• રવિવાર, 09 નવેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ અંજારના લક્ષાબેન શેઠિયા (ઉ.વ. 63) તે પ્રવીણભાઈ વેલજી શેઠિયાના પત્ની, નીરજ પ્રવીણભાઈ (આચાર્ય શેઠ જે.પી. એન્ડ એલ.એસ. હાઇસ્કૂલ-કેરા)ના માતા, સ્વ. વેલજી ગાંગજી  (અંજાર)ના પુત્રવધૂ, સ્વ. ભગવાનજી હીરજી મજેઠિયા (માંડવી)ના પુત્રી, સ્વ. બેચરદાસભાઈ, સ્વ. કરસનદાસભાઈ, પરસોત્તમભાઈ (અમદાવાદ)ના નાના ભાઈના પત્ની, જયંતીભાઈ, સ્વ. બચુબેન શિવજીભાઈ ઠક્કર (અંજાર), ગં.સ્વ. લીલાવંતીબેન મોતીરામભાઈ પરબિયા (અંજાર), પ્રભાવંતીબેન મહેન્દ્રભાઈ મજેઠિયા (ગાંધીધામ), દમયંતીબેન કાંતિલાલ આથા (ગાંધીધામ)ના ભાભી, સ્વ. નવીનભાઈ (મુંબઈ), સ્વ. વિજયભાઈ, સ્વ. ધવલભાઈ, વિમલભાઈ, સ્વ. જયાબેન કનકાસિંહભાઈ સોમૈયા (ભુજ), સ્વ. પ્રેમીલાબેન જયંતીભાઈ કોટવાલ (ભુજ), ગં.સ્વ. ભારતીબેન મનહરલાલ કોટવાલ (ભુજ), સ્વ. પ્રતિમાબેન મહેશભાઈ તન્ના (માંડવી), દીપ્તિબેન મુકેશભાઈ ભગદે (મુંદરા)ના બહેન તા. 8-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-11-2025ના સોમવારે સાંજે 4:30થી 5:30 લોહાણા મહાજનવાડી (રૂખાણા હોલ) વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે. 

ભુજ : (કાયસ્થ) મહેતા મનહરલાલ કનૈયાલાલ પ્રણશંકર (ઉ.વ. 79) (માજી હેડ ક્લાર્ક ડિસ્ટ્રીક્ટ કોર્ટ, એડવોકેટ ડિસ્ટ્રીક્ટ કોર્ટ-ભુજ) તે સ્વ. ઉષાબેનના પતિ, રૂપેશ (અમેરિકા), હેમા (કલ્યાણ), બીના (અમેરિકા)ના પિતા, જનક (મુંબઇ), સ્વ. જ્યોતિ, દીપક (એસ.ટી.)ના મોટા ભાઇ, મનીલા, કોકીલાના જેઠ, સ્વ. દિનકરરાયના મોટા સાળા, સંજય, પંકજ, સપનાના સસરા, સ્વ. રંજનબેન વલ્લભભાઇ (જામનગર)ના જમાઇ, હરેશ, સ્વ. હર્ષિતાના બનેવી, મેહુલ, રાહુલના મામા, વિવેક, મેઘના, ભૂષણ, ડીમ્પલના કાકા, શિવાય, સિયાના દાદા, ભાર્ગવ, પ્રિશા, વાણી, વિષ્ણુના નાના, જ્યોતિબેન હરેશભાઇ ઠક્કરના વેવાઇ તા. 7-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-11-2025ના રવિવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ભુજ : જદુરાઇ ફાતિમાબેન ફકીરમામદ  (ઉ.વ. 85) તે મ. જદુરાઇ ઉમરના માતા, સમેજા ઉસ્માનના બહેન, મ. સમેજા અલ્તાફ, સમીર, વસીમના ફઇ તા. 8-11-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 9-11-2025 અને 10-11-2025 સુધી નિવાસસ્થાન, તુરિયા ફળિયા, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ સંઘડના રમેશ આચાર્ય (ઉ.વ. 64) તે સ્વ. કેશવલાલ લધારામ આચાર્યના પુત્ર, પ્રીતિબેનના પતિ, હાર્દિકના પિતા, પર્વના દાદા, હિરલના સસરા, સુરેશભાઈ, કીર્તિભાઈ, મુકેશભાઈ, સ્વ. રંજન રસિકલાલ છત્રે, મંજુલા અમૃતલાલ રાસ્તે (અજાપર), અંજના અવનિંદ્ર અંતાણી (ભુજ), ભાવના હરેન વૈદ્ય (ભુજ)ના ભાઈ તથા સ્વ. કાંતિલાલ લધારામ આચાર્ય (સંઘડ)ના ભત્રીજા, બિપિન, નીતિન, જગદીશ કાંતિલાલ આચાર્ય, દક્ષા સંજયભાઈ વ્યાસ (ભુજ)ના કાકાઇ ભાઈ, કાંતિલાલભાઈ નાનજીભાઈ જોશી (ગઢશીશા)ના જમાઈ, હિરેન કાંતિલાલભાઇ જોશી, મંજુલાબેન ગિરીશકુમાર ઓઝા (લુડવા), ભારતીબેન રાજેન્દ્ર આચાર્ય (મુંબઈ)ના બનેવી, નિશાંત, ભાવિક, જીત, પાર્થ, નિધિ પ્રશાંતકુમાર ભટ્ટ (સિનુગ્રા), રાહીલના કાકા, જલધિ, વંશી, વિદિતના દાદા તા. 7-11-2025ના આવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બંને પક્ષની તા. 10-11-2025ના સોમવારે સાંજે 4થી 5 ઝૂલેલાલ મંદિર પ્રાર્થનાસભા હોલ, શિવ ટોકિઝની બાજુમાં, ગાંધીધામ ખાતે. 

આદિપુર : મૂળ ખંભરાના જીવાબેન ખોખર (ઉ.વ. 85) તે સ્વ. કાંયાભાઈ કમાભાઈ ખોખરના પત્ની, સ્વ. મેઘજીભાઈ, હરજીભાઈ, લીલુબેન, ડાઈબેનના માતા, શાંતાબેન, સાવિત્રીબેન, વાલજીભાઈ મૂરજી સીજુના સાસુ, ભાણજીભાઈ હમીર, વાલજીભાઈ હમીર, આસા નથુ, વિરા નથુ, સુમાર નથુ, કેસા નથુના કાકી, સ્વ.ખીમજીભાઈ વરજાંગ, ભોજાભાઈ, વિશ્રામભાઈ, બાબુ કાનજીભાઈના મોટી બા, દિનેશ, કિશન, રાજેશ, મહેન્દ્ર, મંજુલાબેન દેવજી લઉઆ, જમનાબેન સન્ની, વનિતાબેન મહેશ સીજુના દાદી, સ્વ. વાલજીભાઈ, સ્વ. આત્મારામભાઈ, સ્વ. બાલારામભાઈ, સ્વ. વિરમભાઈ બોખાણી, નામાબેન વિશ્રામભાઈ ખરેટ, ખીમીબેન લધુભાઈ બુચિયાના બહેન, દૃષ્ટિ, પાર્થના પરદાદી, નીતાબેન, દિનેશભાઇ, દર્શનાબેન, રાજેશભાઈ, લતાબેન, મહેન્દ્રભાઈના દાદીસાસુ તા. 8-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ દિયાડો તા. 10-11-2025ના આગરી તથા (પાણીઆરો) તા. 11-11-2025ના નિવાસસ્થાન, ગુરુકૃપા સોસાયટી, આદિપુર ખાતે.  

અંજાર : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ દીપકભાઇ પંડયા  (ઉ.વ. 67) તે સ્વ. તારાબેન મોહનલાલ પંડયાના પુત્ર, પ્રીતિબેનના પતિ, સ્વ. શારદાબેન વાસુદેવભાઈ જોશી (સંબલપુર)ના જમાઈ, યજ્ઞેશ, તુષારના પિતા, તૃપ્તિબેન, છાયાબેનના સસરા, વિનિશા, દીતિના દાદા, સ્વ. નટવરલાલ ભગવાનલાલ પંડયા, ચંદ્રકાંતભાઈ ભગવાનલાલના ભત્રીજા, ભરતભાઈ, ઉપેન્દ્રભાઈ, આશાબેન હર્ષદભાઈ જોશી (ગળપાદર), સ્વ. પ્રકાશ, સ્વ. પરેશના ભાઈ, પ્રભુતાબેન કિશોરભાઈ જોશી (બરગડ), નીતાબેન દીપકભાઈ ભટ્ટ (કોલકાતા), ગં.સ્વ. હીનાબેન અરાવિંદભાઈ જોશી (ભચાઉ), કમલેશભાઈ (અંજાર), દીપેશભાઈ (સંબલપુર)ના બનેવી તા. 7-11-25ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-11-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 ઔદિચ્ય બ્રહ્મ સમાજવાડી, ટીંબી કોઠા, અંજાર ખાતે.

વરસામેડી (તા. અંજાર) : કચ્છી લોહાણા ભાનુમતીબેન તે ભવાનજી કેશવજી સોનેતા (ઠક્કર) (મુલુંડ)ના પત્ની, અંજારવાલા લાલજી ત્રિકમજી ભમરિયાના બહેન, રમેશચંદ્ર, સ્વ. વસંત, મધુસૂદન, વિજયકુમાર (ટાઇગરભાઇ) સ્વ. ઉમેશ તથા લીનાના માતા, નયના, પ્રતિમા, લતાના સાસુ, નીવા, રાજીવ, સ્વ. ચિરાગ, રોનક, પૂજા જગદીશ પટેલ, કિંજલ ધવલ કતીરા, અંકિતા રૂચિત બોરિચા, રોશની જયજીત મુખર્જીના દાદી, દેવાશના મોટા દાદી, દેવેશ, હિત, ક્રિવા, જિયાનના મોટા નાની તા. 6-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-11-2025 રવિવારે 5થી 7, ગોપૂરમ હોલ, ડો. આર.પી. રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઇ. (લૌકિક વ્યવહાર બંધ છે.) મો. 99209 40691.

દુર્ગાપુર (તા. માંડવી) : શશીકાન્ત હિરાલાલ ભટ્ટ  (સુરાણી) (ઉ.વ. 57) તે ગં.સ્વ. ધીરૂબેન હિરાલાલ ભટ્ટના પુત્ર, ભાનુબેનના પતિ, સ્વ. પ્રવીણચંદ્ર હિરાલાલ, રમેશચંદ્ર હિરાલાલના ભાઇ, રાધિકાના સસરા, નકુલ, નીતા, સોનલ, ધારાના પિતા, ગં.સ્વ. ભાવનાબેન, કુસુમબેનના દિયર તા. 7-11-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 10-11-2025ના સોમવારે બપોરે 3થી 5 ગંગેશ્વર મહાદેવ મંદિર, દુર્ગાપુર ખાતે.

બિદડા (તા. માંડવી) : રસીલાબેન પોકાર (ઉ.વ. 53) તે હિરાલાલ ધનજી પોકારના પત્ની, લક્ષ્મીબેન ધનજી પોકારના પુત્રવધૂ, દેવકાબેન મગનલાલના દેરાણી, દિવ્યા, સીમા, દીપક, ભૂમિના માતા, નવીન, સચિન, ચંદાબેનના કાકી, સેંઘાણી કરશન કાનજી (રાયણ)ના પુત્રી, સુરેશ, ભગવાનજી, પ્રભાબેન, રેખાબેનના બહેન, દમયંતીબેન, ભાવનાબેન, રસીલાબેનના ભાભી તા. 8-11-2025ના અવસાન પામ્યા છે.  બેસણું તા. 9-11-2025 રવિવારે 8થી 11 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, બિદડા ખાતે.

ભુજપુર (તા. મુંદરા) :  જોષી ભવાનીશંકર કાકુ ભરાડા  (ઉ.વ. 76) તે સ્વ. કાકુભાઈના પુત્ર, સ્વ. ગિરીશભાઈ, લધાભાઈના ભાઈ, વિમળાબેનના પતિ, પ્રકાશ, રાજેશભાઈના પિતા, સચિનના મોટા બાપા તા. 8-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા-બેસણું તા. 10-11-2025ના સવારે 10થી સાંજે પ, ઉત્તરક્રિયા બારમું તા. 19-11-2025ના ભક્તિનગર-ભુજપુર નિવાસસ્થાને.

ભુજપુર (તા. મુંદરા) : શાંતિલાલ ગોવિંદ જબુઆણી (ઉ.વ. 61) તે ઊર્મિલાબેનના પતિ, માવજી પેથા પોકાર (માધાપર)ના જમાઇ, સ્વ. કાંતિલાલ, રતનબેન, લીલાબેન, શાંતાબેન, મંજુબેન, શારદાબેન, રસીલાબેનના ભાઇ, નરેન્દ્ર, જયેશ, જિજ્ઞાબેન, વૈશાલીબેન, મનીષા, જયશ્રીના પિતા, કોમલબેન, હેમલબેનના સસરા, દેવમ, સાચી, જયમના દાદા, દીપકના કાકા, પ્રવીણાબેનના કાકાજી તા. 7-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9, તા. 10-11-2025 (બે દિવસ) સવારે 9થી 11:30, બપોરે 3થી 5 નિવાસસ્થાન, નંબર વિસ્તાર, ભુજપુર ખાતે.

કલ્યાણપર (તા. નખત્રાણા) : મણિબેન દાનાભાઇ ભીમાણી (ઉ.વ. 77) તે સ્વ. દાનાભાઇ નથુભાઇ ભીમાણીના પત્ની, કાંતિભાઇ, રેખાબેન (પલીવાડ), નાનાલાલભાઇ (શિવમ માર્કેટિંગ-ભુજ), અશોકભાઈ (મુંબઇ)ના માતા, નિર્મલાબેન, ગીતાબેન, વર્ષાબેન, હરેશભાઇના સાસુ, રાજભાઇ, બિંદિયા, ભાવિકા, રશ્મિ, નિકિતા, દૃષ્ટિ, વેદી, હર્ષિના દાદી, પોકાર નારણ હંસરાજ (ખીરસરા)ના પુત્રી તા. 7-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-11-2025ના રવિવારે સવારે 8:30થી 11:30 તથા બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી કલ્યાણપર ખાતે.

દેવપર યક્ષ (તા. નખત્રાણા) : મૂળ ધનસુરાના ગં.સ્વ. જયશ્રીબેન બાબુભાઇ ભટ્ટી (વાળંદ) (ઉ.વ. 67) તે બાબુભાઇના પત્ની, સ્વ. કાકુભાઇ, ઉકાભાઇ, બાબુભાઇ, મૂળજીભાઇ તથા વિરમભાઇ મગનભાઇના પુત્રવધૂ, કાનજીભાઇ રમેશભાઇ, મંજુલાબેન, રમીલાબેનના માતા, સ્વ. જેન્તીભાઇ, સ્વ. ભીખાભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, દિલીપભાઈ, વાલજીભાઈ, મૂલાબેન, પાર્વતીબેનના ભાભી, જયાબેન, જ્યોત્સનાબેન, નર્મદાબેન, ઉષાબેન, ગીતાબેનના જેઠાણી, સુરેશભાઇ, જેન્તીભાઇ, કિંજલબેન, પુષ્પાબેનના સાસુ, અંજલિ, મહેક, વિરના દાદી તથા નિરાલી, સાગર, પ્રિયા, દેવના નાની, સ્વ. હિરજીભાઇ ભાણજીભાઇ (બાલાચોડ મોટી)ના પુત્રી, સ્વ. રાજેશભાઇ, સ્વ. અર્જુનભાઇ, સ્વ. ઇશ્વરભાઇ, સ્વ. જેઠાલાલ, ભીમજીભાઇ, કાન્તાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. દેવકાબેન, સ્વ. મુલબાઇના નાના બહેન તા. 8-11-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની સાદડી તા. 10-11-2025ના સોમવારના બપોરના 3થી 5 પટેલ સમાજ વાડીની બાજુમાં, નિવાસસ્થાને.

મોથાળા (તા. અબડાસા) : સૈયદ શિરાઝી હાજી ઇસ્માઇલશા હુશેનશા  (ઉ.વ. 77) તે મ. ભચલશા બાવાના નાના ભાઇ, સૈયદ નિઝામુદ્દીન, સૈયદ યુસુફશા (પૂર્વ પ્રમુખ અબડાસા તાલુકા સૈયદ સમાજ), સૈયદ અજરોદિન, સૈયદ હાફિશ, સૈયદ અમીનશાના પિતા, સૈયદ મામદશાના કાકા, હાજીછા, આબિદશા, યાસીનશા, અલી અસગરશા (ભુજ)ના સસરા, સૈયદ ઈમામશા હૈદરશા (નરેડી)ના બનેવી તા. 7-11-2025ના અવસાન પામ્યા છે. જિયારત 10-11-2025 સોમવારે સવારે 10:30થી 12 જાફરશા વલીની દરગાહની બાજુમાંમોથાળા ખાતે.

પરજાઉ (તા. અબડાસા) : સોઢા મનહરબા અભેસિંહ (ઉ.વ. 80)  તે સોઢા અભાસિંહ માધવાસિંહના પત્ની, દિલીપાસિંહ તથા  રાજેન્દ્રાસિંહ અભાસિંહના માતા, ધવલાસિંહ, અજયાસિંહના દાદી, ક્રિસાવરાજાસિંહ, આરાધ્યાબા, ક્રિશિકાબાના પરદાદી, સોઢા ભાગ્યવંતાસિંહ લાધાજી તથા સોઢા પ્રવીણાસિંહના કાકી, સ્વ. જાડેજા સામંતાસિંહ જાલમાસિંહ તથા જાડેજા બળવંતાસિંહ જાલમાસિંહ (પરજાઉ)ના મામી, જાડેજા હંસાબા અરાવિંદાસિંહ (તલવાણા)ના માતા, જાડેજા અંકિતાબા જયપાલાસિંહ (મોટી ખોંભડી), જાડેજા મિત્તલબા રાજદીપાસિંહ (વિંઢ)ના દાદી, જાડેજા માજીરાજબા ગગુભા (વાંકુ)ના કાકી, ઝાલા રક્ષાબા હરદેવાસિંહના નાની તા. 8-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું કોમ્યુનિટી હોલ, પરજાઉ મધ્યે.

કૂવા પદ્ધર (તા. અબડાસા) : જાડેજા સજનબા લખુભા (ઉ.વ. 79) તે લાખુભા ભીમજીના પત્ની, ગઉભા, ડોલુભા, હરદેવાસિંહ, દીપાસિંહ, ભાવેન્દ્રાસિંહના માતા, વિશ્વજીતાસિંહ, ઉત્તમાસિંહ, વિરભદ્રાસિંહ, જયપાલાસિંહ, યશદીપાસિંહના દાદી, વનરાજાસિંહ, ભીખુભા, ભરતાસિંહ, નાથુભાના કાકી  તા 7-11-2025ના અવસાન પામ્યા છે. તા 13-11-2025ના ગુરુવારે સાર્વજનિક બેસણું અને તા. 17-11-2025 સોમવારના ઉતરક્રિયા કૂવા પદ્ધર મધ્યે.

જખૌ (તા. અબડાસા) : કેર ઓસમાણ હાજી ઇસ્માઇલ  (માંડવીવાળા) તે કેર હારૂન, સાલેમામદ, ઇસા, અબ્દુલના ભાઈ, કેર સલીમ, જુસબ (બાપા), અબ્બાસના પિતા તા. 7-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-11-2025ના સોમવારના સવારે 10.30 વાગ્યે વાઘેર મસ્જિદ ચોક, જખૌ મધ્યે.  

Panchang

dd