ભુજ : મૂળ રોહા સુમરીના સોલંકી માનસંગજી
દામજી (ગાભાભાઈ અંબિકા મસાલા ભંડારવાળા) (ઉ.વ. 80) તે મંજુલાબેનના પતિ, સ્વ. દિનેશ, અલ્પા, જિજ્ઞાના પિતા, સ્વ. રાઠોડ
પદમાબેન, સ્વ. સિંધલ કસ્તૂરબેન, સ્વ. સોલંકી
પ્રેમસંગભાઈ, સ્વ. નાનજીભાઈ, હરેશભાઈના
ભાઈ, સ્વ. ઝાલા શિવજીભાઈ ધનજીભાઈના જમાઈ, યાદવ કિરિટભાઈ ધનજીભાઈના સસરા, ચૈતન્યના નાના તા. 3-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-11-2025ના ગુરુવારે સાંજે 4:30થી 5:30 પડદાભિટ્ટ હનુમાન મંદિર, સંસ્કારનગર, ભુજ ખાતે.
ભુજ
: નિર્મલાબેન પ્રતાપભાઈ ચોથાણી (ઉ.વ. 73) તે સ્વ. પ્રતાપભાઈ મણિલાલ ચોથાણીના પત્ની, નિશાંત (સહજાનંદ પ્રિન્ટિંગ પ્રેસ)
અને અલ્પાના માતા, હિતેન્દ્રભાઈ દાવડા અને દીપાના સાસુ,
સ્વ. તારાબેન તથા સ્વ. ચંદ્રાબેન મણિલાલભાઇ ઠક્કરના પુત્રવધૂ,
સ્વ. કુસુમબેન મથુરાદાસ ગુગરિયાના પુત્રી, ગૌતમી
અને માન્યાના દાદી, હેન્સી અને ધ્રુવના નાની, સ્વ. ઉષાબેન પ્રતાપભાઇ ગોસ્વામી, સ્વ. ભરતભાઇ ચોથાણી,
સ્વ. માલતીબેન ચમનભાઇ માનસત્તા, સ્વ. નીતાબેન ભરતભાઇ
બારાઇ, હર્ષાબેન પ્રકાશભાઇ ઠક્કર, પરેશભાઇ
ચોથાણી, કલ્પનાબેન હિતેષભાઇ ગોસ્વામી, દીનાબેન
શશિકાંતભાઇ દાવડા, શર્મિલાબેન ચંદ્રેશભાઇ ઠકરાર, પ્રતિભાબેન મહેન્દ્રભાઇ, તરુલતાબેન ભગવાનભાઇ,
સ્વ. કાશ્મીરાબેન, અવની પ્રફુલ્લભાઇના ભાભી,
માલતીબેન ભરતભાઇ અને રેખાબેન પરેશભાઇના જેઠાણી, મહેન્દ્રભાઇ, સ્વ. ભગવાનભાઇ, પ્રફુલ્લભાઇ
મથુરાદાસ ગુગરિયા, સ્વ. સરલાબેન રમેશભાઇ ગણાત્રા, મંજુલાબેન કમલભાઇ જોષી, રંજનબેન રાજનભાઇ ચંદેના બહેન,
જમીર ભરતભાઇ અને માનસી પરેશભાઇના કાકી, પ્રાચી
જમીરના કાકીસાસુ તા. 4-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-11-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 બીએપીએસ હોલ,
ભાનુશાલી નગર, ભુજ ખાતે.
ભુજ
: મૂળ આંધ્રપ્રદેશના અક્કપુ ગોવર્ધન રાઓ (ઉ.વ. 50) (ભારતીય સ્થલસેનાના નિવૃત્ત સુબેદાર) તે વેંકટધરી
રામૈયા અક્કપુના પુત્ર,
ઉષારાનીના પતિ, નીચિતા અને પ્રજ્ઞવર્ધનના પિતા,
લીંગમ શ્રીનિવાસ (જ્ઞાનમ એકેડમી, ભુજ),
લીંગમ જગદીશના બનેવી, લીંગમ કલ્પના, લીંગમ ઉધ્યાના નણદોયા, લીંગમ પદ્મા, લીંગમ ઉમાપતિ (નિવૃત્ત એમઇએસ)ના જમાઈ તા. 5-11-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 6-11-2025ના ગુરુવારે બપોરે 1 વાગ્યે નિવાસસ્થાન હરિઓમ પાર્ક, હેપ્પી હોમની પાછળ,
ગોકુલ નગર, માધાપરથી માધાપર સ્મશાન જશે. પ્રાર્થનાસભા
તા. 8-11-2025ના શનિવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને.
ગાંધીધામ
: મૂળ નારાયણ સરોવરના વિજયભાઈ કરુણાશંકર રાડિયા (ઉ.વ. 93) તે લીલાવંતીબેન કરુણાશંકર ગોકલદાસ રાડિયાના
મોટા પુત્ર, સ્વ. જયાબેન લવજીભાઈ રત્નેશ્વરના જમાઈ, નિર્મલાબેનના
પતિ, સ્વ. ભાવનાબેન, જયશ્રીબેન,
સ્વ. અજય, સંદીપ (સંજય)ના પિતા, રાજેન્દ્રભાઈ રત્નેશ્વર, નિલેશભાઈ ગાવડિયા, અલ્પાના સસરા, સ્વ. કલાવતીબેન નાનાલાલ ધતુરિયા,
સ્વ. મધુબેન નટવરલાલ, રમેશભાઈ અને સ્વ. દિલીપભાઈના
ભાઈ, ધર્મેન્દ્ર, સંજય, જીતેન્દ્ર, ધર્મેશ, પ્રજ્ઞેશ,
ગિરીશ, આનંદના મોટા બાપા, સોનલ, દેવર્ષ, કાવ્યા, પ્રણવ, જાનવી, મારવી, ખુશી, કૃતિકા, શનય, મહેકના દાદા, નેહા ભવ્ય ગડા, પારસ,
દીપ, કનિષ્કના નાના તા. 4-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 7-11-2025ના સાંજે 5થી 6 જનતા કોલોની,
આશાપુરા સોસાયટી, પ્લોટ નં. 235, કચ્છી ભાનુશાલી વાડી, ગાંધીધામ ખાતે.
આદિપુર
: માતંગ રાણશીં ધીરજડાડા લાલણ (આર. ડી. માતંગ-વકીલ) (ઉ.વ. 43) તે ડાઇબેન ધીરજડાડા દયાલડાડા (પ્રમુખ અખિલ ભારત
માતંગ મંડળ)ના મોટા પુત્ર,
ખેતબાઇ દયાલભાઇના પૌત્ર, ગોરીબેન જયેશભાઇ બુચિયા,
વૈશાલીબેન સુરેશભાઇ પારિયા (અંજાર), શૈલેન્દ્રભાઇ
(વકીલ)ના ભાઇ, ભારતીબેનના પતિ, ધ્રુવ,
હિતેષુના પિતા, હરિભાઇ માતંગના નાના ભાઇના પુત્ર,
હંસરાજભાઇ, પ્રવીણભાઇ, મણશીંભાઇ
આતુભાઇ, નારાણભાઇ, દેવજીભાઇ, રામભાઇના ભત્રીજા, મહન્શીના મોટાબાપુ, રતનબેન કાનજીભાઇ આયડી (અંજાર)ના જમાઇ તા. 4-11-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 9-11-2025ના રવિવારે રાત્રે આગરી અને તા. 10-11-2025ના સોમવારે સવારે ચોખંડો (ઘડાઢોળ-બારસ), સાદડી નિવાસસ્થાન પ્લોટ નં.
425-26, વોર્ડ 1/એ, આદિપુર ખાતે.
અંજાર
: ગં.સ્વ. જયાબેન રમેશચંદ્ર મડિયાર (ઉ.વ. 82) તે સ્વ. રમેશચંદ્ર મોહનલાલના પત્ની, સંગીતા દિનેશ ઠક્કર, હર્ષિદા મહેશ પુજારા,
સંજય, કનૈયા (એડવોકેટ)ના માતા, રીટાબેન સંજય, મનીષા કનૈયાલાલના સાસુ, સ્વ. મોહનલાલ નેણસી મડિયાર (માંડવી)ના પુત્રવધૂ, સ્વ.
ખટાઉ માવજી ઠક્કર (માથકિયા) (અંજાર)ના પુત્રી તા. 5-11-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 6-11-2025ના ગુરુવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ નંબર 14, જયહિન્દ સોસાયટી, પોસ્ટ ઓફિસ સામે, અંજારથી અંજાર લોહાણા સ્મશાન ગૃહ જશે.
માંડવી
: કમળાબેન (બબીબેન) કેશવજી ઝાલા (ઉ.વ. 90) તે સ્વ. કેશવજી વિશ્રામ ઝાલાના પત્ની, સ્વ. મનજી, ભરત, રમેશ, સતીષ, ભારતી, સરલાના માતા, ગીતાબેન, જ્યોત્સનાબેન,
કલ્પનાબેન, ભાનુબેન, પરસોત્તમભાઇ,
સ્વ. નવીનભાઇના સાસુ, જિતેશ, રાજન, કિશન, દર્શન, રીના, પ્રેષિતા, અનસૂયા,
ભૂમિતા, શિવાંગી, કિંજલના
દાદી, જીગિષા, જીત, દીયાના નાની, રશ્મિ, શિવાંગી,
માહીના દાદીસાસુ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઇઓ-બહેનોની) તા. 6-11-2025ના ગુરુવારે સાંજે 4થી 5 ખારવાની મઢી ખાતે.
મુંદરા
: મૂળ અંજારના નટવરલાલ નરસિંહ ચૌહાણ (ઉ.વ. 79) તે સ્વ. હીરાબેન નરસિંહ ચૌહાણના પુત્ર, સ્વ. વેલુબેન નાનાલાલ ચૌહાણના ભત્રીજા,
સ્વ. અમરસિંહ આંબાભાઇ ગુજરાતી (અજમેર)ના જમાઇ, માયાબેનના પતિ, રાજુભાઇ ચૌહાણ, કુંદન ડાભી (માંડવી), ભારતીબેન વાળાના પિતા, ભાવનાબેનના સસરા, સ્વ. લાભુબેન, ગુણવંતીબેન ચુડાસમા (માંડવી), હંસાબેન ચૌહાણ (ભુજ),
સ્વ. ઇશ્વરભાઇ ચૌહાણ (ભુજ), સુલોચનાબેન વાળા (ભુજ),
મધુબેન ભગવાનજી (માંડવી)ના મોટા ભાઇ, પ્રેમીલાબેન
ઇશ્વરભાઇ (ભુજ)ના જેઠ, શ્યામ, ધ્રુવના દાદા,
અજય, દીપાલી (ભુજ)ના મોટાબાપા, નરેશ ડાભી (માંડવી), અશોક વાળાના સસરા, દિગંત ડાભી (માંડવી), વિઝન વાળાના નાના તા. 5-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-11-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ગિરિનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિ, કાંઠાવાળા નાકા, મુંદરા ખાતે.
નખત્રાણા
: મૂળ ધમલપરના બાલેશપુરી રઘુપુરી ગુંસાઇ (ઉ.વ. 33) તે સ્વ. ધનલક્ષ્મીબેન અને સ્વ. રઘુપુરી કાનપુરીના
પુત્ર, પૂનમબેનના
પતિ, પ્રેમ, સિદ્ધિના પિતા, ભૂપેનપુરીના ભાઇ, મનસુખપુરી (રાજકોટ), પ્રભાતપુરી (રાજકોટ), અનસોયાબેન ધીરુગર (રાજકોટ),
સોનલબેન પ્રવીણગર (જામનગર)ના ભત્રીજા, બુદ્ધગર
રામગર (રોહા)ના ભાણેજ, ગણેશપુરી કેશવપુરી (નખત્રાણા)ના જમાઇ તા.
5-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-11-2025ના શુક્રવારે બપોરે 3થી 4 વૃંદાવન સોસાયટી,
નખત્રાણા ખાતે.
નખત્રાણા
: પશ્ચિમ કચ્છ મ.ક.સ.સુ. મોઢ મનજી કરમશી (ઉ.વ. 83) તે સ્વ. ઉમરબેન કરમશી લધાના પુત્ર, સ્વ. નિર્મળાબેનના પતિ,
હરેશભાઈ, દિનેશભાઈ, સ્વ.
કીર્તિકુમાર, શૈલેષભાઈ, વર્ષાબેન (અંજાર)ના
પિતા, મુકેશભાઈ (અંજાર), પંકજબેન,
રંજનબેન, વીણાબેનના સસરા, ભાવિકા (માંડવી), સાગર, જાનકી,
રિયા (ભુજ), કશિશ (દેવપર), બોનીના દાદા, અજિત, રોકીના નાના,
મંગળાબેન (નખત્રાણા), ચંપાબેન (નલિયા),
કાંતાબેન (નખત્રાણા)ના ભાઈ, સ્વ. જેરામભાઈ (નખત્રાણા),
મોરારજીભાઈ (નલિયા), ધીરજભાઈ (નખત્રાણા)ના સાળા,
દિલેન (માંડવી), જય (ભુજ), શિવમ (દેવપર)ના દાદા સસરા, સ્વ. મોતીલાલ, સ્વ. હરિલાલ, સ્વ. રવિલાલ, ગાવિંદભાઈના
કાકાઈ ભાઈ, સ્વ. ખીમજી મોહનજી સોલંકી (કોઠારા)ના જમાઈ,
સ્વ. મૂળજીભાઈના બનેવી, સ્વ. ધનજીભાઈ, લક્ષ્મીચંદભાઈ (માનકૂવા)ના ફુવા, વિશનજી કુંવરજી ચાવડા
(ભાંડુપ)ના સાઢુભાઈ તા. 5-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-11-2025ના શુક્રવારે બપોરે 3.30થી 4.30 સત્યનારાયણ પાટીદાર સમાજવાડી, મેઇન બજાર, નખત્રાણા ખાતે.
ભારાસર
(તા. ભુજ) : મૂળ નિરોણાના ક્રિષ્નાભાઇ (ઉ.વ. 16) તે મંજુલાબેન મગનભાઇ જોગણિયાના પુત્ર, સ્વ. નાનબાઇ નારાણ જખુના પૌત્ર, રવજીભાઇ,
સામજીભાઇ, કરમશીભાઇ, બુદ્ધુલાલ,
મૂરજી કાનજી, સ્વ. મેઘજીભાઇ, સ્વ. ગોવિંદભાઇ, મૂરજીભાઇના ભાઇના પુત્ર, માનબાઇ રાઘાભાઇ સીજુ (બિબ્બર)ના ભત્રીજા, સ્વ. પાલા હાજા
જેપાર, નેણબાઇ પાલા (વરમસેડા)ના દોહિત્ર, કાન્તિ પાલા જેપાર (વરમસેડા)ના ભાણેજ, મિત્તલ,
દક્ષ, પ્રકાશ, ભાવેશ,
ઇશ્વર, કિશન, ભાવના,
ચેતન, દક્ષાના ભાઇ તા. 4-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 6-11-2025ના ગુરુવારે રાત્રે આગરી, તા. 7-11-2025ના શુક્રવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન
શ્રીહરિ નગર, રામદેવપીર મંદિરની પાછળ, ભારાસર ખાતે.
સુખપર
(તા. ભુજ) : ગંગાબેન ભીમજીભાઇ ચાવડા (ઉ.વ. 75) તે હીરાલાલ,
ગોવિંદ, બબીબેન, જખીબેન,
મંજુબેન, અમરતબેન, કાન્તાબેનના
માતા, જયાબેન, કૌશલ્યાબેનના સાસુ,
રાહુલ, જુલી, હિતેષ,
તનિશા, ક્રિષ્નાના દાદી તા. 3-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 8-11-2025ના રાત્રે સત્સંગ તથા તા. 9-11-2025ના સવારે પાણીઢોળ નિવાસસ્થાન મફતનગર, સુખપર ખાતે.
ચકાર
(તા. ભુજ) : ધનજીભાઇ ભચુભાઇ ખટારિયા (ઉ.વ. 68) (નિવૃત્ત વનપાલ-ચકાર) તે જશુબેનના પતિ, રામજીભાઇ (નિવૃત્ત વનરક્ષક), હરેશભાઇ
(એમઇએસ)ના ભાઇ, મનીષ, દીપક, સ્વ. રાજેશના પિતા, ગીતાબેન રામજીભાઇના દિયર,
ધર્મિષ્ઠાબેન હરેશભાઇના જેઠ, કોમલબેન, સાવિત્રીબેનના સસરા, મુકેશભાઇ ઢીલા (ચોબારી)ના મોટા સસરા,
ભાવિકાના મોટાબાપા, વિષ્ણુભાઇ, દર્શના, મૈત્રીના કાકા, ભવ્ય,
પરી, ફલોરા, રીયાના દાદા
તા. 5-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-11-2025થી 8-11-2025 સુધી નિવાસસ્થાન ચકાર (આશ્રમ) ખાતે.
રાયણ
મોટી (તા. માંડવી) : ગંગાબેન રંગાણી (ઉ.વ. 75) તે કલ્યાણજી કરશન રંગાણીના પત્ની, વનિતાબેન દિનેશ ભગત (વિરાણી), પરસોત્તમ,
મહેન્દ્રના માતા, નેહાબેન પરસોત્તમ, ભાવિનીબેન મહેન્દ્ર, દિનેશ લખમશી ભગતના સાસુ,
ખુશ, ધ્વનિ, પ્રાત્વી,
ક્રિસી, રુદ્રના દાદી, સ્વ.
લાછબાઇ પ્રેમજી દડગા (મમાયમોરા), સ્વ. જાનબાઇ મેઘજી લિંબાણી
(દરશડી), નાનબાઇ કરસન પારસિયા (મમાયમોરા), કસ્તૂરબેન રવજી ભગત (વડવા)ના ભાભી, સ્વ. શિવગણ મેઘજી
પારસિયા (મદનપુરા)ના પુત્રી, વિશનજીભાઇ, મણિલાલભાઇ, કાંતિભાઇ અમૃતિયા (શ્રીરામ નગર)ના કાકી તા.
5-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-11-2025ના સવારે 8.30થી 11.30 અને બપોરે 3થી
5 લક્ષ્મીનારાયણ સમાજવાડી, રાયણ મોટી ખાતે.
લુણી
(તા. મુંદરા) : કચ્છી રાજગોર બ્રાહ્મણ શામજીભાઈ (ઉ.વ. 73) તે ગં.સ્વ. મોઘીબેન ભવાનજી નાકરના પુત્ર, ભાનુબેનના પતિ, નાગુ ભાવનાબેન કેતન (બિદડા), શીતલબેન હિતેશભાઈ (વલસાડ),
ભક્તિબેન રાહુલ (વલસાડ), કૃપાલીબેન અશ્વિનભાઈ
(બિદડા), રમેશના પિતા, સેજલના સસરા,
સ્વ. દેવકાબેન લક્ષ્મીદાસ મીઠુ (સમાઘોઘા)ના જમાઈ, સ્વ. અમરતભાઈ, અશ્વિનભાઈ, કિરીટભાઈ,
સ્વ. જયાબેન દયારામ (પત્રી), આશાબેન શંભુલાલ (બાગ)ના
બનેવી, સ્વ. હીરજી, સ્વ. પ્રેમજી,
સુરેશ, દામજીના ભાઈ, ગં.સ્વ.
દમયંતીબેન, ગં.સ્વ. હેમલતાબેનના દિયર, સ્વ.
વિમળાબેન, જોશનાબેનના જેઠ, મીસ્ટીના દાદા,
કારણ, ડોલી, માનવ,
ઝીયા, વેદ, ધ્યેય,
મીરલના નાના તા. 5-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 7-11-2025ના બપોરે 2થી 5 શિવ મંદિર હોલ,
લુણી ખાતે.
ધ્રબ
(તા. મુંદરા) : અબ્દુલરશીદ અબ્દુલકાદર તુર્ક (ઉ.વ. 31) તે મ. અબ્દુલકાદર ઇબ્રાહિમ તુર્કના પુત્ર, હુશેન ઇબ્રાહિમ, ફકીરમામદ ઇબ્રાહિમના ભત્રીજા, અશરફ, ઇબ્રાહિમના ભાઈ, સિકંદર, રફીક,
કાસમ, સોયબ, મામદ,
અમાનના કાકાઈ ભાઈ, ગુલામ જુસબ ભેગાણીના જમાઈ,
એડવોકેટ ઇસ્માઇલ તુર્ક, હુશેન ભેગાણીના ભાણેજ,
અલતાફ ફકીરમામદના સાળા તા. 4-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-11-2025ના શુક્રવારે સવારે 9થી 10 ધ્રબ જમાતખાના ખાતે.
ધ્રબ
(તા. મુંદરા) : તુર્ક અમીનાબાઇ (ઉ.વ. 75) તે મ. સિધિક ભચુ ધોરસાણીના પત્ની, કાદર, અ.રહીમ, સુલતાન, અલ્તાફ, અનિશના માતા,
અલીમામદ ભચુ, ઇબ્રાહિમ, હુશેન,
અનવર, હાજી ફકીરમામદ જુસબ, મ. હાજી કરીમ, હાજી અદ્રેમાન (પટેલ ધ્રબ જમાત),
હાજી રજાક, હાજી રમજુ, હાજી
શકુર, ગની, ઇકબાલ ઇશાક, અબ્દુલા, સિકંદર, સાલેમામદ ડાડાના
ભાભી, ઇશાક હાજી અ.કરીમ, અવેશ સલીમ,
ધરસમીંયા શકુર, મામદ લતીફના મોટી મા, અમાન, મહમદહુશેન, શાહીદના દાદી,
મ. હુશેન ઇસ્માઇલ, મ. જુસબ, મ. સતાર, ઉમરના બહેન, કાસમ અદ્રેમાનના
સાસુ તા. 5-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-11- 2025ના શનિવારે સવારે 11થી 12 તુર્ક જમાતખાના,
ધ્રબ ખાતે.
ગુનેરી
(તા. લખપત) : જાડેજા નારાયણજી આશાજી (ઉર્ફે ગનુભા) (ઉ.વ. 55) તે સ્વ. જાડેજા આશાજી (ઉર્ફે ગનુભા) જીવણજીના
પુત્ર, જેઠાજી
આશાજી, બુધુભા ગનુભા જાડેજા, સ્વ. જાડેજા
આણદાજી, હઠુભા, ખેંગારજી, ચનુભા, જેઠાજી, રાણુભા,
ઉમરાજી, લાખિયારજી, સવુભાના
ભાઇ, જાડેજા સુરતાજી જેઠાજી, લક્ષ્મણસિંહ,
સંદીપસિંહના કાકા, જયવીરસિંહ, નરપતસિંહના દાદા, જાડેજા રામસંગજી જેઠાજી, કરણજીના ભત્રીજા તા. 3-11-2025ના અવસાન પામ્યા છે. આગરીની રાત તા. 13-11-2025ના ગુરુવારે સાંજે, ઘડાઢોળ (ઉત્તરક્રિયા) તા. 14-11-2025ના શુક્રવારે સવારે નિવાસસ્થાને ગુનેરી ખાતે.
રાજકોટ
: પુષ્પાબેન તે નલિનભાઇ રવજીભાઇ ગાધેરના પત્ની, લવકુમારના માતા અવસાન પામ્યા છે. બેસણું તા. 6-11-2025ના સાંજે 4થી 6 નિવાસસ્થાન,
`બાલવી કૃપા', 3/19, નવલનગર,
સિલ્વર પાર્ક, રાજકોટ ખાતે.