• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ બિટ્ટાના મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ મહેન્દ્રભાઇ ખરાશંકર ભટ્ટ (સિંચાઇ વિભાગ) (ઉ.વ. 75) તે સ્વ. હેમકુંવરબેન ખરાશંકર ભટ્ટના પુત્ર, નલિનીબેન ભટ્ટ (જનરલ હોસ્પિટલ)ના પતિ, સ્વ. મીનાક્ષીબેન, દુર્ગાબેન, દીપમાલા (સીએચઓ, ભુજોડી)ના પિતા, આશિષ ભટ્ટ (પોલીસ), કૃતાર્થ ભટ્ટ (અદાણી કોલેજ)ના સસરા, સ્વ. પ્રાણકુંવરબેન નર્મદાશંકર દવે, સ્વ. ગુલાબબેન કાન્તિલાલ ગોર, સ્વ. કુ. કિશોરીબેન કે. ભટ્ટ, સ્વ. દેવમણીબેન સુરેશભાઇ ઉપાધ્યાય, સ્વ. લીલાવતીબેન અરાવિંદભાઈ જાની, ગં.સ્વ. પૂર્ણિમાબેન નવીનભાઈ ત્રિવેદી, ગં.સ્વ. અંજુબેન વિનોદભાઈ દવે, દિનેશભાઈ ભટ્ટ (ધ્રાગંધ્રા)ના ભાઈ, અંબાપ્રસાદભાઈ અમૃતલાલ ત્રવાડી, સ્વ. જયસુખ ત્રવાડી, મહેશ ત્રવાડી, રમેશ ત્રવાડી, સ્વ. હંસાબેન રસિકલાલ દવે, સ્વ. જ્યોત્સના જયેશભાઈ જાની (રાજકોટ)ના બનેવી, સર્જન, સૃષ્ટિ, દીક્ષાંતના નાના તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-1-2025ના સાંજે 4.30થી 5.30 વાઘેશ્વરી મંદિર પાર્ટી પ્લોટ, સોનીવાડ, ભુજ ખાતે.

ભુજ : વડનગરા નાગર યજ્ઞેશ્વરીબેન હરિપ્રસાદ વૈષ્નવ તે સ્વ. હરિપ્રસાદ માણેકલાલ વૈશ્નવના પત્ની, સ્વ. ઉજમબેન મોહનલાલ છાયા (અંજાર)ના પુત્રી, સ્વ. નિરંજન, નિમિષ (બીએમસીબી), પ્રજ્ઞા હરેશભાઇ બૂચ, હંસા મુકેશભાઇ છાયા, મીના જગદીશભાઇ અંજારિયા, નીશા હિરેનભાઇ ધોળકિયા, ખેવના વિરંગભાઇ વોરાના માતા, મીના નિમિષ વૈશ્નવના સાસુ, ધ્રુમિના દાદી, મનન બૂચ, ધારા નીલય ધોળકિયા, વિભવ, વિધાત્રી દૈવત અંતાણી, વૈદેહી કાર્તિક મહેતા, વેદ ધોળકિયાના નાની, સેજલ મનન બૂચ અને કૈરવ વેદ ધોળકિયાના નાનીજી તા. 2-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-1-2025ના શનિવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ, છઠ્ઠીબારી, ભુજ ખાતે.

ભુજ : સુમરા હાજિયાની હલીમાબાઇ (ઉ.વ. 75) તે સુમરા હાજી ઇલિયાસ (રિટાયર્ડ એમ.ઇ.એસ. કર્મચારી)ના પત્ની, મ. સુમરા હાજી ઓસમાણ તથા સુમરા રુકિયાબાઇ ઉમરના ભાભી, અબ્દુલ રહેમાન (એમ.ઇ.એસ.), ઇકબાલ (મસ્કત), મહંમદરફીક (એમ.ઇ.એસ.), કુલસુમબાઇ ઇશાકના માતા, રિયાઝ તથા અફરોઝના મોટીમા, ઇશાકના સાસુ, માસુમ તથા મોહિનુદ્દીનના દાદી, જાફરના નાની તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-1-2025ના શનિવારે સવારે 10થી 11 બકાલી મસ્જિદ, પાટવાડી નાકા બહાર, ભુજ ખાતે.

ભુજ : મૂળ મેઉ (મહેસાણા)ના ઔદિચ્ય બ્રાહ્મણ અ.સૌ. કિનાબેન કનુભાઇ રાવલ (ઉ.વ. 55) તે કનુભાઇ રાવલ (નિવૃત્ત બી.એસ.એન.એલ. કર્મચારી)ના પત્ની, મિતેષભાઇ રાવલ (લેક્ચરર પોલિટેકનિક) અને હિમાંશીબેન પંડયાના માતા, આરતીબેન, વિવેકકુમારના સાસુ, સ્વ. મુરલીધરભાઇ, ગં.સ્વ. હસુમતીબેનના પુત્રી, લક્ષ્મણભાઇ, ભાનુભાઇ, યશવંતભાઇના ભાભી, કૈલાશબેન, ઉષાબેન, દક્ષાબેનના દેરાણી, મહેશભાઇ જાની, નીલાબેન રાવલ, તૃપ્તિબેન ઠાકરના બહેન તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-1-2025ના સાંજે 4.30થી 5.30 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ મસ્કાના હાલે વિક્રોલી (મુંબઇ) રાજગોર કૃપાશંકર મોતા (મંગલભાઈ) (ઉ.વ. 76) તે નાનબાઈ લક્ષ્મીદાસ મોતાના પુત્ર,  મીનાબેનના પતિ, દીપક, કાજલના પિતા, પ્રીસા, પ્રનન્યાના દાદા, નીલના નાના, સ્વ. મણિશંકર, નારાયણજી, સ્વ. મણિબેન ભગવાનજી માકાણી (મંદિરવાળા), વિદ્યાબેનના ભાઈ, જિજ્ઞાબેન (નિમિષા)ના સસરા, સ્વ. લક્ષ્મીદાસ જેઠા ઉગાણી (ભુજ)ના જમાઈ, સ્વ. રવિશંકર, સ્વ. ઉમિયાશંકર, સ્વ. હરિશંકર, મહેશભાઈ (મહેશ સ્વીટ), ગં.સ્વ. અમૃતબેન કરસનદાસ મોતા, સ્વ. રતનબેન કાનજી મોતા, સ્વ. પ્રભાબેન શંકરલાલ મોતા, સ્વ. શાંતાબેન પ્રેમજી મોતા, સ્વ. દમયંતીબેન ખીમજી મોતા, સ્વ. મંજુલા / જયાબેન નવીનચંદ્ર જેસરેગોર, ઉર્મિલાબેન જેન્તીલાલ વિઠ્ઠા, ભારતીબેન નીતિનભાઈ શંકરવાલાના બનેવી, ગં.સ્વ. પ્રભાબેન, ગં.સ્વ. શાંતાબેન, સ્વ. રેખાબેન / ક્રિષ્નાબેનના નણદોયા, દીપક, રાજેન્દ્ર, રોહિત, મનીષ, પ્રદીપ, નિર્મલ, સ્વ. જિતેન, સ્વ. અંકિત, શર્મિલા ભાવેશભાઈ વિઠ્ઠા, રિદ્ધિ નીરવભાઈ સોનીના ફુવા તા. 31-12-2024ના મુંબઈ મધ્યે અવસાન પામ્યા છે. સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 4-1-2025ના શનિવારે 4.30થી 5.30 રાજગોર સમાજવાડી, આરટીઓ રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.

ગાંધીધામ : જ્યોતિબેન (ઉ.વ. 54) તે ઠક્કર કીર્તિભાઇ (ટેક્સીવાળા)ના પત્ની, મથરાદાસ સામજી મહિધર (બિટ્ટા)ના પુત્રવધૂ, સ્વ. બાબુલાલ છગનલાલ શેઠિયાના પુત્રી, સ્વ. ભાવિન, રાહુલના માતા, ગં.સ્વ. મિત્તલના સાસુ, નિક્ષવ, નિક્ષવીના દાદી, સ્વ. જગદીશના નાના ભાઇના પત્ની, અજિતભાઇ (ગાંધીધામ), સ્વ. મીનાબેન દિલીપભાઇ દૈયા (મોથાળા)ના ભાભી, ગં.સ્વ. જયાબેનના દેરાણી, નયનાબેનના જેઠાણી, કનૈયાલાલ, રામભાઇ, સ્વ. જિતેન્દ્રના બહેન, દમયંતીબેન, સંગીતાબેનના નણંદ તા. 2-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-1-2025ના સાંજે 4.30થી 5.30 રામાનંદી સાધુ સમાજવાડી, રાપરિયા હનુમાન મંદિર, ભારતનગર, ગાંધીધામ ખાતે.

અંજાર : મૂળ ધાણેટીના ભરત ઉર્ફે ભાવેશ બારોટ (ઉ.વ. 38) તે જમનાબેન તથા સ્વ. ભીમજીભાઇના પુત્ર, શારદાબેનના પતિ, મહેશભાઈના મોટાભાઈ,  મીત અને જાનવીના પિતા, રસીલાબેન તથા અમરાસિંહભાઈ (સુરેન્દ્રનગર)ના જમાઈ તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-1-2025ના સાંજે 4થી પ નિવાસસ્થાને બારોટ કેમ્પ, ખેતરપાળ મંદિર પાછળ, અંજાર ખાતે.

અંજાર : મરછુ કઠિયા સઈ સુથાર નારણભાઈ ભાણજીભાઈ પીઠડિયા (ઉ.વ. 81) તે સ્વ. રતનબેન ભાણજીભાઈ પીઠડિયાના પુત્ર, સ્વ. જયાબેનના પતિ, સ્વ. મોહનલાલ ચાંપશીભાઈના ભત્રીજા, સ્વ. રંભાબેન ગાવિંદભાઈ પરમાર, સ્વ. નિર્મળાબેન (ધનીબેન) લવજીભાઈ ચાવડા, સ્વ. ભાગ્યરથીબેન પ્રાગજીભાઈ પરમાર, ગવરીબેન (બચુબેન) પ્રવીણભાઈ ડાભી (ભુજ), સ્વ. પીઠાભાઈ મોહનલાલ, સ્વ. ચમનભાઈ મોહનલાલ, સ્વ. જીવતીબેન ગાવિંદભાઈ, સાવિત્રીબેન બાબુભાઈ પરમાર, ધનલક્ષ્મી ચમનલાલ ગોહિલના ભાઈ, સ્વ. દિવાળીબેન ભાણજીભાઈ સોલંકી (ભુજપુર)ના જમાઈ, સુરેશભાઈ, મંજુબેન, પ્રકાશભાઈ, હર્ષાબેન (નારણપર)ના પિતા, લતાબેન, રૂપાબેન, સુરેશભાઈ પરમાર (અંજાર), સુરેશભાઈ પરમાર (નારાણપર)ના સસરા, ભાવિન, જય, નેહા, યક્ષીતના દાદા, ડિમ્પલના દાદાજી સસરા, પર્વના પરદાદા, મહેશ, પ્રવીણા, દીપક, કાનો, કપિલ, જાગૃતિ શ્યામકુમાર સોલંકી (મુંદરા)ના મોટાબાપા, વૈશાલીના મોટા સસરા, પ્રાણલાલ સોલંકી (મુંબઈ), બાબુલાલ સોલંકી (મુંબઈ), સ્વ. શાંતિલાલ (મુંબઈ), સ્વ. કિશોરભાઈ (મુંબઈ), સ્વ. મધુસૂદન (ભુજપુર), લીલાવતીબેન (બારોઈ), અનસુયાબેન, નીરૂબેન (માંડવી)ના બનેવી, ઉમેશ, મહેશ, કૈલાશ, ગિરીશ, રજનીશ, પીયૂષ, વિમલ, સ્વ. કીર્તિ, પીયૂષ, દિનેશ, દિશલ, સરલાબેન, રમીલાબેન, પુષ્પા, હર્ષા, રેખા, ઊર્મિલા, ભારતી, મધુ, સ્વ. ઉષા, રાખીના મામા, પરાગ, જિગર, દક્ષા, પૂજા, મનીષા, જુલીના નાના તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. બને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-1-2025ના શુક્રવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, જન્મોત્રી સોસાયટી, અંજાર ખાતે.

માંડવી : જ્યોત્સનાબેન વાસરાણી (ઉ.વ. 72) તે હરેશભાઇ વાસરાણીના પત્ની, સ્વ. હરખચંદભાઇ હીરાચંદ વાસરાણીના પુત્રવધૂ, બિજલ, ભાવિની, જેકિન, કાજલના માતા, કૌશલ્યાબેનના સાસુ, રૂત્વી, કુંજનીના દાદી, વંશ, મેશ્વા, ક્રિશા, ધ્યાનના નાની તા. 2-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-1-2025ના સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, સ્વામિનારાયણ મંદિર રોડ, માંડવી ખાતે.

માંડવી : હાજી અનવર હુશેન નૂરાની (હાડવૈદ્ય) (ઉ.વ. 82) તે અફઝલ નૂરાની (લક્કી સ્ટોર), અસગર નૂરાની (નુસરત એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ)ના પિતા, અબ્દુલકાદર દાઉદ નૂરાનીના કાકા, મોહંમદ જુનેદ, મોહંમદ અસવદના દાદા તા. 2-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-1-2025ના શનિવારે સવારે 11થી 12 તથા બહેનો માટે 10થી 11 મેમણ જમાતખાના, માંડવી ખાતે.

પદ્ધર (તા. ભુજ) : મોતી રામૈયા બરાડિયા (ઉ.વ. 75) તે સ્વ. રમીબેનના પતિ, જમુબેન, હીરુબેન, બાબુભાઇ, કાનાભાઇ, દેવરાજભાઇ, દેવદાનભાઇ, સ્વ. વિનોદભાઇના મોટા ભાઇ, ભરત, ગાંગા, લખમી, જશુ, ભાવનાના પિતા, સ્વ. ગોવિંદભાઇ, શંભુભાઇ, મેગરના બનેવી, સોનાક્ષી, હેતાંશી, પ્રાશીના દાદા તા. 2-1-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને ચામુંડા માતાજી મંદિરની બાજુમાં, પદ્ધર ખાતે.

સરલી (તા. ભુજ) : ઓઢેજા દાઉદ રમજુ (ઉ.વ. 70) તે મ. આમદ રમજુ અને ઈબ્રાહિમ રમજુના ભાઈ, કાદર અને આદમના પિતા, અબ્દુલ, ઉરશ, ઉંમર, અનવરના કાકા તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-1-2025ના શનિવારે સવારે 10થી 11 નૂર મસ્જિદ, સરલી ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ મગવાણા (તા. નખત્રાણા)ના કંકુબેન શિવજી રૂડાણી તે શિવજી હસરાજ રૂડાણીના પત્ની, જેન્તીભાઈ (પાટીદાર ઇન્ફોટેક), નરાસિંહભાઈ (ગાયત્રી ટ્રેડર્સ), બાબુભાઈ (પ્લસ પ્લાયવૂડ), રમેશભાઈ (નીરવ પ્લાયવૂડ), અને શાંતાબેન (નખત્રાણા)ના માતા, સ્વ.મંજુલાબેન, નર્મદાબેન, કાન્તાબેન, ગૌરીબેનના સાસુ, કલ્પેશ, પ્રકાશ, રાજેશ, ચેતન, જયેશ, નીરવના દાદી, વર્ષાબેન, પ્રીતિબેન, પૂજાબેન, દિવ્યાબેન, ક્રિષ્નાબેન, રીનાબેનના દાદીસાસુ તા. 2-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-1-2025ના શનિવારે સાંજે 4થી 5 સોરઠિયા સમાજવાડી, ગાયત્રી મંદિરની બાજુમાં, જૂનાવાસ, માધાપર ખાતે.

સુખપર (તા. ભુજ) : ગં.સ્વ. ભચીબેન ચાવડા (ઉ.વ. 92) તે સ્વ. ભોજા મૂરા ચાવડાના પત્ની, સ્વ. હમીર વેલાભાઇ રાઠોડ (ગઢશીશા)ના પુત્રી, બાબુ હમીર, ભીમજી હમીર (ગઢશીશા)ના બહેન, નાનજીભાઇ ચાવડા, વાલજીભાઇ ચાવડા, સ્વ. કેશરબેન (ધાવડા), નાનુબેન (ભુજ), કાન્તાબેન (ખીરસરા-નેત્રા)ના માતા, મણિલાલ, રસીલાબેન (વજેપુરા કંપા), મંજુલા (ખોંભડી મોટી), હેમલતા (ખીરસરા), કલ્પના (સુખપર), ભાવના (દુજાપર), મુક્તા (ભુજ), ચંદ્રિકા (વાડાસર), મીના (સુખપર-રોહા), જગદીશ (સુખપર)ના દાદી, સ્વ. પૂંજા જખુ ચાવડા (મિરજાપર), ડાયા જખુ, હીરજી જખુ, અરજણ જખુ (સુખપર)ના કાકી, ભીખાલાલ (મિરજાપર), ગોવિંદ, ગોપાલ, ભરત, ભીખાલાલ (વિથોણ)ના દાદી તા. 2-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને તથા ધાર્મિકક્રિયા તા. 7-1-2025ના મંગળવારે તથા 8-1-2025ના સવારે 10 વાગ્યે પાણીયારો નિવાસસ્થાન સુખપર ખાતે.

મોડસર (તા. અંજાર) : ભચીબેન મ્યાજરભાઇ ચાવડા (ઉ.વ. 79) તે સ્વ. મ્યાજરભાઇ વાલાભાઇ ચાવડાના પત્ની, સ્વ. નારણભાઇ, ગાંગાભાઇના નાના ભાઇના પત્ની, બાબુભાઈના ભાભી, શામજીભાઇ, શંભુભાઇ, સ્વ. કાનાભાઇ, હીરાભાઇ, અરજણભાઇના કાકી, રઘુભાઇ, રમેશભાઇ (કારો. ચે. અંજાર તા.પં.)ના મોટીમા તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન મોડસર, તા. અંજાર ખાતે.

મેરાઉ (તા. માંડવી) : શીરૂ હવામા આમદ (ઉ.વ. 85) તે જુસબ, ઉમરના માતા, મ. સિધિક, મ. અયુબ, રમજાનના બહેન, જુસબ નૂરમામદના સાસુ, મ. ગની, મ. ઈબ્રાહિમ, મ. ઈલિયાસના ભાભી, મ. આમદ હસણના પત્ની, ગુલામ હુશેન, નૂરમામદના દાદી તા. 2-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-1-2025ના શનિવારે સવારે 11થી 12 મુસ્લિમ જમાતખાના, મેરાઉ ખાતે.

મદનપુરા (તા. માંડવી) : નિશ્વ જુલેશ પારસિયા (ઉ.વ. 6) તે પુનીતાબેન જુલેશ પારસિયાના પુત્ર, કમળાબેન ભવાનજીભાઈ પારસિયાના પૌત્ર, ટ્વીસાના ભાઈ, પલ્લવીબેન અને રિયાબેનના ભત્રીજા, જયશ્રીબેન મોહનભાઈ સૈઘાણી (બિદડા)ના દોહિત્ર તા. 2-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 3-1-2025ના શુક્રવારે સવારે 8.30થી 12 અને બપોરે 3થી 5 નિવાસસ્થાને.

રવાપર (તા. નખત્રાણા) : મારૂ કંસારા સોની વિશનજી માધવજી બુદ્ધભટ્ટી (છગનભાઈ) (ઉ.વ. 72) તે સ્વ. મણિબેન માધવજી હેમરાજ બુદ્ધભટ્ટીના પુત્ર, સ્વ. હંસાબેનના પતિ, સ્વ. લાલજી હેમરાજ બુદ્ધભટ્ટીના ભત્રીજા. સ્વ. ભાણજીભાઇ (કોટડા), જીવરાજભાઈ (ભુજ), ગં.સ્વ. લક્ષ્મીબેન (માધાપર), રતિલાલભાઈના ભાઈ, પ્રીતિબેન ભરતભાઈ (ભુજ), દુર્ગાબેન આનંદકુમાર (આદિપુર), નયન, યોગેશના પિતા, નિમિષાબેન, ક્રિષ્નાબેનના સસરા, દૃષ્ટિ અને યશવીના દાદા, ગં.સ્વ. જશોદાબેન, સ્વ. વસંતાબેનના દિયર, વિમળાબેનના જેઠ, સ્વ. નરશીભાઇ દામજી બારમેડા (મેઘપર)ના જમાઈ, મંજુબેન (ગઢશીશા), ભગવાનજી (કોટડા), ગીતાબેન, હંસાબેન, નયનાબેન, રંજનબેન (નખત્રાણા), સુરેશ (કોટડા), પ્રવીણ, નવીન (ભુજ)ના કાકા, નીલેશ, રાજેશ, ચંદ્રકાન્તના મોટાબાપા, મોહિત, વૈભવ, મિશિતા, ક્રિશિવના નાનાબાપા તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-1-2025ના શનિવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, રવાપર ખાતે.

મંગવાણા (તા. નખત્રાણા) : ગુંસાઇ વેલવન પરસોત્તમવન (હિંગલાજિયા) (ઉ.વ. 76) તે સ્વ. કેસરબેન પરસોત્તમવનના પુત્ર, ગવરીબેનના પતિ, ભરતવન, હંસાબેન પ્રવીણગર, ઇન્દુબેન મનોજગર, મિતાબેન વિજયગિરિ, નેહાબેન પ્રવીણગરના પિતા, નીલમબેનના સસરા, પ્રતાપવન, મુલવન, વિમળાબેન, સ્વ. પ્રભાબેન, રમીલાબેન, દમયંતીબેન, ચંદ્રિકાબેનના ભાઇ, કુસુમબેન, જશોદાબેનના જેઠ, જિગરવન, પ્રકાશવન, ઉર્મિલબેન, કોમલબેનના મોટાબાપા, સ્વ. શંભુગર પરસોત્તમગર (ધુણઇ)ના મોટા જમાઇ, સુરેશગર, રામગર, કાંતિગર, અરવિંદગર, વિમળાબેન, ભગવતીબેન, સરસ્વતીબેનના બનેવી, લતાબેન, ગાયત્રીબેનના મોટા સસરા, વૈભવ, હેમાંશી, ઓમ, અભીના દાદા તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-1-2025ના બપોરે 3.30થી 4.30 ભીડભંજન મહાદેવ મંદિર, મંગવાણા ખાતે.

મથલ (તા. નખત્રાણા) : ગોસ્વામી ગં.સ્વ. દમયંતીબેન (ઉ.વ. 87) તે સ્વ. કાશીપુરીના પત્ની, સ્વ. ગંગાબેન તેજપુરીના પુત્રવધૂ, સ્વ. ચંદુબેન શંભુપુરી (રસલિયા), સ્વ. નારાણપુરી, ગં.સ્વ. ચંપાબેન ધનભારથી (ભુજ), ગં.સ્વ. હંસાબેન કાશીપુરી (ગાંધીધામ), ગં.સ્વ. જશોદાબેન હરેશગિરિ (મુંબઇ), મંજુલાબેન કિશોરગિરિ (અંજાર), સ્વ. શિવપુરી, ચેતનપુરીના માતા, સ્વ. હીરાપુરી (કોટડા-જ.), સ્વ. બચુપુરી (મથલ), સ્વ. કરશનપુરી (ખાંભલા), સ્વ. પુરાબેન (મુધાન)ના નાના ભાઇના પત્ની, સ્વ. ડાઇબેન (કોટડા-જ.), ગં.સ્વ. કબુબેન (મથલ), સ્વ. રામીબેન (ખાંભલા)ના દેરાણી, બાબુપુરી (ગળપાદર), રામપુરી (કોટડા-જ.), સ્વ. શંકરપુરી (અમદાવાદ), સ્વ. શંભુપુરી (વંગ), સ્વ. પરબતપુરી (મથલ), સ્વ. શંકરપુરી (ખાંભલા), હરિપુરી (ખાંભલા), બુધુપુરી (ખાંભલા)ના કાકી, સ્વ. બચુબેન કારાગિરિ (રતડિયા)ના પુત્રી, સ્વ. કાશીબેન (ભુજ)ના નાના બહેન તા. 2-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 4-1-2025ના બપોરે 3થી 4 ભીમનાથ દાદા મંદિર, મથલ ખાતે તેમજ બારસવિધિ તા. 13-1-2025ના.

કોટડા-રોહા (તા. નખત્રાણા) : જત હાસમ લતીફ (ઉ.વ. 60) તે લતીફ ઇસ્માઇલના પુત્ર, ઇબ્રાહિમ અને હુશેન, ઇબ્રાહિમ હસણના ભાઇ, કાસમ, મુસ્તાક, સલીમ, અલીમોહમંદના પિતા, દાઉદ જુમ્મા, મામદ ઉમર, મામદ ઓસ્માણના સાળા તા. 2-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-1-2025ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન કોટડા-રોહા ખાતે.

ડાડોર (તા. નખત્રાણા) : જાડેજા હરિસંગજી હરભમજી (ઉ.વ. 88) જાડેજા માનકોરબાના પતિ, જાડેજા હઠુભા તથા રાણુભાના પિતા, હેમુભા, લાખુભા, ખેંગારજી, સુરાજી, કરસનજી, ભિમજી તથા હમીરજીના મોટા બાપુ, પૂર્વરાજાસિંહ, પ્રિન્સરાજાસિંહ, હઠુભા, મયુરાસિંહ, દીપસંગજીના દાદા, શક્તાસિંહ, હર્ષવર્ધનાસિંહ તથા દિવ્યાબાના પરદાદા, સોઢા ઉદાસિંહ વખતાજી, સોઢા રાજમલજી વખતાજી, સોઢા રૂપસંગજી રાણાજી, રાઠોડ લક્ષ્મણાસિંહ સૂરાજીના સસરા, સોઢા ભિભાજી સ્વરૂપાજી, સુરતાજી અરજણજી, કરણાસિંહ ભૂરજીના મામા, ભુરજી હંજાજીના સાળા, સમા કરશનજી પતાજીના બનેવી, સોઢા નગજી, નવલાસિંહ, અર્જુનાસિંહ, ક્રિયાંશાસિંહના નાના તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. બારસ (ઘડાઢોળ) તા. 12-1-2025ના રવિવારે નિવાસસ્થાન ડાડોર ખાતે.

મોસુણા (તા. નખત્રાણા) : રબારી રાણાભાઇ જીવણ (ઉ.વ. 100) તે દેવલબેનના પતિ, કરણાભાઇ, ગાભાભાઇ, બિજલભાઇ, લાખાભાઇ, રાણીબેન કમા (ભોજરાજવાંઢ)ના પિતા તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મોસુણા ખાતે.

જનાણ ખડીર (તા. ભચાઉ) : પીતાંબર મોહનલાલ વ્યાસ તે દિવાળીબેનના પતિ, રૂપેશ, ભાવેશ, ગાયત્રીના પિતા, નરભેરામ, વાલજી, ઈશ્વર, ગુલાબજી, ગોદાવરીબેન, મટુબેન, લાડુબેન, ડાઈબેન, વિદ્યાબેનના ભાઈ, ઋષિરાજ, તુલસી, તેજમાલ, અરજણજી, છગનલાલના કાકાઈ ભાઈ, ભરત, નવીન, ચંદુભાઈ, વિનોદ, હર્ષદ, વિક્રમ, ભરત, જશીબેન, રમીલાબેન, જશીબેનના કાકા, વિપુલ, વિપુલ, માયા, ભગવતીના મોટાબાપુ, દ્રિશાના દાદા, પ્રભુજીના બનેવી, મનસુખજી, હેમજી, કેવલજી, ગિરધારીજી, રમેશજીના સાળા, મોબતજીના સસરા તા. 29-12-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 9-1-2025 સુધી બપોરે 12 વાગ્યા સુધી નિવાસસ્થાને જનાણ ખાતે.

બિટ્ટા (તા. અબડાસા) : ગુંસાઇ સાવનગિરિ (ઉ.વ. 22) તે મૂળ પાટ (અબડાસા) હાલે મસ્કા-માંડવીના નિરૂબેન નારાણગિરિ શંભુગિરિના પુત્ર, પ્રકાશગિરિ, મેહુલગિરિ, ઉર્વશીના ભાઇ, સ્વ. જેન્તીગિરિ, હિંમતગિરિ (બિટ્ટા), ભાવનાબેન નરોત્તમગિરિ (જખૌ), નીતાબેન પ્રભાતપુરી (કાદિયા નાના), અનસૂયાબેન ખુશાલગિરિ (ભાચુંડા)ના ભત્રીજા, કાંતાબેન શંભુગિરિ, વેલગિરિ પદમગિરિ (પાટ), કાકુગિરિ (પાટ), જેરામગિરિ પદમગિરિ (રસલિયા)ના પૌત્ર, રામભારથી કરશનભારથી (ભાડઇ મોટી)ના દોહિત્ર તા. 2-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ઉઠમણું) તા. 4-1-2025ના શનિવારે બપોરે 3થી 4 ભાનુશાલી સમાજવાડી, બિટ્ટા ખાતે. ઘડાઢોળવિધિ (બારસ) તા. 13-1-2025ના સોમવારે હિંમતગિરિના નિવાસસ્થાને બિટ્ટા ખાતે.

ખુઅડા (તા. અબડાસા) : પલભાટી હિતરાજાસિંહ સરદારાસિંહ (ઉ.વ. 19) તે પલભાટી સરદારાસિંહ દેવાજીના પુત્ર, પલભાટી દેવાજી ગોપાલજી, વિજયાસિંહ, વેસુભા, હરિસંગજી કલ્યાણજી, શિવુભા કલ્યાણજીના પૌત્ર, યુવરાજાસિંહના નાના ભાઈ, પલભાટી જીતુભા દેવાજી, વિક્રમાસિંહ, હિંમતાસિંહ, પ્રદ્યુમનાસિંહ વિજયાસિંહ, મહેન્દ્રાસિંહ, રાજેન્દ્રાસિંહ, અજયાસિંહ વેસુભા, પરીક્ષિતાસિંહ હરિસંગજી, રાજેન્દ્રાસિંહ, ધ્રુપદાસિંહ શિવુભા, પ્રહલાદાસિંહના ભત્રીજા, સ્વ. જાડેજા વંકાજી જસાજી (લઠેડી)ના દોહિત્ર, દેવાજી, ભાવસંગજી, મનુભાના ભાણેજ તા. 2-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસ્થાન ખુઅડા ખાતે.

અકરી મોટી (તા. અબડાસા) : ગજરાબા ભરતાસિંહ જાડેજા તે સ્વ. કુલદીપાસિંહ જાડેજા, જાડેજા નરેન્દ્રાસિંહ અને જાડેજા રામદેવાસિંહના માતા તા. 1-1-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 12-1-2025ના રવિવારે નિવાસસ્થાન અકરી મોટી ખાતે.

રાજકોટ : મૂળ સુપેડીના ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ વિનયચંદ્ર ગિરજાશંકર ત્રિવેદી (ઉ.વ. 85) તે સ્વ. જયંતીલાલ ગિરજાશંકર ત્રિવેદી (ગાર્ડ) તથા સ્વ. શાંતિલાલ ગિરજાશંકર ત્રિવેદીના નાના ભાઇ, હિરેનભાઇ, દીપનભાઇ, સત્યેનભાઇ, નયનાબેનના પિતા, સ્વ. શાંતિલાલ કાલીદાસ ભટ્ટના જમાઇ, સ્વ. કાંતિલાલ જયંતીલાલ ભટ્ટ, સ્વ. રસિકલાલ શાંતિલાલ ભટ્ટ, સ્વ. કેશવલાલ શાંતિલાલ ભટ્ટ (જામનગર)ના બનેવી તા. 2-1-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું તથા સાસરા પક્ષનું બેસણું તા. 3-2-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5 સ્વ. કલ્યાણજી નરશી જાની કોમ્યુનિટી હોલ (જ્ઞાતિની વાડી), ચંદનપાર્ક મેઇન રોડ, ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે, રૈયા ચોકડી, રેયા રોડ, રાજકોટ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd