નવી
દિલ્હી, તા.
13 (એજન્સીસ) : કેન્દ્ર સરકારે આજે સોના અને ચાંદી
ઉપરની આયાત ડયૂટીને વધારીને કુલ 15 ટકા
કરી છે. અગાઉ આ શુલ્ક છ ટકા હતો, આમ સરકારે એક જ નિર્ણયમાં નવ ટકાનો મોટો વધારો સોનાની આયાત
ડયૂટીમાં કર્યો છે. દરમ્યાન આ પગલાંની અસરરૂપે બુધવારે સોનાના ભાવમાં 10 ગ્રામે રૂા. 9 હજાર અને ચાંદીની કિંમતમાં રૂા. 22 હજારનો ઉછાળો આવ્યો હતો. નવી વ્યવસ્થા મુજબ
10 ટકા મૂળ કસ્ટમ્સ ડયૂટી અને પાંચ ટકા કૃષિ આધારભૂત
વિકાસ ઉપર લાદવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે, વધતી સોનાની આયાતના કારણે દેશનાં
વિદેશી ચલણ ભંડાર પર દબાણ વધી રહ્યું હતું અને વેપાર ખાધ પણ વધતી હતી, તેથી આ પગલું લેવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ દેશના ઝવેરી બજારમાં સોનાના
ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. વેપારીઓના જણાવ્યા અનુસાર હવે સોનાના દાગીના,
સિક્કા અને અન્ય આભૂષણો વધુ મોંઘાં બનશે, જેના
કારણે લગ્ન અને તહેવારોની સિઝનમાં ખરીદી પર અસર પડી શકે છે. બીજી તરફ, સરકારને આશા છે કે ઊંચી ઈમ્પોર્ટ ડયૂટીના કારણે સોનાની આયાત ઘટશે અને રૂપિયાને
થોડી મજબૂતી મળશે. જાણકારોનું એમ પણ કહેવું
છે કે, વેરા વધારવાના નિર્ણયથી સોનાની દાણચોરી વધવાની ભીતિ છે. આર્થિક નિષ્ણાતોનું
કહેવું છે કે, ભારત વિશ્વના સૌથી મોટા સોના વપરાશકર્તા દેશોમાંનો
એક હોવાથી સોનાની આયાત દેશના કુલ આયાત ખર્ચમાં મોટો હિસ્સો ધરાવે છે. છેલ્લા નાણાકીય
વર્ષ દરમિયાન દેશની સોનાની આયાત અંદાજે 72 અબજ ડોલર સુધી પહોંચી હતી, જે અગાઉની સરખામણીએ 24 ટકા વધુ હતી. વધતા આયાત ખર્ચને કારણે સરકારે
હવે કડક પગલાં લઈને અનાવશ્યક આયાત ઘટાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે. કેન્દ્ર સરકારે વધતી
વેપાર ખાધને કાબૂમાં લેવા,
વિદેશી ચલણની બચત કરવા અને અનાવશ્યક આયાત ઘટાડવાના હેતુથી આ પગલું ભર્યું
હોવાનું માનવામાં આવે છે. સરકારના આ નિર્ણય બાદ દેશના ઝવેરી બજારમાં તરત જ અસર જોવા
મળી હતી અને વેપારીઓમાં ચિંતા સાથે ચર્ચાનો માહોલ સર્જાયો હતો. વિશ્વના સૌથી મોટા સોના
ગ્રાહક દેશોમાં ભારતનું સ્થાન હોવાથી દેશની કુલ આયાતમાં સોનાનો મોટો હિસ્સો રહે છે.
ખાસ કરીને તહેવારો, લગ્ન પ્રસંગો અને રોકાણ તરીકે સોનાની માંગ
સતત ઊંચી રહેતી હોવાથી આયાતમાં વધારો થાય છે. સરકારનું માનવું છે કે, વધતી સોનાની આયાતના કારણે વેપાર ખાધ પર દબાણ વધે છે અને રૂપિયાની કિંમત પર
પણ અસર પડે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આયાત શુલ્કમાં વધારો કરવામાં આવ્યો છે,
જેથી સોનાની માંગ થોડા પ્રમાણમાં ઘટે અને દેશમાંથી વિદેશી ચલણનો બહાર
જતો પ્રવાહ નિયંત્રિત રહી શકે. અહીં એ નોંધવું પડે કે, 2024ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતરામને આયાત-જકાત
15 ટકાથી ઘટાડીને છ ટકા કરી હતી.