• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ ગં. સ્વ. મુક્તાબેન રમણીકલાલ પંડ્યા (ઉ.વ. 94) તે સ્વ. રમણીકલાલ પરષોત્તમ પંડ્યાના પત્ની, શિવકુંવરબેન નારાયણજી ભટ્ટના પુત્રી, ભરતભાઈ (માનકૂવા), સ્વ. મહેન્દ્રભાઈ, મહેશભાઈ, ઉર્મિલાબેન, કલ્પનાબેન, સ્વ. જ્યોતિબેનના માતા, અનિલાબેન, ગં.સ્વ. રમીલાબેન, સંગીતાબેન, સ્વ. હર્ષદરાય, જગદીશભાઈ, સ્વ. ઘનશ્યામભાઈના સાસુ, વિજય, મયૂર, વિપુલ, ગાયત્રી, હિરલના દાદી, આશા, સત્યા, ભાવિકા, હિતેશ, ડેનીના દાદીસાસુ, શિવાંશ, હર્ષિવ, દિવ્યા, કૃષ્ણા, વિશ્વાના પરદાદી તા. 6-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-11-2025ના સાંજે 4.30થી 5.30 ચતુર્વેદી મ.કા.ચા. મોઢ બ્રાહ્મણની વાડી (યજ્ઞશાળા), ભુજ ખાતે.

ભુજ : કુરેશી વલીમામદ કમાલમિયા (ઉ.વ. 65) (નિવૃત્ત કલેક્ટર ઓફિસ પટ્ટાવાળા - મુતવલી પઠાણ મસ્જિદ) તે કુરેશી ઉસમાનમિયા, અબ્દુલકમાલ, અલીમામદ, હસમત, મહેમૂદના ભાઇ, કુરેશી રિઝવાન, જાવેદ, ઝુબેરના પિતા, સમેજા અ.રઝાક, અધાભા (ટૂરવાળા), અ.સતાર હાજી કાસમના બનેવી તા. 5-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-11-2025ના શનિવારે સવારે 10થી 11 પઠાણ મસ્જિદ, પઠાણ ફળિયા, ભુજ ખાતે.

અંજાર : ગ.સ્વ. જયાબેન રમેશચંદ્ર મડિયાર (ઉ.વ 82) તે સ્વ. રમેશચંદ્ર મોહનલાલ મડિયારના પત્ની, સંગીતા દિનેશ ઠક્કર, હર્ષિદા મહેશ પૂજારા, સંજય તથા કનૈયા (કે.આર. મડિયાર-એડવોકેટ)ના માતા, રીટાબેન સંજય, મનીષા કનૈયાલાલના સાસુ, હિરલ, ઝીલ, હેત્વી, આરવના દાદી, કુંજલ શાલિન, જાહી વિવેક, નેહા પલ્લવના નાની, સ્વ. શાંતાબેન મોહનલાલ મડિયાર (માંડવી)ના પુત્રવધૂ, સ્વ. અનસૂયાબેન રવિલાલ, સ્વ. લીલાવંતીબેન રતિલાલ, ગં.સ્વ. ઉષાબેન અરાવિંદ, ગં.સ્વ. જશુબેન હીરજીભાઈ, ગં.સ્વ. પુષ્પાબેન રમણીકલાલ, મઘાબેન વિજયભાઈના ભાભી, પ્રદીપભાઈ, શૈલેષભાઈ, રોહનના કાકી, સ્વ. ખટાઉ માવજી ઠક્કર (માથકિયા), ગં.સ્વ. પુષ્પાબેન (અંજાર)ના પુત્રી, સ્વ. ડુંગરશી ખટાઉ, જેઠાલાલ ખટાઉ, લવજી ખટાઉ, કિશોર ખટાઉ, ગં.સ્વ. જયશ્રી રાજેશ પોપટના બહેન તા. 5-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-11-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા પાસેઅંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મુંદરા : મ.ક.સ.સુ. દરજી અમૃતલાલ અરજણભાઈ પીઠડિયા (ઉ.વ. 87) (માજી નાયબ મામલતદાર) તે સ્વ. વાલીબેન અરજણભાઈ પીઠડિયાના પુત્ર, ગં.સ્વ. ઉર્મિલાબેનના પતિ, સંજય (સેન્ટર પોઇન્ટ), રાજીવ (મનપસંદ રેડીમેડ), લક્ષાબેન મુકેશભાઈ ધામેચા (ભુજ), પ્રતિમાબેન વિજયભાઈ ચૌહાણ (માંડવી)ના પિતા, સંધ્યાબેન, પ્રીતિબેનના સસરા, જિગર, શિવાની, વીરના દાદા, સ્વ. ભગવાનજી, સ્વ. બાબુલાલ, સ્વ. વ્રજલાલ, સ્વ. પાર્વતીબેન, સ્વ. જેઠીબેન, સ્વ. મણિબેન, સ્વ. જમનાબેનના ભાઈ, સ્વ. દિવાળીબેન નરશીભાઈ દરજી (માનકૂવા)ના જમાઈ, સ્વ. ત્રિકમજીભાઈ, સ્વ. મૂળજીભાઈ, સ્વ. દિનેશભાઈ, વિનોદભાઈ, કિરીટભાઈ, હરેશભાઈ, જશવંતભાઈ, સ્વ. દીનતાબેન, અરૂણાબેન, ગીતાબેન, મીનાબેનના કાકા, શિવાની અને સનીના દાદાજી સસરા, વિરેન, મૈત્રી, કિશનના નાના, નિત્યાના પરદાદા તા. 6-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-11-2025ના શનિવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, મુંદરા ખાતે.

માંડવી : આશિષ ભરતભાઇ મોગા (ભોદો) (ઉ.વ. 37) તે સુધાબેન ભરતભાઇ મોગાના પુત્ર, મધુબેન જમનાદાસભાઇના પૌત્ર, રસિકભાઇ, સ્વ. અશ્વિનભાઇ, જયેશભાઇ, રંજનબેન, રેખાબેનના ભત્રીજા, સ્વ. શાન્તાબેન પ્રાણલાલભાઇના દોહિત્ર, સ્વ. ગિરીશભાઇ, ચેતનભાઇ, ગુણંવતીબેન, મનીષાબેન, લક્ષ્મીબેન, પ્રવીણાબેનના ભાણેજ, નેહા, મેઘના, વિદ્યા, નિમિષા, ધ્રુતિ, ધ્રુવી, કૌશિક (લતરી), દીપેન, રાજ, સંજય, કમલેશ, હિતેષ, કલ્પેશ, પિનાક, ભાવિના, ભાવિકા, અલ્પાના ભાઇ, ધર્મેન્દ્રભાઇ, અલ્પેશભાઇ, હિરેનભાઇ, મિતેષભાઇ, રમેશભાઇના સાળા તા. 4-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-11-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 સલાટ સમાજવાડી, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : સોની જયેન્દ્રબાળાબેન  (પૂનાબેન) (માંડલિયા)  (ઉ.વ. 79) તે સ્વ. પ્રભુલાલ મોહનલાલ માંડલિયાના પત્ની, સ્વ. મોહનલાલ માધવજીના પુત્રવધૂ, કમલેશભાઈ, રાજેશભાઈ, કલાવંતીબેન, કલ્પનાબેન, વર્ષાબેનના માતા, હિનાબેન, સરોજબેન, ભૂપેન્દ્રકુમાર, સુભાષકુમાર, પીયૂષકુમારના સાસુ, રોહન, અશ્વિની, જિજ્ઞાસા, ધ્યાંતી, શ્રુતિ, ધ્રુવીના દાદી, કંદર્પકુમાર, શૈલેષકુમારના દાદીજી, વીરેન, કોમલ, હર્ષદ, ધવન, દીપાલીના નાની, સ્વ. દામજી જેઠા આડેસરા (માંડવી)ના પુત્રી, સ્વ. હરસુખલાલ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. જશવંતભાઈ, ભાનુલાલ, સ્વ. મંજુલાબેન, ગં,સ્વ. પ્રભાવંતીબેન, ગં.સ્વ. સુશીલાબેન, ગં.સ્વ. જયશ્રીબેનના ભાભી, ગં.સ્વ. હર્ષાબેન, કોકિલાબેન, સ્વ. જ્યોત્સનાબેન, હંસાબેનના જેઠાણી, સ્વ. ઉમેશ, સંજય, નયન, ભાવેશ, હિરેન, આનંદ, કીર્તિદા, જ્યોતિ, ભાવના, વૈશાલી, દુર્ગાના ભાભુ, સ્વ. રમણીકલાલ, રમેશ, સ્વ. નરેન્દ્ર, મહેન્દ્ર, સ્વ. મંજુલા, સ્વ. દેવમણિ, સ્વ. મુક્તા, કલાવતીના બહેન તા. 5-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-11-2025ના શુક્રવારે સાંજે 4થી 5 મિત્રી સમાજવાડી, જૂનાવાસ બસ સ્ટેશન, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મોગલ હાસમ જુસબ (ઉ.વ. 85) તે મ. મોગલ જુસબ ભચુના પુત્ર, મ. ઓસમાણ જુસબ, કારા ગાભાના ભાઇ, રમજુ, અનવરના પિતા, આદિલ, આસિફ, રિયાઝના દાદા, મોગલ ફકીરમામદના સસરા, નારેજા રજાક, સુમરા અમિરના દાદાસસરા, અસલમના નાના, મ. સુલેમાન, અબ્દુલ, કાસમ, રમજુના મોટાબાપા, રમજુ આમદ, મામદ, ગની, સુલેમાન, પઠાણ સુલતાન, પઠાણ અકબરના મામા તા. 5-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-11-2025ના શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, માધાપર ખાતે.

નારાણપર (તા. ભુજ) : મૂળ ફરાદીના ગં.સ્વ. લક્ષ્મીબેન ઈશ્વરલાલ પેથાણી (રાજગોર) (ઉ.વ. 86) તે  સ્વ. ઈશ્વરલાલ મુરજી પેથાણીના પત્ની, સ્વ. મેઘજી ઉકેડા મોતા (મસ્કા)ના પુત્રી, કિશોરભાઈ, નવીનભાઈ, દિનેશભાઈ, અશ્વિનભાઈ, વનિતાબેન, પુષ્પાબેનના માતા, જ્યોત્સનાબેન, મીનાક્ષીબેન, ચેતનાબેન, જ્યોતિબેન, પ્રકાશભાઈ ભાણજી મોતા (વલસાડ), નરેન્દ્રભાઈ માણેકલાલ ગોર (ભુજ)ના સાસુ, ગ.સ્વ. દેવકાબેન દયારામ પેથાણી (માંડવી)ના દેરાણી, સ્વ. દમયંતીબેન વિઠ્ઠલદાસ પેથાણી (બોરીવલી)ના જેઠાણી, રાજન, સ્નેહા, ગોપી, વિશ્વા, બ્રિજેશ, હાર્દિક, ખુશ્બૂ, ધાર્મિક, સ્વ. નયનના દાદી, અવની, વત્સલ, જીનલ, ગૌરાંગના નાની, શક્તિબેન, વિરાલીબેન, કુણાલભાઈ, અમિતભાઈ, વિજયભાઈના દાદીસાસુ, અંજલિબેન, ગ્રીષ્માબેન અને કૌશિકકુમારના નાનીસાસુ, સ્વ. લીલબાઈ વેલજી પેથાણી (ફરાદી), સ્વ. જવેરબાઈ કરસન પેથાણી (માધાપર), સ્વ. જેરામભાઈ મેઘજી મોતા (રાયણ)ના બહેન તા. 5-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 8-11-2025ના શનિવારે સાંજે 4થી 5 મહાજન નગર, વૈષ્ણવ સમાજવાડી, નારાણપર (તા. ભુજ) ખાતે.

મસ્કા (તા. માંડવી) : રમીલાબેન સચદે (ઉ.વ. 65) તે સુરેશભાઇ બાબુલાલના પત્ની, સ્વ. વિમળાબેન વિઠ્ઠલદાસ પલણ (મુંબઇ)ના પુત્રી, રાજેશ વિઠ્ઠલદાસ પલણ, ગં.સ્વ. ઉમાબેન રામજીભાઇ રાયચના (સુખપર), સ્વ. જયશ્રીબેન મનસુખલાલ વોરાણી (અંજાર), આશાબેન હિતેષભાઇ પોપટ (મુલુંડ), પ્રીતિબેન મનોજભાઇ પલણ (નખત્રાણા)ના બહેન, સ્વ. હરિરામ ગોવિંદજી પલણ (મુલુંડ)ના ભત્રીજી, સ્વ. રતનબેન દેવકરણ ઠક્કર (શેઠિયા) (ભુજ)ના દોહિત્રી, સ્વ. જમનાબેન બાબુલાલ સચદેના પુત્રવધૂ, શંભુલાલ વીરજીના ભત્રીજાવહુ, મહેન્દ્ર, ચંદ્રકાંત, કિશોર, સ્વ. અરવિંદ, સ્વ. રવિલાલ, ઉદય, લક્ષ્મી, પ્રતિમાના ભાભી તા. 5-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-11-2025ના શુક્રવારે સાંજે 4થી 5 લોહાણા બાલિકાશ્રમ, મસ્કા ખાતે.

મોટી ભાડઇ (તા. માંડવી) : મૂળ બાગના કરશનજી માધુભા ચાવડા (ઉ.વ. 71) તે હંસાબાના પતિ, કલુભા, રામસંગજી, સ્વ. ભગુભા, સતુભા, મંગુભાના ભાઈ, નવુભા, હનુભા, સ્વ. વનરાજાસિંહ, જયેન્દ્રાસિંહ, કિરીટાસિંહના પિતા, સ્વ. જટુભા, મેઘુભા, મનુભા, સ્વ. હરિસંગ, મહેન્દ્રાસિંહ, રણજિતાસિંહ, દિલુભા, ગુલાબસંગના કાકા, મહિપતાસિંહ, જીવુભા, પોપટાસિંહ, ઉદયાસિંહ, બળદેવાસિંહ, વિક્રમાસિંહ, જુવાનાસિંહના મોટાબાપુ, રાજેન્દ્રાસિંહ, હિતેન્દ્રાસિંહ, જયપાલાસિંહ, જયદીપાસિંહ, લગધીરાસિંહ, વીરેન્દ્રાસિંહના દાદા તા. 5-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું 6-11થી  10-11-2025 સુધી.

ધ્રબ (તા. મુંદરા) : તુર્ક અ.રહીમ (ઉ.વ. 75) તે તુર્ક હાજી સિધિક ઇશાક કમરવાલાના પુત્ર, લતીફ, અજીજ, ગની, જુસબના ભાઇ, અ.હુશેનના પિતા, અશરફના મોટાબાપા, મહમદહુશેન લતીફ, ગુલામ, રજબ બાબુના સસરા તા. 5-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-11-2025ના શુક્રવારે સવારે 9થી 10 તુર્ક મુસ્લિમ જમાતખાના, ધ્રબ ખાતે.

કોટડા(જ.) (તા. નખત્રાણા) : વાલીબેન કરમશીભાઇ વેલાણી (ઉ.વ. 85) તે બાબુભાઇ, પરસોત્તમભાઇ, હંસાબેન (નખત્રાણા)ના માતા, દિલીપ, ચંદુલાલ, રવિ, અમિત, શારદાબેન (રાજનંદગાંવ), લક્ષ્મીબેન (બિલાસપુર), નયનાબેન (કુમ્હારી)ના દાદી, સિદ્ધાર્થ, નીકિતા, ડિમ્પલ, શગુન, વૈભવ, હેતાંશ, ટીયાના પરદાદી તા. 6-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 8-11-2025ના સવારે 9થી 10.30 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશન પાસે, કોટડા (જ.) ખાતે. ધાર્મિકવિધિ દશાવો તા. 15-11-2025ના તથા બારસવિધિ તા. 17-11-2025ના રાયપુર (છ.ગ.) ખાતે.

ઘડાણી (તા. નખત્રાણા) : પચાણભાઇ આચારભાઇ બળિયા તે સ્વ. રામજીભાઇ જુમાભાઇ, લધુભાઇ આચારભાઇના ભાઇ, દેશરભાઇ, નારાણભાઇ, હિંમતભાઇ, ધનજીભાઇ, છગનભાઇ, ધનબાઇ લઘુભાઇ (પુનરાજપર), દેવલબાઇ હીરજી ખોખર (ત્રંબૌ)ના પિતા, ધનજીભાઇ રામજીભાઇના કાકા, જેન્તીભાઇ, અરવિંદભાઇના મોટાબાપુ, રમેશ, લાલજી, ભાવેશ, દિનેશ, અજિત, દેવેન્દ્ર, ભરત, જતિન, વસંતના દાદા, સ્વ. થાવરભાઇ બુધાભાઇના જમાઇ, કાનજીભાઇ થાવરભાઇ, પુનાભાઇ થાવરભાઇ, પ્રાગજીભાઇ થાવરભાઇ (ધારેશી)ના બનેવી તા. 6-11-2025ના અવસાન પામ્યા છે. બારસ તા. 16-11-2025ના રવિવારે, ઘડાઢોળ તા. 17-11-2025ના સોમવારે.

વિંઝાણ (તા. અબડાસા) : તુર્ક અબ્દુલકાદર હાજીઆમદ ઉર્ફે અબ્દુલ મિયાંજી (સાગર હોટેલ મુસાફરખાના સામે-ભુજવાળા) (ઉ.વ. 63) તે અબ્દુલમજીદ અને અબ્દુલ હમીદ (મોથાળા)ના મોટા ભાઈ, ઇમરાન, નોમાન, કયુમ ઉર્ફે ભાભાના પિતા તા. 5-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-11-2025ના શનિવારે સવારે 10 વાગ્યે ભીભામા રહેમતુલ્લાહ અલયના દરગાહ પ્રાંગણ, વિંઝાણ ખાતે.

મોટી અકરી (તા. અબડાસા) : પ્રદ્યુમનસિંહ મુરૂભા જાડેજા (ઉ.વ. 75) તે લાલુભા મુરૂભા, દશરથસિંહ મુરૂભાના ભાઇ, જુવાનસિંહ, હરપાલસિંહ (પોલીસ પગી)ના પિતા, મદનસિંહ લાલુભા (એ.એસ.આઇ. એલઆઇબી ફિલ્ડ), મહેન્દ્રસિંહ લાલુભાના કાકા, અશ્વિનસિંહ દશરથસિંહ, પરાક્રમસિંહ દશરથસિંહના મોટાબાપા, ઋતુરાજસિંહ, ક્રિષિરાજસિંહ, રાજવીરસિંહ, યશપાલસિંહ, પાર્થદીપસિંહના દાદા તા. 6-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું ભાયાતની ડેલી, અકરી ખાતે. 

Panchang

dd