રાવલપિંડી, તા. 17 : પાકિસ્તાને
પ્રવાસી ટીમ શ્રીલંકા વિરુદ્ધની વન-ડે શ્રેણી 3-0થી જીતી છે. ગઇકાલે રમાયેલી
ત્રીજી અને અંતિમ મેચમાં પાકિસ્તાનનો 6 વિકેટે વિજય થયો હતો. શ્રીલંકા
ટીમ 4પ.2 ઓવરમાં 211 રનના
સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. જવાબમાં પાકિસ્તાને 44.4 ઓવરમાં
4 વિકેટે
21પ
રન કરી જીત નોંધાવી હતી. પાકિસ્તાન તરફથી ફખર જમાને 4પ દડામાં
8 ચોગ્ગાથી
પપ રન કર્યાં હતા. બાબર આઝમ 34, મોહમ્મદ
રિઝવાન 61 અને હુસેન તલતે અણનમ 42 રન કર્યાં હતા. શાહિન અફ્રિદીની
કપ્તાન પદની શરૂઆત 3-0થી થઇ હતી. આ પહેલા શ્રીલંકા તરફથી સદીરા સમરવિક્રમાએ 48, કુસલ
મેન્ડિસે 34, પવન રત્નાયકેએ 32 અને
કામિલ મિશારાએ 29 રન કર્યાં હતા. પાકિસ્તાન તરફથી વસીમ જૂનિયરે 3 અને
રાઉફ-ફૈસલે 2-2 વિકેટ લીધી હતી.