• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

ભચાઉમાં શખ્સ સામે નાણાં ધિરધાર તળે ફરિયાદ

ગાંધીધામ, તા. 29 : ભચાઉના ટાટાનગરમાં રહેતા એક યુવાનને વ્યાજે પૈસા આપી, કાર ગિરો રાખી બાદમાં ધમકીઓ આપતા શખ્સ સામે ગુનો દર્જ થયો હતો. ભચાઉના ટાટાનગરમાં રહેતા અને હેર કટિંગની દુકાન ચલાવતા ફરિયાદી વિજયકુમાર રમેશકુમાર રાઠોડ (વાળંદ)નાં મકાનની છત પડી જતાં તે રિપેરિંગ માટે પૈસાની જરૂરિયાત જતી થઇ હતી, તેણે પોતાના ઓળખીતા દિલીપગર સતુગર ગુંસાઇને વાત કરતાં તેણે  કાંઇ ગિરો મૂકવાનું કહ્યું હતું અને કાર નંબર જીજે-12-ડી-એસ 3556 ગિરો રાખી હતી. કારના ચાર હપ્તા આરોપીએ ભર્યા હતા અને બાદમાં રૂા. 1,28,000ના રૂા. 5000 દર મહિને ફરિયાદી પાસેથી મેળવ્યો હતો. ફરિયાદીએ ત્રણ વર્ષમાં રૂા. 1,80,000 ભરી નાખ્યા હોવાનું પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું. બાદમાં તેની પાસે પૈસાની સગવડ ન થતાં ભરી શકતો નહોતો. દરમ્યાન આ આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદીએ તેની સામે ગુનો દર્જ કરાવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી દિલીપગરને પકડી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd