• સોમવાર, 30 નવેમ્બર, 2026

ભારત સાથે વેપાર સંધિ માટે અમેરિકાનું ટેરિફ દબાણ

એક તરફ અમેરિકા ભારતની સાથે વેપાર 0pt;line-height:115%;font-family:"Nirmala UI",sans-serif; mso-ansi-language:EN-US">સંધિ કરવા ઉત્સુક હોવાની વ્યાપ ધારણા વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફનો નવો પ્રસ્તાવ જાહેર કરીને વધુ એક વખત પોતાનું બેવડું વલણ છતું કર્યું છે.ભારત હોય કે દુનિયાનો કોઈ પણ દેશ હોય વેપારના મામલે અમેરિકાનું વલણ દબાણ ઊભું કરીને પોતાનું હિત સાધવાનું રહ્યંy છે.ભારતે અમેરિકાનાં આ સ્વાર્થી વલણની સામે નમતું ન જોખવાની કમર કસી છે.આ જ કારણ છે કે, ભારત આ સંધિની ઉપર સહી કરવાનું ટાળતું રહ્યું છે.

ટેરિફના પ્રસ્તાવથી અમેરિકા ભારતની ઉપર દબાણ લાવવા ઈચ્છે છે એ વાત સ્પષ્ટ છે,  પણ અત્યાર સુધી ભારતનાં મક્કમ વલણને જોતાં વોશિંગ્ટન સફળ થાય તેમ જણાતું નથી.વેપાર કરાર અંગે વાટાઘાટો લાંબા સમયથી ચાલી રહી છે, પણ તેમાં સમાન હિતો અને સન્માનનો અભાવ સતત સામે આવતો રહ્યો છે.અમેરિકાએ તેના હઠાગ્રહમાં વારંવાર ફેરફાર કર્યો છે.નવી શરતોની દરખાસ્ત કરીને કે હવે ટેરિફની બીક બતાવીને અમેરિકા તેના હિતોને સાધે તેવો કરાર ભારત સાથે થાય એમ ઈચ્છે છે.સ્પષ્ટ છે કે, ભારતનું અર્થતંત્ર મજબૂત છે તેની સાથોસાથ વેપાર અને ઉદ્યોગના મામલે પણ દુનિયામાં ડંકો વાગે છે.આવામાં સ્વભાવિક રીતે અમેરિકાનાં દબાણ કે શરતોને વશ થાય તેમ નથી.અમેરિકાએ ખરેખર એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે, તે એક સ્વતંત્ર અને શક્તિશાળી દેશની સાથે કરાર કરવા મથી રહ્યો છે.આ માટે તેમને સમાન હિતોનો ખ્યાલ રાખવો જોઈએ.

અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલય (યુએસટીઆર)એ ભારતમાં ઔદ્યોગિક ક્ષમતા જરૂરત કરતાં વધારે ઊભી કરાઈ હોવાથી અમેરિકાની કંપનીઓને નુકસાન પહોંચી શકે છે એવા વાહિયાત કારણને આગળ ધરીને નવા ટેરિફ લાદવાની દરખાસ્ત કરી છે.કોઈપણ દેશ પોતાની ઔદ્યોઁગિક ક્ષમતા વધારે તેની સામે પણ અમેરિકાને વાંધો હોય એ ગળે ઊતરે એવી વાત નથી.આમ તો આ ટેરિફની જાહેરાતમાં ચીન, વિયેતનામ, જાપાન, બાંગ્લાદેશ, સ્વિત્ઝરલેન્ડ, સિંગાપુર અને યુરોપિયન યુનિયનના 27 દેશોનો સમાવેશ કરાયો છે.આમ અમેરિકાએ વિશ્વમાં હવે આર્થિક જંગના મંડાણ કરવાની તૈયારી આરંભી દીધી છે.

જો કે, ભારતે અમેરિકાના દાવાને નકારીને કહ્યંy છે કે, અમે કોઈપણ ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષમતા વધારી નથી.ભારત પોતાની જરૂરત મુજબ ઔદ્યોગિક ઉત્પાદન કરે છે, પરંતુ ટેરિફની દરખાસ્ત ભારતને વેપાર કરાર માટે ફરજ પાડવાનો કરસો હોવાની વાત છતી થઈ છે.અમેરિકાએ 2પ ટકા ટેરિફની દરખાસ્તમાં એમ પણ કહ્યંy છે કે, વેપાર કરાર થઈ ગયા બાદ આ ટેરિફનો દર ઘટીને 17 ટકા થઈ જશે.જો કે, આ કરાર માટે અમેરિકાનાં દબાણને વશ ન થવા ભારતે મક્કમતા બતાવી છે.આવનારા સમયમાં ટેરિફનાં દબાણની સામે પણ આવી જ મક્કમતા બતાવવી ભારત માટે અનિવાર્ય બની રહેશે.ભારતે અત્યાર સુધી પોતાના હિતોને જાળવી રાખ્યા છે જે આવનારા સમયમાં પણ જળવાયેલા રહે તેવાં વલણની અપેક્ષા રાખવી રહી.

Ram Katha

Vyapar Utsav

Panchang