નવી દિલ્હી, તા. 17 : ભારતીય
નિશાનેબાજ ગુરપ્રિત સિંઘ 2પ મીટર સેંટર ફાયર પિસ્તોલ
સ્પર્ધામાં વર્લ્ડ ચેમ્પિયન બનાવાની નજીક હતો, પણ યૂક્રેનના શૂટર પાવલો કોરોસ્ટાઇલોવ સામે
રસાકસી પછી ટાઇમાં હારી ગયો હતો આથી તેને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડયો હતો.
વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતે 3 ગોલ્ડ, 6 સિલ્વર અને 4 બ્રોન્ઝ
મળી કુલ 13 મેડલ સાથે ચીન અને દ. કોરિયા પછી ત્રીજું સ્થાન મેળવ્યું છે. ચીને 12 ગોલ્ડ
સહિત કુલ 21 મેડલ અને કોરિયાએ 7 ગોલ્ડ સહિત કુલ 14 મેડલ
કબજે કર્યા હતા.