ભુજ : નિર્મલાબેન પ્રતાપભાઈ ચોથાણી (ઉ.વ. 73) તે સ્વ. પ્રતાપભાઈ મણિલાલ ચોથાણીના
પત્ની, નિશાંત (સહજાનંદ પ્રિન્ટિંગ પ્રેસ) અને અલ્પાના
માતા, હિતેન્દ્રભાઈ દાવડા અને દીપાના સાસુ તા. 4-11-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
નિવાસસ્થાન 22, વનવિહાર સોસાયટી, વ્યાયામશાળા પાસે, ભુજથી
લોહાણા સ્મશાન ગૃહ તા. 5-11-2025ના
સવારે 9 કલાકે નીકળશે.
ભુજ : વડનગરા નાગર નરેન્દ્ર દિનમણિરાય વોરા (નિવૃત્ત, સિંચાઈ વિભાગ) (ઉ.વ. 67) તે સ્વ. ભગવતલક્ષ્મીબેન દિનમણિરાય
વોરાના પુત્ર, સંધ્યા વોરાના પતિ,
નિશાંત વોરા, હિમલ સુજિત વસાવડાના પિતા,
સમૃદ્ધિ વોરા અને સુજિત વસાવડાના સસરા તા. 3-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 5-11-2025ના બુધવારે સાંજે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી,
રામધૂનની બાજુમાં, ભુજ ખાતે.
ભુજ : મૂળ ચેન્નાઇ સુરેન્દ્રભાઈ વાડીલાલ શાહ (ઉ.વ. 78) તે સ્વ. ચંચળબેન વાડીલાલ માવજી
શાહ (ચેન્નઇ)ના પુત્ર, વીરબાળાબેન
ના પતિ, સ્વ. કિંજલબેન તથા વિશાલ (અભય ગિફ્ટ, સાગર ફ્રેમિંગ-ભુજ)ના પિતા, લક્ષ્મીબેનના સસરા,
સ્વ. ઇન્દુબેન ગુલાબચંદ શાહ, સ્વ. દમયંતીબેન અમૃતલાલ
મહેતા, સ્વ. હેમલતાબેન હરિલાલ શાહ, સ્વ.
સુશીલાબેન નાનાલાલ મહેતા, માલતીબેન વિનોદભાઈ શાહના નાના ભાઈ,
સ્વ. બાબુભાઈ, સ્વ. હરિલાલભાઈ, સ્વ. છગનલાલભાઈ, સ્વ. પ્રભુલાલભાઈ, માવજી, સ્વ. દિનેશભાઇ શાહના ભત્રીજા, ડો. ધીરજભાઈ (યુએસએ), નીતિનભાઈ (ભુજ), લક્ષભાઈ (યુએસએ), હર્ષદભાઈ હરિલાલ શાહ (યુએસએ),
ચંદ્રિકાબેન (યુએસએ), રંજનબેન, કલુબેન, નીલમબેન, સજુબેન,
નંદીવર્ધન (સેલમ), મધુબેન (અંજાર), હરીશભાઇ (અંજાર), વસુધાબેન શાહ, રમેશ અને દીપક છગનલાલ શાહના કાકાઈ ભાઈ, સ્વ. કમલાબેન
નાનાલાલ વિકમશી રાઘવજી શાહ (માંડવી)ના જમાઈ, અમૃતબેન શામજી કુંવરજી
વેકરિયા (માધાપર)ના વેવાઈ, સ્વ. બાબુલાલ દામજી શાહ (માંડવી)ના
ભાણેજ, નીતુબેન અશોકભાઈ ગાંધી (મુંબઈ), સ્વ. જયેશ શાહ (ચેન્નઇ), સ્વ. ઉમેશ અમૃતભાઈ મહેતા (ચેન્નઇ),
સ્વ. રીટાબેન રમેશભાઇ શાહ (ભુજ), ભાવનાબેન (મુંબઇ),
અનિતાબેન (મુંબઇ), સંજય હરિલાલ શાહ (ચેન્નઇ),
અમિતાબેન પ્રકાશ ગાંધી (અભય કલરલેબ-ભુજ), સ્વ.
નીલેશ નાનાલાલ મહેતા, નીલિમા, હિમાંશુ,
મંજરી વિનોદભાઈ શાહ (ચેન્નઇ)ના મામા તા. 3-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 5-11-2025ના
સાંજે 4થી 5 ડોશાભાઈ જૈન ધર્મશાળા, પહેલે માળે, ભુજ ખાતે.
ભુજ : સૈયદ ખતુબીબી (ઉ.વ. 80) તે મ. સૈયદ અહમદશાના પત્ની,
મહેબુબશા, મકબુલશા, નસીબશા
(આલે રસુલ સમાજ પ્રમુખ), હયાશાના માતા, જમાલશા (કરાચી), હારુનશા, હૈદરશા,
મ. અહમદશાના સાસુ, અનવરશા, અશરફશા, હૈદરશા, સમીરશાના ભાભી
તા. 4-11-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 6-11-2025ના ગુરુવારે સવારે 10થી 11 મુરાદશા મસ્જિદ, સેજવાલા માતામ, ભુજ ખાતે.
ગાંધીધામ : હરીશ કાંતિલાલ જોષી (ઉ.વ. 61) તે સ્વ. દયાબેન, સ્વ. કાંતિલાલ ઉમિયાશંકર જોષીના પુત્ર,
ઇન્દિરાબેનના પતિ, ભૂમિકા, ઊર્વી, વૈભવના પિતા, હેત,
દેવાંશીના મોટાબાપા, ગં.સ્વ. ઉર્મિલાબેન સ્વ. ભરતલાલ
જોષીના ભત્રીજા, ગં.સ્વ. ભારતીબેન સ્વ. અરાવિંદ વ્યાસ (કેરા),
અનસૂયાબેન વ્રજલાલ વ્યાસ (ભુજ), હંસાબેન વિનોદ
વ્યાસ (અમદાવાદ), પ્રજ્ઞાબેન પ્રફુલ્લ જોષી (માનકૂવા),
નીલેશના ભાઈ, વીણાબેનના જેઠ, જિતેશભાઈ, કૃણાલભાઈ, મનીષાબેન,
નિશાબેન, નયનભાઈના મામા, સ્વ. જમુનાબેન, સ્વ. નિર્ભયશંકર વ્યાસના જમાઈ (પાંતિયા),
ગં.સ્વ. વિજયાબેન મુકુંદરાય જોષી (માધાપર), રંજનબેન
મહેશચંદ્ર રાવલ (અમદાવાદ), રમાબેન ઉદયભાઈ રાવલ (ખંભરા),
સ્વ. ચંદ્રકાંતભાઈ, રાજેન્દ્રભાઈ, જિતેન્દ્રભાઈ, વાસુદેવભાઈ (પાંતિયા)ના બનેવી તા. 3-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 5-11-2025ના
સાંજે 4થી 5 ગાયત્રી મંદિર હોલ, ઓસ્લો રોડ, ગાંધીધામ ખાતે.
અંજાર : મૂળ વરસામેડીના ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રમાબેન વ્યાસ
(ઉ.વ. 56) તે સ્વ. વિનોદભાઈ વ્યાસના પત્ની, સ્વ. નર્મદાબેન ચંદુલાલભાઈ વ્યાસના પુત્રવધૂ,
દિવ્યાબેન, રેખાબેનના માતા, પ્રકાશભાઈ જોશી, રુદ્રભાઈ જોશીના સાસુ, સ્વ. હરિલાલભાઈ, સ્વ. ત્રિવેણીબેન, વાસુદેવભાઈ, સ્વ. લાલજીભાઈના નાના ભાઈના પત્ની,
સ્વ. રજનીકાંતભાઈ, કનકભાઈ, હર્ષદભાઈના ભાભી, ગં.સ્વ. શારદાબેન, સ્વ. મધુબેન, સ્વ. કમળાબેનના દેરાણી, ગં.સ્વ. પ્રજ્ઞાબેન, મમતાબેન, વર્ષાબેનના જેઠાણી, સ્વ.
સરસ્વતીબેન મૂળશંકર પંડ્યાના પુત્રી, સ્વ. મહેશભાઈ પંડ્યા,
સ્વ. રસીલાબેન, સ્વ. હેમલતાબેન જગદીશભાઈ ત્રિવેદી,
પ્રમોદભાઈ પંડ્યાના બહેન, મયાબેન, દીપિકાબેનના નણંદ તા. 2-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-11-2025ના બુધવારે સાંજે 4.30થી 5.30 ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજવાડી, ટિમ્બી કોઠા ખાતે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી)
અંજાર : શાંતિલાલભાઇ સુંદરજી ગંધા (ઉ.વ. 76) તે કલાવંતીબેનના પતિ, પ્રિયા (સોનુ) ભાવેશ ઠક્કરના પિતા, પુષ્પાબેન મહેન્દ્ર ઠક્કરના ભાઇ, નયનાબેન અનમ,
સતીશભાઇ તન્નાના બનેવી તા. 4-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-11-2025ના બુધવારે સાંજે 4થી 5 રઘુનાથ મંદિર, સવાસર નાકા ખાતે.
માંડવી : સમેજા હનીફાબાઇ ઓસમાણ (ઉ.વ. 58) તે અસલમ, અલ્તાફ અને જાવેદના માતા, થૈમ જાકબ અને જુસબના માસી તા. 4-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-11-2025ના ગુરુવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન સુમરાવાસ, સુખપર, માંડવી ખાતે.
માંડવી : લક્ષ્મીબેન ઉર્ફે (રાજબાઈ) (ઉ.વ. 72) તે સ્વ. રતનશી લાલજી કન્નરના
પત્ની, સામજી બુદ્ધારામ પારિયા (માંડવી)ના પુત્રી,
કેસરબાઈ ભીમજી ફુફલ (માંડવી), હરજી, અર્જુન, પ્રેમજીના માતા, ખેતબાઈ,
ગીતાબેન, હીરબાઇના સાસુ, બાબુલાલ, ગાંગજી, સ્વ. નાનબાઈ,
સ્વ. વાલબાઈ, બિજલ, થાવર,
ખેરાજના ભાભી તા. 4-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 5-11-2025ના બુધવારે પાણિયારો સવારે
નિવાસસ્થાને અને સાદડી નિવાસસ્થાન, ગોકુલવાસ, માંડવી ખાતે.
લોડાઇ (તા. ભુજ) : જીવાબેન વલુભાઈ શેખવા તે સ્વ. ગોપાલભાઈ માલાભાઈ
શેખવાના ભાભી, સ્વ. લક્ષ્મીબેન ગોપાલભાઈ
શેખવાના જેઠાણી, રમેશભાઈ શેખવા (ઈજનેર), રાજેશ શેખવા (એડવોકેટ), હર્ષા વાણિયાના મોટીમા,
તુસાર વાણિયાના મોટા સાસુ, પરિમલ, આર્યન, આદિત્ય, ઉદિતાંશુ,
ઉર્જસ્વીના મોટા દાદી, રજની પરિમલ શેખવાના મોટા
મા, સ્મિત, જીતના મોટા નાની, માયા જીત વાણિયાના નાનીસાસુ, સાંચીના પરદાદી તા. 4-11-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર તા. 6-11-2025ના સવારે 6થી 10 નિવાસસ્થાન લોડાઈ ખાતે.
કિડાણા (તા. ગાંધીધામ) : ભટ્ટ અમિતભાઈ (ઉ.વ. 41) (પીજીવીસીએલ-અંજાર) તે દિવાળીબેન
અશ્વિનભાઈ ભટ્ટના પુત્ર, સ્વ. હરિલાલભાઈ,
સ્વ. ધનજીભાઈ, જેન્તીભાઇના ભત્રીજા, હિનાબેનના પતિ, સ્વ. પરસોત્તમ મીઠુભાઈ આપટે (દહીસર-મુંબઈ)ના
જમાઈ, ઈલાબેન કિરણભાઈ ભાનુ (દેવળિયા), કલ્પનાબેન
બિપિનભાઈ આપટે (મુંબઈ), સ્વ. હંસાબેન સુનીલભાઈ આચાર્ય (મોડવદર),
ચેતન ભટ્ટના ભાઈ, હેમાંશી, બંસરી, ક્રિષાંગના પિતા, જયાબેનના
જેઠ તા. 3-11-2025ના
અવસાન પામ્યા છે. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-11-2025ના ગુરુવારે સાંજે 4થી 5 આહીર સમાજવાડી, કિડાણા ખાતે.
ખારીરોહર (તા. ગાંધીધામ) : હાજિયાણી હલીમાબાઇ તે હાજી હાસમશા
શેખડાડા અંજારિયાના પત્ની, મામદશા,
હાજીશા, કાસમશા, હાજી ભચલશાના
માતા, શેખડાડા હાજી અમિલશા અને શેખડાડા જમનશાના ભાભી તા. 4-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 6-11-2025ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ખારીરોહર, તા. ગાંધીધામ ખાતે.
આંબાપર (તા. અંજાર) : નારાણભાઇ કાપડી તે સ્વ. વેલજીભાઇ સેવારામ
કાપડીના પુત્ર, મંજુલાબેનના પતિ,
સ્વ. દિલીપભાઇ, નીલેશભાઇ, હિતેષભાઇ, હિનાબેનના પિતા, લક્ષ્મીબેન,
ગીતાબેન, ગોમતીબેન, ક્રિષ્નાબેન,
વનિતાબેનના ભાઇ, મેઘબાઇ મણિરામ કાપડીના ભત્રીજા,
હાર્દિક નીલેશભાઇના દાદા તા. 3-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 15-11-2025ના તથા લૌકિક ક્રિયા નિવાસસ્થાને
આંબાપર, તા. અંજાર ખાતે.
કોટડી-મહાદેવપુરી (તા. માંડવી) : મૂળ બૌવાના સાવિત્રીબા જાડેજા
(ઉ.વ. 51) તે સ્વ. જાડેજા નાથીબા રાધુજી
જસાજીના પુત્રવધૂ, મનુભાના પત્ની,
હેમુભા, હનુભા, હમીરજી,
લાખુભા, સ્વ. પ્રતાપસિંહ, દિલીપસિંહ, રામસંગજી, જાલુભા,
ભાવસંગજીના ભાભી, વીરેનસિંહ, રણજિતસિંહ, જુવાનસિંહના માતા, વિદ્યાબા,
મયૂરસિંહના દાદી, સ્વ. સોઢા ખાનજી રામસંગજી (મિયાણી)ના
પુત્રી, વિજયરાજસિંહના બહેન તા. 4-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન કોટડી (મહાદેવપુરી) ખાતે.
કોટડી-મહાદેવપુરી (તા. માંડવી) : મૂળ મોટી મઉંના જાડેજા લધુજી
દાદુજી (ઉ.વ. 80) તે અનિલસિંહ, ખાનુભા, સામતજી,
ચાંદાબા, મોહનબા, સ્વ. નરસંગજીના
પિતા તા. 4-11-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા નિવાસસ્થાન કોટડી (મહાદેવપુરી) ખાતે.
ગોધરા (તા. માંડવી) : નારેજા મરીયમબાઇ ઉમર (ઉ.વ. 90) તે મ. નારેજા સુલેમાન ઇશાક, મ. નારેજા જુસબ ઇશાકના ભાભી, નારેજા કાસમ ઉમર, નારેજા ઇશાક ઉમરના માતા, અલ્તાફ, અસગર, અલબક્ષ, અકમલના દાદી, ચવાણ શબ્બીર, ચવાણ
રજાકના નાની તા. 4-11-2025ના
અવસાન પમ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-11-2025ના ગુરુવારે સવારે 10.30થી 11.30 સુન્ની મુસ્લિમ
જમાતખાના, ગોધરા ખાતે.
બારોઇ (તા. મુંદરા) : વાલજી પચાણ ફફલ (ઉ.વ. 65) તે સ્વ. પચાણ હમીર ફફલના પુત્ર, વાલબાઇના પતિ, દિનેશ,
ચાંગુબેનના પિતા, ગાંગજીભાઇના સસરા, અરૂન, ભાવિના દાદા તા. 4-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 6-11-2025ના ગુરુવારે આગરી, તા. 7-11-2025ના શુક્રવારે બારમતી ચોખંડો બારોઇ ખાતે.
મોટી વિરાણી (તા. નખત્રાણા) : હાલે વડોદરા ભચીબેન ખેતાણી દીવાણી
(ઉ.વ. 86) તે રામજીભાઈ શિવદાસ ખેતાણીના
પત્ની, શાંતિભાઈ, જયંતીભાઈ,
ગાવિંદભાઇ અને મંજુબેનના માતા, સ્વ. ખેતશીભાઇ અને
હરિભાઈના ભાભી, દિલીપ, ભાવેશ, પરેશ, ચેતન, મમતા, વિનલ, ગાયત્રી અને ભાવિકાના દાદી તા. 4-11-2025ના અવસાન પામ્યા છે. સંપર્ક
: ગાવિંદભાઇ-90991 50603, ચેતનભાઈ-70468 35721.
રોહા સુમરી (તા. નખત્રાણા) : સોલંકી માનસંગજી દામજી (ગાભાભાઇ)
(અંબિકા મસાલા ભંડારવાળા) તા. 3-11-2025ના
અવસાન પામ્યા છે.
વમોટી નાની / નરેડી (તા. અબડાસા) : હાલ મુંબઇ ડાયાબાઇ કલ્યાણજી
થાર્યાભાઇ માધવજી ગોરી (ઉ.વ. 73) તા. 1-11-2025ના અવસાન પામ્યા છે. તમામ પક્ષની
પ્રાર્થનાસભા તા. 5-11-2025ના
બુધવારે સાંજે 4થી 5 કચ્છી ભાનુશાલી મહાજનવાડી,
નરેડી ખાતે.
નુંધાતડ (તા. અબડાસા) : જાડેજા જુવાનસિંહ બળવંતસિંહ (ઉ.વ. 52) તે સ્વ. જાડેજા બળવંતસિંહ ભુરુભાના
પુત્ર, જાડેજા ઘનશ્યામસિંહ, કિશોરસિંહના
ભાઇ, જાડેજા જયવીરસિંહના પિતા, જાડેજા પુષ્પરાજસિંહ,
સત્યવીરસિંહના કાકા, જાડેજા રાજવીરસિંહના દાદા
તા. 3-11-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 14-11-2025ના શુક્રવારે તથા પ્રાર્થનાસભા
તા. 8-11-2025ના શનિવારે સવારે 9થી સાંજે 5 દરબારગઢ,
નુંધાતડ ખાતે.
કડુલી (તા. અબડાસા) : ગજણ ઈબ્રાહિમ ગજા (ઉ.વ. 80) તે અબ્દુલ ગજા, મ. આમદ ગજાના ભાઈ, મામદ,
આધમ, જાફર, ઈમરાનના પિતા,
ગજણ હસણ જુસબ, સિધિક ઓસમાણ, જે. જે. ગજણના કાકાઈ ભાઈ, ઇશાક સુલેમાન, ઈશા સુમાર, હારુન ઇસ્માઇલ, દાઉદ
અબ્દુલ, કાસમ આમદના મોટાબાપા, સંગાર આમદ
હુસેન (લાલા)ના બનેવી તા. 4-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-11-2025ના ગુરુવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન કડુલી ખાતે.
મોકરશીવાંઢ (તા. અબડાસા) : નાદીરા જુણસ ખોડ (ઉ.વ. 4) તે જુણસ તમાચીના પુત્રી, ખોડ તમાચીના પૌત્રી, આમદ
અબ્દુલ, ઓસમાન ગનીના ભત્રીજી તા. 25-10-2025ના અવસાન પામ્યા છે.
કોરિયાણી (તા. લખપત) : સોઢા કેસુભા રતનસિંહ (ઉ.વ. 76) તે જોરૂભા રતનસિંહ, સ્વ. સોઢા સોનજી રતનસિંહ, સ્વ. સોઢા ભુરજી રતનસિંહના ભાઈ, સોઢા ધનુભા, મહેન્દ્રસિંહ, કિરીટસિંહના પિતા, સોઢા લાલજી, ગુલાબસિંહ, બિરાજસિંહના
કાકા તા. 3-11-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-11-2025ના સવારે 8થી સાંજે
6 નિવાસસ્થાન, કોરિયાણી (તા. લખપત) ખાતે.
જામનગર : વડનગરા નાગર પ્રકાશ રમાનાથભાઇ ધોળકિયા તે હર્ષાબેનના
પતિ, ડો. સોહમ તથા નિકુંજના પિતા, સ્વ. હેમપુષ્પ, સ્વ. હરેશ, ચંદ્રશેખર,
કુલીન, પરેશ, વિરેશ,
પીયૂષના ભાઇ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-11-2025ના ગુરુવારે સાંજે 4.30થી 6.30 બેન્કવેટ હોલ, ઓસવાળ સેન્ટર, જામનગર
ખાતે તથા તા. 8-11-2025ના
શનિવારે બપોરે 3થી 5 સરદાર પટેલ બેન્કવેટ હોલ,
80 ફૂટ રોડ, આણંદ ખાતે.