ભુજ : (કાયસ્થ) મહેતા મનહરલાલ કનૈયાલાલ (ઉ.વ. 79) (માજી હેડકલાર્ક ડિસ્ટ્રીક્ટ
કોર્ટ, એડવોકેટ ડિસ્ટ્રીક્ટ કોર્ટ-ભુજ) તે સ્વ. રુક્ષ્મણિબેન
કનૈયાલાલ મહેતાના પુત્ર તા. 7-11-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 8-11-2025ના સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાન 13, કાંતિ નિવાસ, ગરબી ચોક, જેષ્ઠાનગર,
ભુજથી લોહાણા મહાજન સ્મશાનગૃહ તરફ પ્રયાણ કરશે.
ભુજ : મંજુલાબેન ખીમજી સોમપુરા (ઠક્કર) (ઉ.વ. 76) (નિવૃત્ત શિક્ષિકા-જયનગર) તે
સ્વ. લક્ષ્મીબેન ખીમજી ઠક્કરના પુત્રી, સ્વ. પ્રાણલાલ ખીમજી ઠક્કર (માસ્તર), ગં.સ્વ. અનસૂયાબેન
જગજીવન ઠક્કર, સ્વ. સાવિત્રીબેન અમૃતલાલ થોભરાણી, પ્રભાબેન હરેશ ગોગરી, સ્વ. અન્નપૂર્ણા વિજય રૂપારેલના
બહેન, અરોશ, નીતા રાજેશ ગોગરી, અનિતાના માતા, રશ્મિ (જીવતી), રાજેશ
ગોગરીના સાસુ, ભવ્યના દાદી, બિંદિયા,
દિવ્યના નાની, નિધિના નાનીસાસુ, સ્વ. જ્યોતિબેન પ્રાણલાલ ઠક્કરના નણંદ, પ્રતીક,
મિનલ ભરત પીપરાણીના ફઇ, સ્વ. રમેશ, વિનોદ, સ્વ. પ્રશાંત, જિજ્ઞેશ,
હાર્દિક, બિંદુ અભયકુમાર, અલ્પા જયેશકુમાર, ભાવિકા કર્ણિકકુમાર ભટ્ટના માસી તા.
6-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 8-11-2025ના સાંજે 4થી 5 શેઠ નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી, નીચેના હોલમાં.
ભુજ : રાજેશ સોમાભાઇ બારોટ તે સોમાભાઇ રણમલ, ભાવનાબેનના પુત્ર, કમલેશ
રણમલના ભત્રીજા તા. 7-11-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-11-2025ના સાંજે 4થી 5 નિવાસસ્થાન મહાવીરનગર, ભુજ ખાતે. તા. 16-11-2025ના રામ ભજન તથા તા. 17-11-2025ના ઘડા.
ભુજ : જયશ્રીબેન લક્ષ્મણભાઈ રાઠોડ (ઉ.વ. 74) તે સ્વ. લક્ષ્મણભાઈ ધનજીભાઈ
રાઠોડના પત્ની, સ્વ. શામજીભાઈ ધનજી રાઠોડ,
સ્વ. ગાવિંદભાઈ ધનજીભાઈ રાઠોડ, સ્વ. જમનાબેન વાઘજીભાઈ
ચૌહાણ, સ્વ. પાર્વતીબેન
માનસંગભાઈ સિંધલના ભાભી, મિનાક્ષી મુકેશભાઈ જોષી, સુધીરભાઈ રાઠોડના માતા, રૈનાબેન સુધીરભાઈ રાઠોડના સાસુ,
સ્વ. મેઘજીભાઈ હીરજીભાઈ પઢિયાર, સ્વ. ગજેન્દ્રભાઈ
હીરજીભાઈ પઢિયારના બહેન, દિનેશભાઈ પઢિયાર (જામનગર), સુશીલાબેન ગોહિલના ફઈ, પ્રિંગલ ચૌહાણ, હેન્સભાઈ ચૌહાણના નાની, હૃદયેશ, ઉંસીના દાદી, ક્રિષ્ના પ્રિંગલ ચૌહાણના પરનાની તા. 7-11-2025ના અવસાન પામ્ય છે. પ્રાર્થનાસભા
તા. 10-11-2025ના સોમવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ભુજ : અંસારી અબ્દુલવાહીદ અબ્દુલમજીદ (ઉ.વ. 53) (ન્યૂ કે. ટેઈલર) તે ફેમીદાબેનના
પતિ, મુનિજાબેન, અલફિયાબેન,
અલીમાબેનના પિતા, સાજીદ, જાવેદ (મુંબઇ), આમનાબેન (વાંકી)ના મોટા ભાઇ, કુરેશી ઉસ્માન ગની (વાંકી)ના સાળા તા. 6-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 9-11- 2025ના રવિવારે સવારે 10થી 11 તાહા મસ્જિદ, સંજોગનગર, ભુજ ખાતે અને બહેનો માટે ખ્વાની નિવાસસ્થાન
સંજોગનગર ખાતે.
વરસામેડી (તા. અંજાર) : કરીમામદ જાનમામદ મંગરિયા (ઉ.વ. 85) તે મ. જુસાભાઇ આમદભાઇના ભત્રીજા, મ. ઇસ્માઇલ (ભગત), હાજી
આમદભાઇ, હાજી સલેમાનભાઇ, હાજી અબ્દુલાભાઇ,
હાજી દાઉદભાઇના ભાઇ, ઇબ્રાહિમભાઇ ઉનડ (ભીમાસર)ના
મામા તા. 7-11-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-11-2025ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન
વરસામેડી ખાતે.
દરશડી (તા. માંડવી) : ચૌહાણ અલીમામદ સિધિક (ટેક્સીવાળા) (ઉ.વ.
77) તે મુબારક (કેરા), સુલેમાન (દરશડી), ઈકબાલ
(કેરા)ના પિતા, અસલમ આમદ શેખ (ટેક્સીવાળા)ના મામા, અભુબખર (બલુ), સલીમના કાકા, સમા
મામદ મહેરઅલી (કેરા)ના જમાઈ, ચૌહાણ રેહાનના નાના, અકીલ, અયાન, માહિર, મોહીન, ફિરોઝ, ફરદીનના દાદા તા.
7-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 10-11-2025ના સોમવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, દરશડી ખાતે.
ધુણઇ (તા. માડવી) : રમજાન અબુબકર ખલીફા (ઉ.વ. 50) તે મ. ઈબ્રાહિમ હાજી ખલીફાના
પૌત્ર, અનીશ, અકબરના પિતા,
રઝાક, અબુબકર ખલીફા (ધુણઇ)ના મોટા ભાઈ,
મ. કાસમભાઈ ભચુભાઈ ખલીફા (સામત્રા)ના ભાણેજ, નૂરમામદ
કાસમ ખલીફા (રાજપર)ના સાળા, ખલીફા ફાતમાબાઇ મામદભાઇ (વડાલા)ના
જમાઈ તા. 6-11-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-11-025ના સોમવારે સવારે 10.30થી 11.30 મફતનગર, મોબાઈલ
ટાવરની બાજુમાં, ધુણઇ ખાતે.
વવાર (તા. મુંદરા) : હાલે વડાલા ગોવિંદભાઇ વાલાભાઇ બઢા (ગઢવી)
(ઉ.વ. 35) તે વાલાભાઇ રણમલભાઇના પુત્ર, રામભાઇ, લખુભાઇ,
કરશનભાઇ, સ્વ. રતનભાઇના ભત્રીજા, ગોપાલના ભાઇ, રામભાઇ દેવરાજભાઇ (કપાયા)ના જમાઇ,
હરિભાઇ, નારાણભાઇ, નાગશીભાઇ,
રામભાઇ, કરશનભાઇના ભાણેજ, રુદ્રના પિતા તા. 6-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા નિવાસસ્થાન વડાલા ખાતે.
આણંદપર-યક્ષ (તા.નખત્રાણા) : નીરવકુમાર ધોળુ (ઉ.વ. 30) તે મુકતાબેન ભગવાનદાસ ધોળુ
(માજી શિક્ષક)ના પુત્ર, વિવેક ધોળુના
ભાઈ, નિકિતાબેન વિવેકભાઈ ધોળુ (ઉપસચિવ- સચિવાલય ગાંધીનગર)ના દિયર,
ગ.સ્વ. શાંતાબેન લાલજીભાઈના પૌત્ર, દિનેશભાઈ,
કેશુભાઈ, પ્રકાશભાઈ, બાબુભાઈના
ભત્રીજા, સ્વ. નાથીબેન વાલજીભાઈ ગોપાલ છાભૈયા (આણંદપર)ના દોહિત્ર
તા. 7-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 9-11-2025ના રવિવારે સવારે 8.30થી 11 તેમજ બપોરના 3થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, આણંદપર (યક્ષ) ખાતે.
ચાવડકા (તા. નખત્રાણા) : જાડેજા દાદુભા રવુભા (ઉ.વ. 46) તે યોગેન્દ્રાસિંહ અને પ્રદ્યુમ્નાસિંહ
પિતા, જાડેજા મહિપતાસિંહ રવુભાના ભાઈ, નાનુભા જેઠુજી, ગાભુભા સાંગાજી, બુધુભા અને માધુભાના ભત્રીજા, જાડેજા ગાભુભા,
કરણજી સંગ્રામજી, જુજારાસિંહ સામતાસિંહ,
ભાવસંગજી, રાજમલજી, સુરતાનાસિંહ,
પ્રવીણાસિંહ અને વાઘજીના કાકાઈ ભાઈ, કનકાસિંહ,
દિલીપાસિંહ, વનરાજાસિંહ, નરેન્દ્રાસિંહ, સ્વરૂપાસિંહના કાકા તા. 6-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નિવસસ્થાને ચાવડકા ખાતે. આગરી રાત તા. 16-11-2025 અને ઘડાઢોળ બારસ તા.17-11-2025 સોમવારે સવારે 9 વાગ્યે.
વાયોર (તા. અબડાસા) : નાનજી ગોપાલજી કતિરા (ઉ.વ. 85) તે સ્વ. ગોમાબેન ગોપાલજી કતિરાના
પુત્ર, હીરાગૌરીબેનના પતિ, સ્વ.
પ્રેમજી શિવજી ગણાત્રા (અકરી હાલે મુંબઈ)ના જમાઈ, માલતીબેન અશ્વિનભાઈ
ચંદન, શોભાબેન જગદીશભાઈ સૂચકના પિતા, સ્વ.
સરસ્વતીબેન નારાયણજી કતિરા, ભારતીબેન લક્ષ્મીદાસ કતિરા,
મધુરીબેન દિનેશભાઈ કતિરાના ભાઈ, રાજેશભાઈ,
મહેશભાઈ, જગદીશભાઈ, ભગવાનભાઈ,
લલિતભાઈના કાકા, મનોજભાઈ, વિપુલભાઈ, કલ્પેશભાઈ, જિગરભાઈ,
રૂપલબેન બકુલભાઈ, રમીલાબેન વિનયભાઈ, છાયાબેન મયૂરભાઈના મોટા બાપા, જિજ્ઞાબેન હિતેશભાઈ,
એકતાબેન ધવલભાઈ, અદિતીબેન નિકેશભાઈ, હર્ષભાઈના નાના, સ્વ. જશોદાબેન મથરાદાસ, ઉર્મિલા ઉમરશીભાઈ, શોભાબેન દેવેન્દ્ર, જયશ્રીબેન ભગવાનભાઈ, દમયંતીબેન મહેશભાઈ બારુના બનેવી,
ગીતાબેન હરેશભાઈ, ગં.સ્વ. જ્યોતિબેન ભાવેશભાઈના
કાકા તા. 7-11-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-11-2025ના 4 થી5 ઠાકર મંદિર, નવરાત્રિ ચોક, વાયોર ખાતે.
મોટી ધુફી (તા. અબડાસા) : લુહાર જાફર સાલેમામદ (ઉ.વ. 57) તે મ. ઇસ્માઇલ સાલેમામદ, મ. આમદ સાલેમામદ, અબ્દુલસતારના
ભાઈ, અબ્દુલઅઝીઝ, અબ્દુલરઝાકના પિતા,
અબ્દુલરઝાક (સણોસરા), આશિફ (બાગ)ના સસરા તા. 7-11-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 10-11-2025ના સોમવારે સવારે 10થી 11 મોટી ધુફી મુસ્લિમ જમાતખાના ખાતે.
મુંબઇ : મૂળ તુણા (રામપર)ના બકુલેશ મંજુલાબેન રામજીભાઇ કોટેચા
(ઉ.વ. 71) તે ભાવનાબેનના પતિ, ઇશા શ્રેણિક અને રાશિ હાર્દિકના પિતા,
ગોદાવરીબેન બાબુભાઇ જીવરાજ ખખ્ખર (માટુંગા)ના જમાઇ, અશ્વિનભાઇ, નિરૂપમાબેન જોબનપુત્રા, પૂર્ણિમાબેન મડિયારના ભાઇ તા. 5-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-11-2025ના સાંજે 4થી 5.30 રૂણવાલ એન્થુરિયમ-ધ ક્લબ બેન્ક્વેટ, પોડીયમ, વીણા નગરની સામે,
એલ.બી.એસ. માર્ગ, મુલુંડ (વેસ્ટ) ખાતે. (લૌકિક
વ્યવહાર બંધ છે.)