાબેન (વિરાણી)ના ભાભી, હિતેષ, કિશોર, રશ્મિ, નયના, ઉષાના કાકી, કાશ્વી, હેત, તેજસ્વી, માનીતના દાદી, ધનજીભાઈ લાલજી માવાણી (મદનપુરા)ના પુત્રી તા. 15-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17-7-2026ના શુક્રવારે સવારે 8થી 12 ઉમિયાનગર લક્ષ્મીનારાયણ મંદિર સત્સંગ હોલ, ગઢશીશા ખાતે.

લાખાપર (તા. મુંદરા) : ડાયા હરશી સુરગી (ઉ.વ. 67) તે નેણબાઇના પતિ, સ્વ. ગોરબાઇ સામજીના જમાઇ, વાલજી દેવજી ભચુના ફુવા, સ્વ. સામજી મૂરજી પાતારિયા (દેશલપર)ના જમાઇ, વેરશી શામજી પાતારિયાના બનેવી, ખેતબાઇ, પ્રેમિલાબેન, ગાંગજી, નરેશના પિતા, સ્વ. નરભેરામ રાયશી ફફલ (નારાણપર), હંસાબેન, હીરબાઇના સસરા, યોગેશ, પૂજા, હેતલ, અજય, અંકિતાના દાદા, હિરેન, આરતી, ખુશિયાના નાના તા. 16-7-2026ના અવસાન પામ્યા છે. ધર્મક્રિયા તા. 19-7-2026ના ઘડાઢોળ અને તા. 20-7-2026ના બારસી દિયાડો નિવાસસ્થાન લાખાપર ખાતે.

નલિયા (તા. અબડાસા) : મધુબેન યોગેશભાઈ ઠક્કર (ઉ.વ. 55) તે યોગેશભાઈ શંકરભાઈ ઠક્કરના પત્ની, સ્વ. મધુબેન શંકરભાઈના પુત્રવધૂ, ગં.સ્વ. રૂક્ષ્મણિબેન વિઠ્ઠલદાસ કતિરાના પુત્રી, આનંદ, કૃણાલના માતા, પ્રતાપભાઈ (મુંબઈ), શોભનાબેન (માધાપર), સ્વ. અનુસૂયાબેન (ભુજ), સ્વ. હરેશભાઈ (નલિયા)ના બહેન, આશાબેન, ગં.સ્વ. ગીતાબેનના નણંદ, નેહા, ધવલ, બંદિશ, રિંકલના ફઈ તા. 15-7-2026ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા તા. 17-7-2026ના શુક્રવારે સાંજે 4થી 5 નાનજી સુંદરજી સેજપાલ લોહાણા સમાજવાડી, નલિયા ખાતે. (લૌકિક વ્યહવાર રાખેલ નથી)

રાજકોટ : મૂળ જેતપુરના સોરઠિયા બ્રહ્મક્ષત્રિય ગં.સ્વ. મંજુલાબેન મોતીલાલ પડિયા (ઉ.વ. 77) તે સ્વ. મોતીલાલ મોહનલાલ પડિયાના પત્ની, સ્વ. ભારતી મોતીલાલ પડિયા, સરોજબેન ભરતકુમાર વાઢેર, મીતાબેન ભાવેશભાઇ મેર, હિમાંશુ મોતીલાલ પડિયા, ઉર્વશીબેન પીયૂષકુમાર છાટબારના માતા, સ્વ. ગંગારામ ગોપાલજી જોગી (જેતપુર)ના પુત્રી, કીર્તિકુમાર ગંગારામ જોગી, જસુમતીબેન લલિતકુમાર મણિયારના મોટા બહેન તા. 15-7-2026ના અવસાન પામ્યા છે. 

Panchang

dd