• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ ચાંદરાણીના સજ્જનબા જાડેજા (ઉ.વ. 88) તે સ્વ. મહોબતસિંહ લધુભા જાડેજા (નિવૃત્ત મામલતદાર)ના પત્ની, સ્વ. ગુલાબસિંહ, શક્તિસિંહ (નિવૃત્ત ફાર્માસિસ્ટ આરોગ્ય શાખા-ભુજ), દેવેન્દ્રબા મયૂરધ્વજસિંહ રાણા (અડવાણ), દયાબા દિલીપસિંહ ચૂડાસમા (વાગડ), ક્રિષ્નાબા શક્તિસિંહ ઝાલા (સીંધાવદર), ગાયત્રીબા ધર્મેન્દ્રસિંહ ઝાલા (ભેંસજાળ)ના માતા, રાજવીરસિંહ ગુલાબસિંહ જાડેજા. ધ્રુવરાજસિંહ શક્તિસિંહ જાડેજા, પૂજાબા શક્તિસિંહ ઝાલા (કમાલપર), સંયુક્તાબા મોનીલરાજસિંહ સરવૈયા (ચોક), જીતલબાના દાદી, પ્રાંજલબા, કામેશ્વરીબાના મોટા દાદી તા. 18-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-7-2024ના શનિવારે સાંજે 5થી 6 ભાઇઓ તથા બહેનોની સાથે શક્તિધામ મંદિર, મિરજાપર રોડ, ભુજ ખાતે. (બહારગામના સગાં-સંબંધીઓ માટે લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : બિહારીલાલ દૂધેશ્વર મહાદેવ મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજ (મૌનીબાપુ) (ઉ.વ. 85)ની વિમાની પુષ્પક (પાલખી) યાત્રા તા. 19-7-2024ના શુક્રવારે સવારે 7 વાગ્યે બિહારીલાલ મંદિર, એકતા સોસાયટીની બાજુમાં, છતરડી તળાવ પાસેથી સ્વર્ગ પ્રયાણધામ ખારીનદી પ્રયાણ કરશે.

ભુજ : જત સિકંદર તે ડાડા રમજુ (ફ્રૂટવાળા)ના પુત્ર, જત અરમાનના પિતા, રફીક ડાડા, રમજુ ડાડાના ભાઇ, મામદ ઉમર (વાડી બગીચા-અંજાર)ના જમાઇ, જુસબ મામદ હુશેન (કસ્ટમ), ઇકબાલ મામદ હુશેન (એ.એસ.આઇ. પોલીસ)ના મામાઇ ભાઇ, અલીમામદ જુમા (મંત્રી જત સમાજ-કચ્છ, ફ્રૂટવાળા), સલીમ જુમા, ગુલામ હુશેનના કાકાઇ ભાઇ તા. 17-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-7-2024ના શનિવારે સવારે 10થી 11 મસ્જિદે ફરીદ મેમની, મુસ્કાન નગર, ખારસરા ગ્રાઉન્ડ ખાતે.

ભુજ : મહેન્દ્રભાઈ રવિલાલ શાહ (રાજા સ્ટોર્સવાળા) (ઉ.વ. 83) તે સ્વ. શાહ રવિલાલ ઉત્તમચંદના પુત્ર, ગુણવંતીબેનના પતિ, સ્વ કલ્પેશ, શર્મિલા પરેશ શાહ (મદ્રાસ)ના પિતા, સ્વ. ચંદ્રકાન્ત, સુભાષ, ભરત, રમેશ, દીપક, રંજન, ભારતી, સ્વ. માલતીના ભાઈ, ગં.સ્વ. શિલ્પાબેનના સસરા, જિતેશ, રિતેશ, ધૈર્યેસ, અભિષેક, કનિષ્ક, નૈનેશ, અક્ષય, જિજ્ઞા કુંજન શાહ (મુંબઈ)ના કાકા, ઉન્નતિ તથા કૃતિ (મદ્રાસ)ના નાના, ચંદનબેન નાથાલાલ શાહ (ધુલિયા)ના જમાઈ તા. 18-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-7-2024ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 જૈન ગુર્જર વાડી, વાણિયાવાડ, ભુજ ખાતે.

ભુજ : ગગડા કાસમ સિદિક (ઉ.વ. 60) તે મુશા જુમાના ભત્રીજા, જાકબ, મ. લતીબના ભાઇ, વિરા સુલેમાન આમદના બનેવી, ઇસ્માઇ, જાવેદ, ફારૂક, મોહસીનના પિતા તા. 18-7-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 20-7-2024ના શનિવારે સવારે 9.30થી 10.30 ચાકી જમાતખાના, ભીડ નાકા બહાર, ભુજ ખાતે.

આદિપુર : મૂળ કાણેટીના લીલાબા કિરીટસિંહ વાઘેલા (ઉ.વ. 62) તે કિરીટસિંહ ચંદુભાના પત્ની, ભીખુભાના નાના ભાઇના પત્ની, ભરતસિંહ, વિમલાબા સોઢા, અરૂણાબા જાડેજાના માતા, નરેન્દ્રસિંહ, બિપિનસિંહના કાકી, ઇલાબા, એકતાબા, ભગીરથસિંહ સોઢા, વનરાજસિંહ જાડેજાના સાસુ, દીપરાજ, યશરાજના દાદી, દિવ્યરાજ, ભવ્યરાજ, મીતાક્ષીબા, રીતાક્ષીબા, યોગીરાજના નાની તા. 17-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-7-2024ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 ક્ષત્રિય સમાજવાડી, રિલાયન્સ પેટ્રોલપંપની પાછળ, વોર્ડ 5-બી, પ્લોટ નં. 14, આદિપુર ખાતે.

અંજાર : મૂળ મોટા ત્રાડિયાના ઝાલા ધીરજબા ભરતાસિંહ (ઉ.વ. 62) તે ઝાલા ભરતાસિંહ જીલુભા (નિવૃત્ત આર્મી, એસ.બી.આઈ.)ના પત્ની, રણજિતાસિંહ, વર્ષાબા સંજયાસિંહ, પૃથ્વીરાજાસિંહના માતા, ઝાલા રાજેન્દ્રાસિંહ લાલુભા (ગુજરાત પોલીસ), ઝાલા મહેન્દ્રાસિંહ લાલુભા (એસ.આર.પી.) (મોટા ત્રાડિયા)ના કાકી, જાડેજા સંજયાસિંહ ઘનશ્યામાસિંહ (નિવૃત્ત આર્મી, મંજલ)ના સાસુ, જાડેજા મહેન્દ્રાસિંહ (નિવૃત્ત એસ.એસ.બી., ભદ્રેશ્વર), જાડેજા નરપતાસિંહ (ભદ્રેશ્વર), જાડેજા ભૂપતાસિંહ (ગુજરાત પોલીસ, ભદ્રેશ્વર)ના બહેન તા. 18-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-7-2024ના શનિવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, અંજાર ખાતે.

માંડવી : મૂળ ખોંભડીના રમેશચંદ્ર સામજી પંચાલ (મારૂ) (ઉ.વ. 75) તે સ્વ. જીવીબેન તથા સામજીભાઇ પ્રેમજીભાઇ પંચાલના પુત્ર, ગં.સ્વ. મુક્તાબેનના પતિ, કૌશિક તથા કાજલના પિતા, દીપકભાઇ, સ્વ. પુષ્પાબેન વિસનજી પિત્રોડાના ભાઇ, વિનુબાળાના જેઠ, અનિલકુમાર લખમશી પરમાર (આદિપુર), કલ્પનાબેનના સસરા, શિવાંગના દાદા, ઉદય અને ધ્રુવીના નાના, મનીષા અને રવિના મોટાબાપા, સ્વ. શાંતાબેન આત્મારામભાઇ હંસોરા (કેરા)ના જમાઇ, નવનીભાઇ, હરીશભાઇ, સ્વ. દિલીપભાઇ, જગદીશ, મંજુલાબેન પ્રેમજી પિત્રોડા, ધનગૌરીબેન ગોરધનભાઇ ઉમરાણિયા, ભાવનાબેન મોહનલાલ પઢારિયાના બનેવી તા. 17-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા-સાદડી તા. 19-7-2024ના શુક્રવારે સાંજે 4થી 5 ટોપણસર તળાવની બાજુમાં, સત્સંગ આશ્રમ, માંડવી ખાતે.

ભચાઉ : ધનીબેન પોપટભાઇ સુથાર (ઉ.વ. 90) તે ચંદુલાલ, હસમુખ, સ્વ. જશોદાબેન, કસ્તૂરબેન, દેવીલાબેન, મંજુલાબેનના માતા, સાકરચંદભાઇ પરસોત્તમભાઇ પરમાર (આધોઇ)ના પુત્રી, નયનાબેન, દીપાલીબેનના સાસુ, ક્રિષ્ના, નિધિ, ભૂમિ, નક્ષ, રિચિતા, હેન્સીના દાદી તા. 16-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-7-2024ના શુક્રવારે સાંજે 5થી 6 લુહાર-સુથાર સમાજવાડી, ફૂલવાડી, ભચાઉ ખાતે.

કોડકી (તા. ભુજ) : ચાવડા વાલજીભાઇ મેઘજીભાઇ (ઉ.વ. 76) તે લક્ષ્મીબેનના પતિ, રામજીભાઇ, મનજીભાઇ, મણિબેન મનજી વાઘેલા (નખત્રાણા), ધનબાઇ બાબુલાલ વાઘેલા (નખત્રાણા), કેશરબેન માવજીભાઇ લોંચા (દેવપર)ના ભાઇ, સ્વ. લધાભાઇ વેલજી લોંચા (વિથોણ)ના જમાઇ, ચાવડા કાન્તિ, હીરજી, મોહન, પ્રવીણ, હંસા મહેશ વાઘેલા (નખત્રાણા)ના પિતા, દીપક, પ્રકાશ, દિલીપ, વિજય, તુલસી, ઇશાન, ઇશાના દાદા, મનસુખ, રતિલાલ, રાજેશ, ભચીબેન દિનેશ રાઠોડ (માનકૂવા), મુકેશ, રમેશ, મંજુલા ભરત વાઘેલા (નખત્રાણા), પ્રેમિલા જેન્તી વાઘેલા (દેશલપર), હેમલતા વસંત વાઘેલા (મિરજાપર)ના મોટાબાપા, હાર્વિ દીપક ચાવડના પરદાદા તા. 17-7-2024ના અવસાન પામ્યા છે. સત્સંગવિધિ તા. 21-7-2024ના રાત્રે અને પાણી તા. 22-7-2024ના નિવાસસ્થાને.

સુમરાસર-શેખ (તા. ભુજ) : મેરિયા બાબુભાઇ ખીમાભાઇ (ઉ.વ. 52) તે ગં.સ્વ. ગીતાબેનના પતિ, સ્વ. ખીમાભાઇ સવાભાઇ, ફુલાબેનના પુત્ર, જશીબેન રૂપાભાઇ શામળિયા (કોટડા), વેજીબેન ધનજીભાઇ ફફલ (હબાય), જમણાબેન પેથાભાઇ શામળિયા (કોટડા), શાંતિબેન ભગુભાઇ ફફલ (સરસપર), હરેશ ખીમાભાઇ મેરિયાના ભાઇ, અશ્વિન, પ્રિયા, અવિનાશના પિતા તા. 17-7-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 20-7-2024ના શનિવારે સાંજે આગરી તથા તા. 21-7-2024ના રવિવારે સવારે 6 વાગ્યે ફૂલવિધિ (પાણી) નિવાસસ્થાન સુમરાસર ખાતે.

મોટી નાગલપર (તા. અંજાર) : પુષ્પાબેન દયારામભાઈ ટાંક (ઉ.વ. 72) તે દયારામભાઇ શામજીભાઇ ટાંકના પત્ની, સ્વ. નરશીભાઇ અરજણભાઈ મારૂના પુત્રી, મિતેષભાઈ, યોગેશભાઈ, સુનિતાબેન, યોગિતાબેન, શીતલબેન, છાયાબેનના માતા, રશ્મિતાબેન, એકતાબેન (સ્વ. અનુબેન), અશોકભાઇ, રમેશભાઈ, પુનિતભાઈ, વિજયભાઈના સાસુ, જય, જિગર, હેતુલ, ચિરાગ, કશિશ, ભૂમિ, સંજયના નાની, શ્લોક, યશ્ચિ, કૃતિકા, ખુશાલી, પ્રિશા, પૂજનના દાદી, હરિભાઇ, મનજીભાઈ, મોહનભાઈ, મુકેશભાઈ, અનિલભાઇ, ભાગીરથીબેનના ભાભી, નરોત્તમભાઈ, વાસુદેવભાઇના બહેન તા. 18-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-7-2024ના શનિવારે સાંજે 5થી 6 મિત્રી સમાજવાડી, હાટકેશ્વર મહાદેવ મંદિર, મેઈન બજાર, મોટી નાગલપર, તા. અંજાર ખાતે.

ખારડિયા (તા. નખત્રાણા) : મહેશ્વરી લધુભાઇ (જુમાભાઇ) વાલાભાઇ ધુવા (ઉ.વ. 80) તે સ્વ. વાલા સુમારના પુત્ર, કાંયાભાઇ, વાગાભાઇ, દેવલબાઇ ખીમા સોર્યા (સુમરાસર-શેખ), લીલબાઇ ખીમા ધેડા (ઘડુલી), પુરબાઇ વાલા થારૂ (ઝુરા), સામાબાઇ વીરજી ગડા (ઘડાની), રાજબાઇ લખુ થારૂ (ઝુરા), રામાબાઇ ભચા સુંઢા (નિરોણા), વાલબાઇ નાનજી ગડા (ઘડાની)ના ભાઇ, મનજી, દેવાભાઇ, ગોવિંદ, ગંગાબાઇ નારાણ સોર્યા (સુમરાસર-શેખ)ના પિતા, નેણશી, પ્રવીણ, મોહિતના દાદા, દેવાભાઇ, ભરત, નારાણ, નાનજીના મોટાબાપુ, ખીમાભાઇ અને પૂંજા સવાભાઇ ફફલ (માતાના મઢ)ના બનેવી તા. 16-7-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 21-7-2024ના રવિવારે રાત્રે આગરી તેમજ તા. 22-7-2024ના સોમવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન ખારડિયા ખાતે.

નેત્રા (તા. નખત્રાણા) : જોષી રતનશી કાલીદાસ (ઉ.વ. 95) તે સ્વ. દેવકાબેનના પતિ, સ્વ. શાંતાબેનના જેઠ, સ્વ. સુરજી મમુ, સ્વ. શંભુલાલ કાલીદાસ, સ્વ. પરસોત્તમ મમુ, સ્વ. કાનજી મમુ, સ્વ. મુલાબેન (ઉકીર), સ્વ. મણિબેન (નેત્રા), કેસરબેન (ભેરૈયા)ના ભાઇ, માયાબેન મંગલદાસ (વિથોણ), મંજુલાબેન પ્રભુલાલ (બંધરા), હંસાબેન હરેશભાઇ (લક્ષ્મીપર-નેત્રા), નવીનાબેન મનીષભાઇ (મુંદરા), વિનોદકુમાર, વિઠ્ઠલદાસના પિતા, દક્ષાબેન, બીનાબેન, લતાબેનના સસરા, સ્વ. મહેશભાઇ, સ્વ. માલતીબેન કિશોરકુમારના મોટાબાપા, કોમલ, ગીતા, નિધિ, હેમાલી, ખુશ્બૂ, શિવમ્, ઉત્સવના દાદા, હમીર મારાજ (ઉકીર)ના જમાઇ તા. 18-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20-7-2024ના સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, નેત્રા ખાતે.

વાલ્કા નાના (તા. નખત્રાણા) : સીજુ જશમાબાઇ આચારભાઇ (ઉ.વ. 105) તે દેવજીભાઇ, કરમશીભાઇ, સ્વ. કાનજીભાઇ, લધુભાઇ, લખમાબાઇ જેઠા (રામપર-સરવા), વાલબાઇ મનજી (રામપર-સરવા), સ્વ. ભચીબાઇ પેથા (નરા), સામાબાઇ ગાભા (વિગોડી)ના માતા, નાથાભાઇ, કરશનભાઇ, સવજીભાઇ, વાલજીભાઇ, ચાંપશી ખેંગાર, ખીમજીના દાદી તા. 17-7-2024ના અવસાન પામ્યા છે. બારસ તા. 27-7-2024ના નિવાસસ્થાન વાલ્કા નાના ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : ગરવા કાનજી (ઉર્ફે બાબુલાલ) મેઘજી મૂછડિયા (ઉ.વ. 43) તે સ્વ. માનબાઇ મેઘજી મૂછડિયાના પુત્ર, પુનિત, મોહનલાલ, મનજી, પ્રવીણ, રામજીના ભાઇ, મેઘબાઇ વેલજી શેખાણી (દેવપર-યક્ષ)ના જમાઇ, સ્વ. જશોદાબેનના પતિ, વનિતાબેન ચંદુલાલ (રામપર), મનીષાબેન, રાજેશભાઇ, ચંદ્રિકાબેનના પિતા, ભાણીબેન ભવાનજી જોગલ (મેઘપર હાલે વિરાણી)ના ભાઇ, રાહુલ, ચંદુલાલ, ભાવેશ, દિનેશ, કાર્તિક, ધનસુખ, તારા, વિદ્યા, પ્રિયાના કાકા, હીરજી ડોસા શેખાણી (મંગવાણા)ના દોહિત્ર, કમલેશ, સંજયના મામા તા. 17-7-2024ના અવસાન પામ્યા છે. બારસવિધિ તા. 22-7-2024ના સોમવારે સવારે 9.30 કલાકે નિવાસસ્થાન જૂનાવાસ, મોટી વિરાણી ખાતે.

ડાડોર (તા. નખત્રાણા) : થેબા આસીબાઇ રાવર (ઉ.વ. 90) તે કાસમ, મોહમ્મદ, જુમા, શાદીક, ઇલિયાસના માતા, મુતવલી થેબા કાસમ મુસા અને થેબા જુમા હમિદના સાસુ તા. 18-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-7-2024ના શનિવારે સવારે 10 વાગ્યે મદરેસા-એ-ફૈઝાને મુસ્તફા, ડાડોર ખાતે.

મુંબઇ : મૂળ દુધઇ-કચ્છના મોહનલાલ (ઉ.વ. 86) તે સ્વ. દયાલજી રામજી કતિરા (દુધઇ હાલે મુલુંડ-મુંબઇ)ના નાના પુત્ર, સ્વ. પુષ્પાબેનના પતિ, નીતિન (રાજા), હિના પરેશ બારૂ, બીના મનીષ ઠક્કરના પિતા, ચારૂલતાના સસરા, સ્વ. લક્ષ્મીદાસ લાલજી તન્નાના જમાઇ, સ્વ. ગોરધનદાસ, સ્વ. રણછોડદાસ, સ્વ. જમનાબેન જમનાદાસ પલણ, સ્વ. ભાગીરથીબેન વીરજી સોનેતા, ગં.સ્વ. લીલાવતીબેન કાનજી પલણના ભાઇ, ધ્રુવના દાદા, જીત, શિવમ, અપૂર્વ, અનુજના નાના તા. 17-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-7-2024ના શુક્રવારે સાંજે 5.30થી 7 ગોપુરમ હોલ, ડો. આર. પી. રોડ, મુલુંડ-વેસ્ટ ખાતે.

મુંબઇ : મૂળ ખાનપુર-દહેગામના પીયૂષભાઇ રમણીકલાલ શાહ (ઉ.વ. 67) તે સુરેખાબેન રસિકલાલ શાહના પુત્ર, ધવલ, રિશિતાના પિતા, મનાલી, નિર્મિતકુમારના સસરા, આગમના દાદા, નિમિષભાઇ તથા નિપાબેન ગાંધીના ભાઇ, યામિનીબેનના જેઠ, આશિતકુમારના સાળા, કંચનબેન તથા રમેશચંદ્ર ડાહ્યાલાલ શાહના જમાઇ તા. 17-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-7- 2024ના સાંજે 4થી 6 ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઇસ્ટ), મુંબઇ ખાતે.

મુંબઇ : ફરાદી-કચ્છના અ.સૌ. અદિતિબેન હિરેનભાઇ થલેશ્વર (ઉ.વ. 48) તે હિરેન રમેશચંદ્ર થલેશ્વરના પત્ની, દેવીબેન રમેશચંદ્ર કાનજી થલેશ્વરના પુત્રવધૂ, સ્તુતિ અને પ્રથમના માતા, અલ્પા કીર્તિ ધકાણ, નીલમ જિજ્ઞેશ થલેશ્વરના ભાભી, રસીલાબેન પ્રવીણચંદ્ર સોનીના પુત્રી, રશ્મિ મનોહર સોની, દેવાંગ, ભાવિકા સોનીના બહેન તા. 15-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang