જયપુર, તા. 17 : આઇપીએલ-2026 સીઝન
દરમિયાન શ્રીલંકાનો પૂર્વ વિકેટકીપર કુમાર સંગાકારા રાજસ્થાન રોયલ્સ ટીમના હેડ
કોચની જવાબદારી પણ સંભાળશે. તે પહેલેથી જ ટીમનો ક્રિકેટ ડાયરેકટર છે. પૂર્વ બેટિંગ
કોચ વિક્રમ રાઠોડને આસી. કોચ બનાવવામાં આવ્યો છે. 202પ સીઝન પછી રાહુલ દ્રવિડે આરઆર
ફ્રેંચાઈઝી સાથે છેડો ફાડયો હતો. આથી હવે દ્રવિડના સ્થાને સંગાકારા કોચ નિયુક્ત
થયો છે. સંગાકારા આ પહેલા 2021થી 2024 દરમિયાન
રાજસ્થાન રોયલ્સ ટીમનો કોચ રહી ચૂક્યો છે. તેના કાર્યકાળ દરમિયાન રાજસ્થાન ટીમ 2022મા
ફાઇનલમાં અને 2024માં પ્લેઓફમાં પહોંચી હતી. સંગાકારા સામે
પહેલો પડકાર ટીમના નવા કેપ્ટનની પસંદગી કરવાનો છે. જે માટે હાલ રવીન્દ્ર જાડેજાનું
નામ આગળ ચાલી રહ્યંy છે. તે સીએસકે સાથેની ટ્રેડ ડિલથી 14 કરોડમાં
રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે જોડાયો છે.