• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

અનેક ઘરેલુ ઉડાનો બંધ થવાની અણીએ

નવી દિલ્હી, તા. 29 : મધ્ય-પૂર્વ યુદ્ધનાં કારણે દેશની એરલાઇન્સ મુશ્કેલીમાં છે, એરઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઇસ જેટ જેવી મોટી કંપનીઓનાં સંગઠન ફેડરેશન ઓફ ઈન્ડિયન એરલાઇન્સ (એફઆઇએ)એ એટીએફ મોંઘાં થવાથી ખર્ચ 20 ટકા વધી ગયો છે. ઘરેલુ એરલાઇન્સનાં કામકાજ જારી રાખવા મુશ્કેલ છે. હાલત એટલી ખરાબ થઇ ગઇ છે કે, કંપનીઓ પોતાના વિમાનોને ઊભાં રાખી દેવાની અણીએ પહોંચી ગઇ છે. એફઆઇએ દ્વારા સરકારને એકસાઇઝ ડયૂટી અને વેટ ઘટાડવાની માંગ કરાઇ છે, જેથી ઉડ્ડયન ક્ષેત્ર ખોટની ભરપાઇ કરી શકે. અમેરિકા અને ઇરાન વચ્ચે જારી યુદ્ધનાં કારણે ક્રૂડતેલની કિંમતો 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધી 45.5 ટકા વધી ગઇ છે. જો કે, સરકારે ઘરેલુ ઉડાનો માટે એટીએફ કિંમતોમાં વધારા માટે 25 ટકાની સીમા બાંધી છે. એફઆઇએના જણાવ્યાનુસાર એરલાઇન્સ નેટવર્ક આર્થિક રીતે અસ્થિર થઇ ગયું છે. ફેડરેશને એટીએફ પર લાગુ 11 ટકા એકસાઇઝ ડયૂટી હટાવવા, મુખ્ય રાજ્યોમાં ઇંધણ પરનો વેટ ઘટાડવા સહિતની માંગ સરકારને કરી છે. સંગઠને એવી ચેતવણી આપી છે કે, આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ઉડાનોની સંખ્યા ઘટાડવી પડશે, જેની સીધી અસર યાત્રીઓ પર પડશે. 

Panchang

dd