• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

ભારત કેનેડા વ્યાપાર વિકાસ સમિતિના અધ્યક્ષ સ્થાને કચ્છી હેમંત શાહ નિમાયા

ભુજ, તા. 29 : કેનેડા અને ભારત વચ્ચે સુધરતા સંબંધોની વચ્ચે, આર્થિક સંબંધોને મજબૂત બનાવવા અને સરકારી પહેલોને પૂરક બનાવવો માટે કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ, ટોરોન્ટોએ કેનેડામાં તેના ચેપ્ટર્સ સાથે મળીને એક સમર્પિત ભારત વેપાર વિકાસ સમિતિની રચના કરી છે. આ ટ્રેડ કમિટીના ચેર તરીકે નિમણૂક સાથે મૂળ કચ્છના અબડાસા તાલુકાના વતની અને વ્યવસાય અર્થે કેનેડા સ્થાયી હેમંત એમ. શાહ કેનેડાના વિનિપેગથી નેતૃત્વ સંભાળશે. મેનિટોબા-ભારત વ્યાપારમાં પાંચ દાયકાથી વધુ સમયથી જોડાયેલા શ્રી શાહ કૃષિ નિકાસ (અનાજ), ખાણકામ સાધનો, ઉડ્ડયન (કોર્પોરેટ વિમાન), મશીનરી અને પાઇલટ તાલીમ સહિતનાં ક્ષેત્રોમાં અનુભવ  ધરાવે છે. વૈશ્વિક પ્રવાસી એવા શ્રી શાહે ભારત અને ઉપખંડની અનેક મુલાકાતો કરી છે, જેના કારણે તેઓ વિનિપેગ, કેનેડાના `િમસ્ટર ઇન્ડિયા' ઉપનામ મળ્યું છે. વ્યાપારી સમુદાયો અને સરકારો તરફથી તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરાયા છે અને હવે તેમની ટીમ દ્વારા બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપારની તકોને વધારવા માટે સરકારી અધિકારીઓ અને ખાનગી ક્ષેત્ર સાથે સહયોગ કરવા કટિબદ્ધતા વ્યક્ત કરાઇ છે. 

Panchang

dd