ગાંધીધામ, તા. 16 : રાપરના ટીંડલવા પોષડેડા પ્રકરણમાં
એક શખ્સનું નામ પોલીસ તપાસ દરમ્યાન બહાર આવ્યા બાદ શખ્સે જામીન ઉપર છૂટવા અરજી કરતાં
તેને નિયમિત જામીન પર મુક્ત કરાયો હતો. રાપરના ટીંડલવા નજીકથી પોલીસે વર્ષ 2024માં મનજી રવજી ગોહિલને રૂા.1,20,465ના પોષડેડા સાથે પકડી પાડયો
હતો. જેમાં આ મુદ્દામાલ શેરસિંહ મહાદાનસિંહ પઢિયાર આપી ગયાનું બહાર આવ્યું હતું. આ
પ્રકરણમાં કૈલાશદાન પીરદાન રાવ (બારોટ)નું નામ બહાર આવતાં પોલીસે તેની પણ અટક કરી હતી
અને તપાસ પૂર્ણ થતાં આ કેસમાં ગાંધીધામની એનડીપીએસ વિશેષ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં
આવી હતી. બાદમાં કૈલાશદાને જામીન પર છૂટવા અરજી કરી હતી. જેમાં બંને પક્ષોને સાંભળ્યા બાદ ન્યાયાધીશે તેની અરજી
માન્ય રાખી નિયમિત જામીન પર મુકત કરવાનો આદેશ આપ્યો હતે. જામીન અરજી કરનારના વકીલ તરીકે
ધારાશાત્રી હિતેન્દ્રસિંહ બી. વાઘેલા, જિતેન્દ્રસિંહ એન. વાઘેલા, નરેન્દ્રસિંહ બી. જાડેજા,
અશ્વિન આર. ઢીલા, કલ્પેશ એન. વાણિયા, હરપાલસિંહ કે. જાડેજા હાજર રહ્યા હતા.